Abtak Media Google News

લોકો આજે પણ તેના રોમેન્ટિક સબંધોમાં જુના મિત્રો સાથે “ચોટડુક” છે

સંબંધોનો આકાશ ….. “સ્કાય હેવ નો લિમિટ”

આર, વહેવાર અને નિદ્રા.. વધાર્યાં વધે ને ઘટાડ્યાં ઘટી જાય, ભોજન સંબંધો અને ઊંઘ ઘટાડવી વધારવી આપણા હાથમાં હોવાનું એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે ત્યારે સંબંધ એક એવો સામાજિક પરિમાણ છે કે જે બંધાતા કદાચ વાર લાગે પણ એકવાર બંધાઈ ગયા પછી જલ્દી થી છૂટી શકતો નથી, તાજેતરમાં જ આવેલા એક સર્વેમાં ભારતીય સંબંધ રાખવામાં વધુ ભાવુક માનવામાં આવ્યા છે. 74 ટકા ભારતીયો પોતાના રોમેન્ટિક સંબંધો ર મિત્રો અને પૂર્વ મિત્રોનો સતત ઓનલાઇન પીછો કરતા રહે છે.

નોર્ધન લાઇટ્સ લોક દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં ભુબયિ તફરયિું અંગેના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે 1000 ભારતીય પુખ્ત વયના લોકો પર કરવામાં આવેલા સર્વેમાં 74 ટકા લોકો પોતાના જુના રોમેન્ટિક મિત્રો પાત્રોનો સતત ઓનલાઇન પીછો કરતા રહે છે જુના સંબંધો સાથે ચોટડૂક રહેવાની ભારતીયોની આ લાક્ષણિકતા અંગે અંકિત હિતેશ ચોપરાએ જણાવ્યું હતું કે 74% ભારતીય પુખ્ત તેમના જુના સંબંધો અને ગમતા પાત્રોનો સતત ઓનલાઇન પીછો કરતાં રહે છે.

શું છે સ્ટેલકીંગ…?.

સ્ટેલકિંગ એટલે પીછો કરવો સાયબર સુરક્ષા માટે આ એક ખૂબ જ પડકારરૂપ મુદ્દો છે કોઈપણ વ્યક્તિ અન્ય કોઈને ખબર વગર તેમનો પીછો કરતો હોય તેને સ્ટેલકીંગ કહેવામાં આવે છે અને આ સ્ટેલકીંગમાં 74 ટકા ભારતીયો પોતાના જૂના રોમેન્ટિક મિત્રો સ્ત્રી પાત્ર કે પુરુષ પાત્રોની ખબર વગર ઓનલાઇન પીછો કરવામાં માહેર બની ગયા છે.

32 ટકા ચેટ મેસેજ 31 ટકા લોકેશન ટ્રેકિંગ, 29 ટકા એપ્લિકેશન અને 26 ટકા લોકો પાસવર્ડની જાણકારી પોતાના ગમતા પાત્રોની ખબર રાખતા હોય છે. 25 ટકા લોકો ગમતા પાત્રોના મેસેજ અને ફોનની અને ઇમેલ અને ફોટો થી જાણકારી રાખતા હોય છે પીછો કરવાની આ લાક્ષણિકતાઓ 36% એવું કહે છે કે તેની જાણકારી હોવી જોઈએ. 39% કહે છે કે તેની કોઇ ચિંતા કરવા જેવી નથી મોટાભાગના લોકો નિર્દોષ ભાવે ગમતા લોકો ની જાણકારી રાખવા માટે ઓનલાઇન પીછો કરતો હોય છે.

તે કોઈ ગુનો કરવાના ઈરાદે આવું નથી કરતા આ અહેવાલમાં એવું સ્પષ્ટપણે તારણ નીકળ્યું છે કે અડધા ઉપરાંતના ભારતીય લોકો પોતાના વર્તમાન કે પૂર્વ ગમતાં પાત્રો તો કોઇને કોઇ રીતે પીછો કરતા હોય છે કે પોતે પકડાઈ ન જાય 52 ટકા લોકો એવું માને છે કે પોતાના મિત્રોની જાણકારી રાખવી અને પીછો કરવો કોઈ ગુનો નથી 53% તેને પરસ્પરની સમજૂતીથી નો વિષય ગણે છે ત્યારે 51% ટકા એવું માને છે કે કોઈપણ ઓળખીતા ઓનો પીછો કરતો હોય તો તેની એક મર્યાદા હોય છે તે લાંબો સમય પીછો કરી શકતા નથી ગમતા પાત્ર નો ઓનલાઈન પીછો કરવામાં 100 માંથી 74 ભારતીય એક જેવા છે.

ભારતીય લોકો સંબંધોને સાચવવા અને તેને આજીવન નિભાવવા માને છે અત્યારના બદલાયેલા યુગમાં હવે તો વિશ્ર્વઆખું ઓનલાઈન અને આંગળીના ટેરવે થઈ ગયું છે ત્યારે પોતાના માનીતાઓને ખબર અંતર કે જાણકારી રાખવા માટે ઓનલાઇન સ્ટીલ કિંગમાં ભારતીયો મોખરે રહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.