Abtak Media Google News

પેડક રોડ અને સંતકબીર રોડ પર 18 શેરડીના ચિચોડાવાળાને ત્યાં ચેકીંગ: ફૂડ લાઇસન્સ મેળવી લેવા નોટિસ

ઉનાળો આરંભ થતાંની સાથે જ શહેરમાં દરેક ચોકમાં શેરડીના રસના ચિચોડા શરૂ થઇ ગયા છે. ફૂડ લાઇસન્સ લીધા વિના જ શેરડીના રસનું બેફામ વેંચાણ કરવામાં આવી રહ્યું છે. આજે પેડક રોડ અને સંતકબીર રોડ પર શેરડીના રસના 18 ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. તમામને ફૂડ લાઇસન્સ સંદર્ભે નોટિસ આપવામાં આવી છે.

આજે હાથ ધરવામાં આવેલા ચેકીંગ દરમિયાન મોમાઇ રસ ડીપો, ધરતી મિઠાસ, મહાકાળી રસ ડીપો, મહાદેવ રસ સેન્ટર, દ્વારકાધીશ રસ ડીપો, શિવુ રસ ડીપો, જલજલાટ રસ ડીપો, દ્વારકાધીશ રસ સેન્ટર, બાપા સીતારામ રસ, જય માતાજી રસ, શ્રી ચામુંડા રસ, બાપાસીતારામ રસ, સીતારામ રસ, ખોડીયાર રસ, ઉમિયાજી રસ, ભોલે જ્યુસ, ગાત્રાળ રસ અને શિવ રસ સેન્ટરને ફૂડ લાઇસન્સ મેળવવા માટે નોટિસ આપવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.