Abtak Media Google News

રોજગાર મેળામાં પોસ્ટ, રેલ્વે અને એઇમ્સના કુલ 203 ઉમેદવારોને નિમણૂંક પત્ર એનાયત

દેશના રેલવે અને કાપડ વિભાગના કેન્દ્રીય રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશની અધ્યક્ષતામાં આજરોજ રાજકોટ ખાતે રોજગાર મેળો યોજાયો હતો, જેમાં મંત્રી તથા મહાનુભાવોના હસ્તે પોસ્ટ વિભાગના 174  અને રેલવે તથા એઈમ્સના 29 મળી કુલ 203 ઉમેદવારોને નિયુક્તિ પત્રો એનાયત કરાયા હતા.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશે રોજગાર નિમણૂંક પત્ર મેળવનાર યુવાઓને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, આજે નિમણૂંક પત્ર મેળવ્યા બાદ તમારા જીવનમાં એક નવો અધ્યાય  શરૂ થવા જઈ રહ્યો છે. વર્ષ 2023માં વડાપ્રધાનના  કાર્યકાળને સફળતાપુર્વક 9 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે ત્યારે આઝાદીના 75 વર્ષ નિમિત્તે વડાપ્રધાન  મોદીએ લાલ કિલ્લા પરથી કરેલી 10 લાખ લોકોને સરકારી નોકરી આપવાની ઘોષણા આજે પરિપૂર્ણ થઈ છે.

તેમણે ઉમેર્યું હતું કે, આજે આઝાદીના 75 વર્ષના “અમૃત મહોત્સવ”ના સમયકાળમાં 100 વર્ષ પછી ભારત કેવું હશે તેનું નિર્માણ કરવાની તક નવનિયુક્ત યુવાઓને તક સાંપડી છે. ત્યારે કર્તવ્યનિષ્ઠ અને પ્રામાણિકતા જેવા ગુણ સાથે નોકરી કરીને નાગરિક કર્તવ્ય નિભાવવું જોઈએ.  આ તકે “એક ભારત, શ્રેષ્ઠ ભારત” અને સાંસ્કૃતિક વિરાસત જાળવી રાખવાના ભાવ સાથે કાર્ય કરવા ઉપરાંત સતત નવું શીખવા અને આવડતને વધુ મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો.

સાંસદ મોહનભાઈ કુંડારીયાએ જણાવ્યું હતું કે ભણી-ગણીને સરકારી નોકરી મેળવવાનું અનેક યુવાનોનું સપનું હોય છે. અહીં ઉપસ્થિત ઉમેદવારોએ સરકારી નોકરી પ્રાપ્ત કરી છે. ત્યારે અરજદારો પરેશાન ન થાય અને તેઓની અપેક્ષાઓ પૂર્ણ થાય, તેનું ખાસ ધ્યાન રાખે. તેમજ નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવી સરકારી નોકરી કરવાની અમૂલ્ય તક દીપાવે. દેશમાં થઈ રહેલા અવિરત વિકાસ વિશે વાત કરતા કહ્યું હતું કે, વર્ષ 2014થી દેશમાં અનેક ક્ષેત્રે વિકાસ થયો છે. વડાપ્રધાન મોદીના કાર્યકાળમાં અનેક લોકોને રોજગારી પ્રાપ્ત થઈ છે અને આગળ પણ રોજગાર મેળા થકી અનેક યુવાઓના સ્વપ્નો સરકાર સાકાર થશે. અમૃત ભારતના નિર્માણમાં દરેક નવનિયુક્ત યુવાઓ પૂરા દિલથી કામ કરે અને દેશની સેવા કરવા અનુરોધ કર્યો હતો.

કાર્યક્રમનો આરંભ મંચસ્થ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્યથી કરાયો હતો. ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી સ્વાગત કરાયું હતું. સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનના પોસ્ટમાસ્ટર જનરલશ્રી બી. એલ. સોનલ એ શાબ્દિક સ્વાગત કર્યું હતું. ઉપસ્થિતોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુલ  ઉપસ્થિતિમાં આયોજિત રાષ્ટ્રીય કક્ષાના રોજગાર મેળાનો કાર્યક્રમ તથા શોર્ટ ફિલ્મ નિહાળી હતી.

