Abtak Media Google News

અલકારાઝે 4 કલાકના ભારે સંઘર્ષ બાદ જીત હાંસલ કરી હતી

ટેનિસ હાલ લોકોના મુખે ચર્ચા રહ્યું છે. ત્યારે સૌથી મોટી વાત તો એ છે કે અત્યારે જે વિમ્બરડન ટાઈટલ ચાલી રહ્યું હતું તેમાં 20 વર્ષના પેનના અલકાએ વિશ્વના દ્વિતીય નંબરના જોક્કો વીચને હરાવી પોતાનું પ્રથમ વિમ્બલડન ટાઈટલ જીતી લીધું છે આ પૂર્વે અલંકાર જે યુએસ ઓપન જીતી પોતાના કૌશલ્યનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

Advertisement

સ્પેનના 20 વર્ષના અલકારાઝે ફાઈનલમાં 36 વર્ષના યોકોવિચને 1-6, 7-6 (8-6), 6-1, 3-6, 6-4થી હરાવીને વિમ્બલડન મેન્સ સિંગલ્સ ટાઈટલ જીતી લીધું હતુ. અલકરાાઝે આ સાથે યોકોવિચની બાદશાહતનો અંત લાવ્યો હતો અને ટેનિસમાં નવા યુગની શરુઆત કરી હતી. ગત વર્ષે યુએસ ઓપન જીત્યા બાદ સ્પેનિશ ખેલાડીએ આ કારકિર્દીનું બીજું ગ્રાન્ડસ્લેમ ટાઈટલ જીત્યું હતુ. જ્યારે યોકોવિચનું આઠમું વિમ્બલડન અને 24મું ગ્રાન્ડ સ્લેમ જીતવાનું સ્વપ્ન રોળાયું હતુ.

ઓલ ઈંગ્લેન્ડ કલબના ગ્રાસ કોર્ટ રમાયેલી ભારે રોમાંચક ફાઈનલમાં અલકારાઝે ચાર કલાક અને 42 મિનિટના ભારે સંઘર્ષ બાદ જીત હાંસલ કરી હતી. આ સાથે તે છેલ્લા 10 વર્ષમાં યોકોવિચને વિમ્બલડનની ફાઈનલમાં હરાવનારો સૌપ્રથમ ખેલાડી બન્યો હતો. છેલ્લે 2013માં યોકોવિચ વિમ્બલડનની ફાઈનલમાં પ્રવેશ્યો ત્યારે બ્રિટનના એન્ડી મરેએ તેને હરાવ્યો હતો. યોકોવિચનું સળંગ પાંચમું વિમ્બલડન ટાઈટલ જીતવાનું સ્વપ્ન પણ રોળાઈ ગયું હતુ.

યોકોવિચ આ સાથે ફેડરરના આઠ વિમ્બલડન અને માર્ગારેટ કોર્ટના 24 ગ્રાન્ડ સ્લેમ જીતવાના ટાઈટલની બરોબરીથી ચૂકી ગયો હતો. અલકારાઝે તેની કારકિર્દીની પહેલી વિમ્બલડન ચેમ્પિયનશિપની ફાઈનલને યાદગાર બનાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.