Abtak Media Google News

૨૧મી સદીનું આ વિશ્વ સેનાનીઓ અને શસ્ત્ર સરંજામ માં સુપરપાવર બનતું જાય છે લાખોનું સૈન્ય કટક ટેન્ક, તોપ, થી લઈને વાયુદલમાં આધુનિક યુદ્ધ વિમાનો, મિસાઇલ, અને દરિયાઈ સુરક્ષામાં પણ સબમરીનથીલઈને દરિયામાંથી જ જમીન અને આસમાન માં લક્ષ્ય સિદ્ધ કરી શકે તેવી મિસાઈલપ્રણાલી રસાયણિક જેવીક શસ્ત્રોથી લઈને અણુબોમ સુધીની શક્તિવિશ્વમાં ઊભી થઈ છે,

શસ્ત્રોની દોડ દિવસેને દિવસે વધુ ને વધુ ઝડપી બનતી જાય છે અને મહાસત્તાઓ થી લઇ વિકસિત અને વિકાસશીલ દેશોના શસ્ત્ર-સરંજામ માં દિવસે દિવસે વધારો થતો જાય છે, ત્યારે સમગ્ર વિશ્વ જાણે કે અબઘડી યુદ્ધ ફાટી નીકળે તે માટે તૈયાર થઈને બેઠું હોય તેવો માહોલ ઊભો થઈ રહ્યો છે, હથિયાર ઉત્પાદન અને સોદાગર દેશો ના પ્રતિનીધીઓ સમગ્ર વિશ્વમાં કરીને પોતાની હાઈટેક ટેકનોલોજી વાળાશસ્ત્રોના વેપાર માટે માર્કેટિંગ કરી રહ્યા છે, મહાસત્તાઓ વચ્ચે વિવિધ મુદ્દે ઘર્ષણ ની સ્થિતિ નો ગ્રાફ ચડતો, ઉતરતો રહે છે.

ત્યારે વિશ્વમાં સતત એવી ચિંતા રહે છે કે હથિયારોનો ખડકલો લઈને બેઠેલા દેશો માથી અનેક દેશો વચ્ચે સરહદોને લઈને પાડોશીઓ વચ્ચે તણાવનું વાતાવરણ રહે છે, અગાઉના જમાનાની જેમ્ ૨૧મી સદીના વિશ્વમાં બીજા દેશો સાથે યુદ્ધ કરવું હવે શક્ય નથી.. નથી તેવું ન  કહીશકાય પરંતુ સયુંકત રાષ્ટ્ર મહાસંઘ અને આંતરરાષ્ટ્રીય કાયદાઓના કારણે વિશ્વના મોટાભાગના દેશો સંયમ માટે બંધાયેલા છે, કોઈપણ સમસ્યાનો યુદ્ધ અંતિમ ઉકેલ નથી રહ્યો.

તમામ વિવાદો લવાદ થી ઉકેલવા માટેનો તખ્તો  વૈશ્વિક ધોરણે અસરકારક રીતે અસ્તિત્વમાં છે, અને પ્રાદેશિક શાંતિ ની જવાબદારી માથી છટકવાનો પ્રયાસ કરનાર રાષ્ટ્રને રાષ્ટ્રીય સમુદાયનો બહિષ્કાર અને આર્થિક પ્રતિબંધ જેવા પરિબળોથી કાબૂમાં રાખવાની વ્યવસ્થા ઉપરાંત મિત્ર રાષ્ટ્રોના નાટો સેન્ય કાર્યવાહી જેવી વ્યવસ્થાના કારણે જલ્દીથી યુદ્ધ શક્ય નથી, ઉપરાંત યુદ્ધ નિવારણ માટે આધુનિક શસ્ત્રો અને અણુ બોમ્બ જેવા હથિયારોના દાબના કારણે પણ વિશ્વમાં કોઇ પણ યુદ્ધ માટે નિમિત્ત બનવા તૈયાર નથી હા અનિવાર્ય સંજોગોમાંજ્યારે રાષ્ટ્ર સુરક્ષા, દેશવાસીઓ પર પ્રતિક્રમણ અને જોખમ ઊભું થાય ત્યારે કોઈ પણ રાષ્ટ્ર માટે પોતાના હથિયારો  મામેરામાં રાખવા માટે ન જ હોય,પણ અસ્ત્ર શસ્ત્ર સંયમપૂર્વક નો ઉપયોગ કરવાનો દરેક નો રાજધર્મ બને છે.

અલબત્ત દુનિયામાં અત્યારે કેટલાક શક્તિશાળી દેશો પોતાની તાકાત શેન્ય શક્તિથી નાના અને વિકસિત રાષ્ટ્રો પર પ્રભાવ પાડવાનો પ્રયાસ કરતાં રહે છે, પરંતુ આધુનિક વિશ્વમાં હવે અગાઉની જેમ વાતવાતમાં તલવાર તાણી લેવાનો યુગ ભૂતકાળ બની ગયો ગણાય  વિશ્વમા આધુનિક શસ્ત્ર-પરબધામ કોઈપણ હુમલા માટે વાપરવાના ન હોય પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા માટે ઉપયોગ કરવાથી કોઈ રોકી ન શકે આથી ચીન જેવા રાષ્ટ્રો પોતાની સામ્રાજ્યવાદી મેલી મુરાદ માટે લો ન કરી શકે હથિયારોનો ઉપયોગ સુરક્ષા માટે કરવાનો કોઈ કોઈની આઝાદીપર જોખમ ઊભું કરવા માટે નહીં,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.