Abtak Media Google News

પેઢી દર પેઢી લક્ષણો સંસ્કારોનું વહન ‘લોહી’થી થાય છે

આપણા શરીરના તમામ અવયવોને વ્યવસ્થિત રીતે ચાલુ રાખવા માટે લોહી તેની જરૂરીયાત મુજબના ઓકિસજન ગ્લુકોઝ સહિતનો જથ્થો પરિવહન કરે છે. આપણો સમાજ આપણી સંસ્કૃતિ પર ટકી રહ્યો છે. આપણી સંસ્કૃતિ અલગ છે. કેટલાક લોકોમાં વંશવારસાગત સંસ્કારો હોય છે. જે લોકોના લોહીને આભારી હોય છે.

માનવ શરીરને લોહી તેનાં શરીરના કોશિકાઓને પોષક અને પ્રાણવાયુ જેવા જરૂરી તત્વો પુરા પાડે છે અને તેજ કોશિકાઓમાંથી બગાડનો નિકાલ કરતું શારીરિક પ્રવાહી છે.

કરોડ અસ્થિધારીઓમાં તે બ્લડ પ્લાઝમાં નામના પ્રવાહીમાં વચ્ચે તરતા રકતકણોનું બનેલું છે. પ્લાઝમાં મા પપ ટકા લોહી પ્રવાહી હોય છે. અને તે મહદ અંશે (૯૦ ટકા જેટલા પ્રમાણમાં) પાણી હોય છે. તે પ્રવાહી ગ્લુકોઝ, ખનીજ આર્યન અંત: સ્ત્રાવ કાર્બન ડાયોકસાઇડ, પ્લેટ લેટસ અને રકતકણો ધરાવે છે. જેને આર.બી.સી. અથવા એરિથ્રોસાઇટસ પણ કહે છે. શ્ર્વેત કણ, લ્યુકોસાઇટસ અને પ્લેટલેટસનો સમાવેશ થાય છે.

કરોડ અસ્થિધારી પ્રાણીઓમાં લોહીમાં લાલ રકતકણ હોય છે. આ રકતકણા હિમોગ્લોબિન લોહતત્વ ધરાવતા પ્રોટીન ધરાવે છે. તે શ્ર્વસન વાયુ સાથે જોડાઇને રકતમાં ઓકિસજનની દ્વાવ્યતામાં વધારો કરે છે. અને તે આખા શરીરમાં ઓકિસજન પરિવહનમાં મદદ કરે છે. આનાથી વિપરીત કાર્બન ડાયોકસાઇડનું વહન પ્લાઝમાં દ્વારા થાય છે. હિમોગ્લોબિનમાં ઓકિસજન ભળે છે ત્યારે લોહી લાલ રંગનું બને છે.

શરીર પર કવચ કે ભીંગડા ધરાવતા પ્રાણીઓ પ્રાણવાયુના વહન માટે હિમોગ્લોબિનની જગ્યાએ હિમોકેનિનનો ઉપયોગ કરે છે. કીડી જેવા જીવજંતુ લોહીના સ્થાને હિમોલિમ્ફ તરીકે ઓળખાતા પ્રવાહીનો ઉપયોગ કરે છે. આનો તફાવતએ છે કે રૂધિરાભિસરણ તંત્રમાં સમાવિષ્ટ હોતા નથી. મોટાભાગના જંતુઓમાં ‘રકત’પ્રાણવાયુનું વહન કરતા હિમોગ્લોબિન જેવા કણો ધરાવતું નથી, એનું કારણ પ્રાણવાયુના વહન માટેના શ્ર્વસન તંત્ર માટે તેમના શરીર અત્યંત  નાના હોય છે.

હ્રદય ધબકવાની પ્રક્રિયા દ્વારા રકતવાહિનીઓ માફરતે સમગ્ર શરીરમાં રકતનું વહન થાય છે. ફેફસા ધરાવતા પ્રાણીઓમાં ધમનીમાં વહેતું રકત શ્ર્વાસ દ્વારા લેવાતા પ્રાણવાયુને શરીરની કોશિકાઓ સુધી પહોચાડે છે, નશોમાં રહેતું રકત ચયાપચયની પ્રક્રિયામાં કોશિકાઓ દ્વારા બનતાં નકામા ઉત્પાદન અંગારવાયુને કોશિકાઓમાંથી ફેફસામાં અને ત્યાંથી ઉચ્છવાસ સુધી લઇ જાય છે. કાર્બન મોનોકસાઇડએ અત્યંત ઘાતક હોય છે.

