Abtak Media Google News

Fb Img 1680871344496 રાજકોટ ફિલાટેલીક વિભાગમાં દયાનંદ સરસ્વતીની સ્મૃતિ ટિકિટ ઉપલબ્ધ

ક્રાંતિકારી સમાજ સુધારક મહર્ષિ દયાનંદનો જન્મ મહા વદ દસમ, 12 ફેબ્રુઆરી 1824 ના રોજ રાજકોટથી મોરબી જતાં મધ્યમાં આવેલ. ટંકારા ગામે બ્રાહ્મણ પરિવારમાં મૂળશંકરનો જન્મ થયો હતો. એક દિવસે મૂળશંકર સત્યની ખોજમાં ઘરેથી નીકળી ગયા . સંસારની ભૌતિકતાથી દૂર ચાલતાં ચાલતાં નર્મદા નદી પર આવ્યા . પરમહંસ પરમાનંદ પાસે વેદાન્તનો અભ્યાસ કર્યો . અહીંથી આગળ દંડી સ્વામીના પરિચયમાં આવ્યા અને દ્વારકા સંઘમાં સામેલ થઈ ગયા . મૂળશંકર દંડી સ્વામીના જ્ઞાનથી પ્રભાવિત થયા . દંડી સ્વામી પણ મૂળશંકરના વિવેકથી પ્રસન્ન થયા અને દીક્ષા આપી દયાનંદ સરસ્વતી નામ આપ્યું . ફક્ત એક વર્ષમાં ધર્મશાસ્ત્રનું અધ્યન કર્યું . ગુરુની ખોજમાં ગુજરાત છોડીને કાશી ચાલ્યા ગયા . ત્યાં યોગાભ્યાસ કર્યો . એના પછી દૃઢ મનોબળની સાથે હિમાલયમાં તપસ્યા કરી . યોગ્ય ગુરુ તો ન મળ્યા , પરંતુ આત્મજ્ઞાન મળી ગયું .

ત્યાર બાદ અવધૂત અવસ્થામાં રહ્યા . 10-12 વર્ષની તપસ્યા પછી મહર્ષિ દયાનંદ સરસ્વતી દિવ્ય ચેતનાના સ્વામી બની ગયા. પરંતુ આત્મકલ્યાણની સાથે દેશની હાલત, ધર્મનું પતન, દંભ, પાખંડ વગેરે દેશમાંથી કેમ દૂર કરવાં ? આ એમના મનમાં વ્યથા હતી . દેશની સંસ્કૃતિને કેમ બચાવવી આ જ વિચાર કરતા હતા . હિંદુ ઉદ્ધાર માટે એમણે કઠોર પરિશ્રમ કર્યો હતો . તેમણે મુર્તિપૂજાનો વિરોધ, વિધવા વિવાહ સમર્થન, હરિજનોને યજ્ઞોપવીત , પશુબલિનો વિરોધ , બુરખા પ્રથાનો વિરોધ , પરજ્ઞાતીય લગ્નો વગેરે અંગે નવું ચિંતન પ્રગટ કર્યું . તેમણે બ્રિટિશ શાસન , ઇસ્લામિક – ખ્રિસ્તી ધર્મસાંસ્કૃતિક આક્રમણ અને હિંદુ ધર્મમાં પરિવર્તનની આડે આવતાં સાંપ્રદાયિકબળો સામે મોરચો માંડયો હતો . 1875 માં આર્યસમાજ ની સ્થાપના કરી હતી.

હરિદ્વાર, આગ્રા, કાનપુર, કાશી, કોલકાતા  અલીગઢ, મથુરા, વૃંદાવન, અલ્હાબાદ ( પ્રયાગરાજ), મુંબઈ દરેક જગ્યાએ એમને માનસન્માન મળ્યું . પછી પોતાનું કાર્યક્ષેત્ર ઉત્તર ભારત બનાવ્યું . આજે પણ કીર્તિમંદિર પંજાબમાં છે . ત્યાર પછી મહર્ષિ દયાનંદ સરસ્વતી રાજસ્થાન તરફ ચાલ્યા ગયા , જયાં ઘણા ધર્મના કાર્યક્રમો  યોજયા હતા . દેશી રાજયોના રાજાઓને ધર્મ તરફ આકર્ષિત કર્યા . જોધપુરના રાજા જશવંત સિંહ પણ  પ્રભાવિત થયા અને ભોગવિલાસ અને વ્યસનથી દૂર રહ્યા હતા . કહેવાય છે કે મહારાજા જશવંત સિંહ ની રખાત ” નન્હી ભક્તન ” તેમજ સ્વામિના વિરોધી એવા પંડિતો , મુલ્લાઓ અને અંગ્રેજો સાથે મળીને , રસોઈયાની મદદથી જગન્નાથની સાથે ઝેરવાળું દૂધ મોકલ્યું . એનાથી દયાનંદ સરસ્વતીનું મૃત્યુ 30 ઓકટોબર 1883 ના રોજ થયું હતું.

આવા મહાન મહર્ષિ દયાનંદ સરસ્વતીની  200 મી જન્મ જયંતી નિમેતે  ભારતીય ટપાલ વિભાગ ” દ્વારા પ્લેનરી હોલ, વિજ્ઞાન ભવન , નવી દિલ્લી ખાતે તેમની એક સ્મારક ટિકિટ નું લોકાર્પણ કરવામાં આવેલ છે . આ 500 પૈસાની ટિકિટ તથા મહર્ષિ દયાનંદ સરસ્વતી પ્રથમ દિવસીય કવરનું વિમોચન કેન્દ્રીય મંત્રી  દેવર્સિંગ ચૌહાણ દ્વારા કરવામાં આવેલ. આ ટિકિટ થતાં પ્રથમ દિવસીય કવર રાજકોટ ફિલાટેલી વિભાગમાં ઉપલબ્ધ છે. મહર્ષિ દયાનંદ સરસ્વતીના અનુયાઈ વહેલમાં વહેલી તકે રાજકોટ હેડ પોસ્ટ ઓફિશ, જુબેલિબાગ નજીક રાજકોટ . માંથી મેડવી સકેછે .

આ ટિકિટ તથા કવર સ્મારક ટિકિટની શ્રેણીમાં હોવાથી ભારત સરકાર તેનું પુન: છપાઈ કરતી નથી . માત્ર એકજ વખત છપાતી આવી સ્મારક ટિકિટ તથા પ્રથમ દિવસીય ખાસ પ્રકારનું સ્ટીકર કરવામાં આવે છે . આ ફોરકલર પ્રિન્ટિંગ કરલ કવર એક સુંદર યાદી સ્વરૂપ હોય છે . તેમજ ફિલટેલિક પ્રવૃતિ કરતાં ચાહકો માટે તે ખૂબ મહત્વનું માનવામાં આવે છે. આપણા સદભગ્યે આવું સુંદર કવર તથા ટિકિટ આપણા રાજકોટ માં ઉપલધ છે તો વહેલી તકે રાજકોટ હેડ પોસ્ટ ઓફીસ ફિલટેલિક વિભાગમાંથી તમારી યાદી માટે 1 મહર્ષિ દયાનંદ સરસ્વતીની આકૃતિ વાળું રદ કરેલ પ્રથમ દિવસીય કવર તથા ટિકિટ મેળવી લેવી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.