Abtak Media Google News

કેન્દ્ર સરકારની કેબિનેટમાં મોંઘવારી ભથ્થા વધારવાના નિર્ણયને લીલીઝંડી : 1 કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સને થશે લાભ

જુલાઇમાં જ સરકારે મોંઘવારી ભથ્થામાં 11 ટકાનો વધારો કરીને તેને 28 ટકા કર્યો, ત્યારબાદ ફરી 3 ટકાનો વધારો કરતા હવે 31 ટકાના દરે ડીએની ચુકવણી કરવામાં આવશે

અબતક, દિલ્હી : કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સ માટે આજે મોટો નિર્ણય લેવાયો છે. તેમના માટે દિવાળીની ગિફ્ટ તરીકે મોંઘવારી ભથ્થાને વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કેબિનેટ મીટિંગમાં આજે કેન્દ્ર સરકારના કર્મચારીઓને અને પેન્શનર્સ માટે મોંઘવારી ભથ્થાને ત્રણ ટકા વધારવાની મંજૂરી આપી દીધી છે. ડીએમાં ત્રણ ટકાના વધારાનો મતલબ એ છે કે હવે મોંઘવારી ભથ્થા 31 ટકા હશે. આ વધારાનો સીધો ફાયદો 1 કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સને મળશે.

આ વર્ષે જુલાઇમાં જ સરકારે મોંઘવારી ભથ્થામાં 11 ટકાનો વધારો કરીને તેને 28 ટકા કર્યો હતો. આની પહેલાં ડીએની ચૂકવણી 17 ટકાના દરેથી થઇ રહી હતી. ત્યારબાદ 11 ટકાના વધારા પ્રમાણે ડીએની ચુકવણી 28 ટકાના દરે પહોંચી હતી. હવે ફરી સરકારે 3 ટકાનો વધારો કરતા ડીએની ચુકવણી 31 ટકાના દરે કરવામાં આવશે.

લેબર મિનિસ્ટ્રી એઆઈસીપીઆઈ AICPIએ છેલ્લાં ત્રણ મહિનાના આંકડા રજૂ કર્યા હતા. તેમાં જૂન, જુલાઇ અને ઑગસ્ટના નંબર સામેલ હતા. AICPI ઇન્ડેક્સ ઑગસ્ટમાં 123 અંક પર પહોંચ્યો છે. તેનાથી જ સંકેત મળી ગયા છે કે મોંઘવારી ભથ્થામાં સરકાર વધુ આગળ વધી શકે છે. તેના આધાર પર જ કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા નક્કી થાય છે.

વધારાની અસર બીજા ભથ્થા પર પણ થશે

મોંઘવારી ભથ્થા વધતા બીજા એલાઉન્સમાં પણ વધારો થશે. તેમાં ટ્રાવેલ એલાઉન્સ, સિટી એલાઉન્સ સામેલ છે. તો રિટાયરમેન્ટ માટે પ્રોવિડન્ટ ફંડ અને ગ્રેચ્યુટીમાં પણ વધારો થશે.

ઉલ્લેખનીય છે કે કર્મચારી યુનિયને અગાઉ માંગ ઉઠાવી ઉતી કે  સરકારે જલદી 3 ટકા મોંઘવારી ભથ્થુ વધારવાની જાહેરાત કરવી જોઈએ, જેથી કર્મચારીઓને મોંઘવારીથી થોડી રાહત મળી શકે.

સેવન્થ પે કમિશન મેટ્રિક્સ પ્રમાણે કેન્દ્રીય કર્મચારીઓના લેવલ-1 ની સેલેરી રેન્જ 18,000 રૂપિયાથી લઈને 56900 રૂપિયા સુધી છે. હવે 18000 રૂપિયાની બેસિક સેલેરી પર 28 ટકા હિસાબે મોંગવારી ભથ્થુ 5040 રૂપિયા થાય છે. 31 ટકા પર તે વધીને 5580 થઈ જશે. આ હિસાબે પગારમાં વધારો 6480 રૂપિયા થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.