ઓસ્ટ્રેલિયન ઓપનમાં હાર બાદ સાનિયા મિર્ઝાનું સન્યાસનું એલાન

બે વર્ષ પહેલાં જ ટેનિસ સ્ટારે કોર્ટ પર વાપસી કરી’તી: આ સિઝનમાં પણ રમવા પર અસમંજસ

ભારતીય મહિલા ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ સન્યાસ લેવાનું એલાન કર્યું છે. ઓસ્ટ્રેલિયન ઓપનમાં હાર બાદ સાનિયાએ કહ્યું છે કે ૨૦૨૨નું સિઝન તેમના માટે અંતિમ છે. રમત ગમત જગતમાં સાનિયા મિર્ઝાનું મોટું યોગદાન છે. એવામાં તેમના સંન્યાસના એલાનથી તેમના ચાહકો દુ:ખી છે.

સાનિયા મિર્ઝાએ આ અંગે કહ્યું હતું કે ‘મેં નિર્ણય કર્યો છે આ સિઝન મારો અંતિમ જ રહેશે. હું એક એક સપ્તાહ રમી રહી છું, અને ખબર નથી કે આખું સિઝન રમી શકીશ કે નહીં. જોકે મારી ઈચ્છા તો છે જ આ આખું સિઝન રમી શકું.’

સાનિયા અને યુક્રેનની તેમની સાથી નાદિયાએ ઑસ્ટ્રેલિયન ઓપનમાં પહેલા જ રાઉન્ડમાં હારનો સામનો કરવો પડ્યો છે. જોકે સાનિયા હજુ ગ્રેન્ડસ્લેમના મિક્સ્ડ ડબલ્સમાં અમેરિકાના રાજીવ રામ સાથે હિસ્સો લેશે.