Abtak Media Google News

કેટલાક લોકો આદુનો ઉપયોગ મસાલાના રૂપમાં કરે છે. તો કેટલા ગાર્નિશિંગ માટે. તેના ફ્લેવરથી ભોજનનો સ્વાદ વધી જાય છે. આદુંને ઘણી રીતે ખાઈ શકાય છે પણ ચામાં તેનો ઉપયોગ વધારે ફાયદાકારી હોય છે.આદુંની ચાની સાથે-સાથે આદુંનું પાણી પણ સ્વાસ્થય માટે લાભકારી હોય છે.

આદુનું પાણી ડાયબિટીઝના દર્દીઓ માટે ખૂબ લાભકારી હોય છે. તેના નિયમિત સેવનથી શરીરનું બ્લડ  શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. એટલું જ નહી તેનાથી સામાન્ય લોકોમાં ડાયબિટીઝ થવાનો ખતરો પણ ઓછો થાય છે.

આદુનું પાણી શરીરમાં ડાઈજેસ્ટિવ જ્યૂસને વધારે છે. તેના સેવનથી પાચન ક્રિયામાં સુધાર આવે છે. આદુંના પાણીથી શરીરમાં મેટાબાલ્જિમ ઠીક રહે છે. તે રોજ પીવાથી શરીરનો વધારાનો ફેટ  ખત્મ થઈ જાય છે.

આદુનું પાણી શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતા વધારે છે . દરરોજ તેને પીવાથી શરદી-ખાંસી અને વાયરલ ઈંફેકશન જેવા રોગના ખતરો ઘટી જાય છે.  આ  સિવાય આ કફની સમસ્યાને પણ દૂર કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.