તેથી ઓછું હિમોગ્લોબિન પ્રાણવાયુ સાથે જોડાવા મુકત હોય છે, અને ઓછા પ્રાણવાયુનું રકતમાં વહન થઇ શકે છે, તેથી જ ઓછા હવા ઉજાશ ધરાવતાં બંધ ઓરડામાં પ્રગટાવેલો અગ્નિ અત્યંત ઘાતક અડચણો ઉભી કરે છે. તમાકુ ધુમ્રપાન વખતે પણ કેટલાક કાર્બન મોનોક સાઇડ હિમોગ્લોબિન સાથે જોડાઇ જાય છે. પ્રાચીન ગ્રીન વૈદકમાં લોહીને હવા વસંત અને આનંદી અત્યંત આતુર વ્યકિતત્વ સાથે સાંકળવામાં આવ્યું છે. તે માત્ર યકૃત દ્વારા જ બની શકે છે તેવું પણ મનાતું હતું. હિપોક્રેટિક વૈદકમાં લોહીને શરીરનાં ચાર પ્રવાહી તત્વોમાંં એક ગણવામાં આવતું હતું,  શરીરના અન્ય ત્રણ પ્રવાહી તત્વોમાં એક ગણવામાં આવતું હતું. શરીરના અન્ય ત્રણ પ્રવાહી તત્વોમાં કફ-પીળો પિત્ત અને કાળા પિત્તનો સમાવેશ થતો હતો.

પ્રાણીઓમાં માત્ર કાચિંડો લીલું રકત ધરાવે છે

લોહી ચડાવવાનું હોય ત્યારે માનવ રકતદાતા પાસેથી જ રકતદાન મેળવવામાં આવે છે માનવ રકતના પ્રકાશમાં એબીએ જાુથ માળખું અને હેસીસ રકત જાુથ માળખુ સૌથી વધારે મહત્વનું છે. બ્લડ ચડાવતી વખતે ક્રોસ મેચીંગ કરાય છે. જો મેચ ન થાય ને તે બ્લડ ચડી જાય તો ગંભીર મુશ્કેલી ઉભી થાય છે. અંત: નળીયો રીતે સંચાલન થતું  હોય તેવા અન્ય રકત ઉત્પાદનનો પ્લેટ લેટસ પ્લાઝમા કાયોપ્રેસિપિટેટ અને કેટલાક લોહી ગંઠાવી દેતા ચોકકસ મિશ્રણો છે. આજે લોહિની વિવિધ સાત હજારથી વધુ તપાસ થાય છે આ તપાસને કારણે ચોકકસ નિદાન સારવાર થતાં દર્દીની ઝડપી રીકવરી થાય છે.

કુદરતની અમૂલ્ય ભેટ ‘લોહી’માં શું હોય છ?

આપણું લોહી જુદા જુદા ઘટકોનું બનેલું છે.તેનો પ્રવાહી ભાગ રૂધિર રસ કે પ્લાઝમાં કહેવાય છે. લોહીમાં પપ થી ૬૦ ટકા પ્લાઝમાં અને પ્લાઝમાં ૯ર ટકા ભાગ પાણી છે. બાકી ૮ ટકા પ્રોટીન, સુગર, ફેટ, વિટામીન અને અન્ય પોષક તત્વો હોય છે. લોહીમાં ૪૦ થી ૪૫ ટકા કોષો હોય છે, જેમાં રકતકણો શ્ર્વેતકણો ત્રાકકણોનો સમાવેશ થાય છે જે શરીરને ચેતનવંતુ અને તંદુરસ્ત રાખે છે. પુરૂષમાં ૭૬ મી.લી. પ્રતિ કિલો તો સ્ત્રીમાં ૬૬ મી.લી. પ્રતિ કિલો લોહી હોય છે. પુરૂષોમાં ર૬ મી.લી. અને સ્ત્રીઓમાં ૧૬ મી.લી. જરૂરિયાત કરતા વધારે રકત હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.