આ તકે ધારાસભ્યો  ડો. દર્શિતાબેન શાહ અને રમેશભાઈ ટીલાળા, ડી.આર.એમ. અનિલકુમાર જૈન, એઇમ્સના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પ્રો. ડો. (કર્નલ.) સી.ડી.એસ.કટોચ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન  પલકબેન ત્રિવેદીએ કર્યું હતું.

વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં યુવાનોને સરળતાથી નોકરી મળે તેવો માહોલ ઉભો થયો છે; વડાપ્રધાન

વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતમાં સૌથી વધુ જન સંખ્યા યુવા વર્ગની છે ત્યારે વિકાસ માટે યુવાન મુખ્ય શક્તિ છે તેવા માહોલમાં ભારતમાં યુવાનોને સરળતાથી નોકરી મળે તેવો માહોલ ઊભો કરવામાં આપણે સફળ થયા છીએ તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારી નોકરી માટે નિમણૂક પત્ર આપતી વખતે જણાવ્યું હતું

દેશના 70 હજારથી વધુ યુવાઓને સરકારી નોકરી માટે મળ્યા નિમણૂક પત્ર આપતી વેરાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ આ પ્રસંગને ઐતિહાસિક ગણાવીને જણાવ્યું હતું કે હવે યુવાનોને નોકરી  મુશ્કેલીઓ ઉઠાવવાનો સમય નથી અને હોશિયાર અને કૌશલ્ય બંધ પ્રતિભાવોને સરળતાથી નોકરી મળી જાય છે છેલ્લા 9 વર્ષમાં ભારત સરકારે સરકારી ભરતી પ્રક્રિયાને નિષ્પક્ષ બનાવી  હજારોને સરકારી નોકરીઓ આપવામાં આવી છે આ સાથે સાથે ટેકનોલોજી ના આવિષ્કાર થી છેલ્લા 9 વર્ષમાં ડ્રોન સેક્ટર માં પણ ખૂબ વધારો થયો, ખેતી માં તેમજ દવાઓની સપ્લાયમાં ડ્રોનનો ઉપયોગ વધુ થઈ રહ્યો છે વડાપ્રધાને જણાવ્યું હતું કે પહેલા સરકારી નોકરી મેળવવી ખુબજ મુશ્કેલ હતી, અરજી કરવાની પદ્ધતિ જ એટલી અટપટી હતી કે સરકારી નોકરી મળે જ નહીં એવો ભા ભાવ હાઉ નું વાતાવરણ હતું પરંતુ છેલ્લા 9 વર્ષમાં સરકારી નોકરી મેળવવી ખુબજ સહેલી છે તેમ ગણાવી વડાપ્રધાને આ પ્રસંગને ઐતિહાસિક ગણાવી જણાવ્યું હતું કે  9 વર્ષ પહેલાં આજના દિવસે 16 મે ના રોજ લોકસભાના પરિણામો આવ્યા હતા અને એ દિવસથી જ વિકાસ વેગમાન બન્યો આજે બસ અવિરત વિકાસ થાય છેછેલ્લા 9 વર્ષમાં ભારતમાં 40,000 કિમી રેલ લાઇન નું ઇલેક્ટ્રીફીકેશન છેલ્લા 9 વર્ષમાં એક અઠવાડિયામાં 1 યુનિવર્સિટી તેમજ દરરોજ એક કોલજ શરૂ થઈ છે છેલ્લા 9 વર્ષમાં મેડિકલ કોલેજોની સંખ્યા 700 થઈ છેલ્લા 9 વર્ષમાં દેશમાં દરરોજ એક નવી ઈંઝઈં નું નિર્માણ નો એક રેકોર્ડ બન્યો છે તેમ વડાપ્રધાને જણાવ્યું હતું

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.