Abtak Media Google News

ખાવામાં બટાકા ન હોય તો વાત ન બને . કોઇના કોઇ રૂપમાં બટાકા થાળીમાં સામેલ થઇ જાય છે. કયારેક શાક રૂપે તો કયારેક ચિપ્સ કે ફ્રેંચ ફ્રાઇજના રૂપમાં બટાકાના ફકત ખાવામાં જ નહી પરંતુ સાફ-સફાઇના સાથે ઘરના અન્ય કામોમાં પણ કારગર છે.

કાટ હટાવે મિનિટોમા : 

બટાકામાં ઓક્જેલિક એસિડ હોય છે આથી તમે આનો ઉપયોગ લોખંડના વાસણમાંથી કાટ કાઢવા માટે કરી શકો છો. આ લોખંડના વાસણમાંથી કાટ કાઢી તેને સાફ કરી આપે છે. જો ધાતુના સામાન ઉપર કાટના નિશાન વધારે ઘાટા હોય તો બટાકા ઉપર મીઠું લગાવી ઘસો. પણ આ રીતમાં ધ્યાન રાખો કે વાસણ ઉપર ડાઘા ન પડી જાય.

કાંચને ચમકાવવા માટે :  

કાંચને ચમકાવવા માટે પણ બટાકાનો પ્રયોગ થાય છે. બટાકા ને કાંચ પર ઘસી સાફ કપડાથી લૂંછી નાખો.

બટાકાના બ્યુટી ફંડા :

– બટાકાનો રસ ચેહરાના ડાઘ અને કરચલીઓને દૂર કરવાના સાથે ચેહરાની રંગતમાં પણ નિખાર લાવે છે. આમાં રહેલ પોટેશિયમ સલ્ફર ફોસ્ફરસ અને કેલ્શિયમની માત્રા ચેહરાની સફાઇમાં મદદરૂપ બને છે.

– ચેહરા ઉપર નેચરલ ગ્લો માટે અઠવાડિયામાં એક વાર બટાકાનો ફેસ માસ્ક લગાવવો જોઇએ. કાચા બટાકાનો પેસ્ટ બનાવી ચેહરા ઉપર લગાવો અને એક કલાક પછી ચેહરો ધોઇ લો.

– બટાકામાં એંટી ઇંફ્લેમેંટ્રી એટલે કે સોજો દૂર કરવાના તત્વો હોય છે. જો આંખો સૂજી ગઈ હોય તો સોજો દૂર કરવા બટાકાના સ્લાઈસનો ઉપયોગ કરી શકો છો.

– હળદર કે બીટ કાપવાથી હાથ પીળા કે લાલ થઇ ગયા હોય તો તેના પર બટાકા કાપીને ઘસવાથી હાથ સાફ થઇ જશે.

એંટી સેપ્ટીક રૂપે :

શરીરનો કોઇ ભાગ બળી ગયો હોય તો તે સ્થાને બટાકા ને કાપી લગાવી દો આરામ થશે. શરીરમાં કોઇ જગ્યાએ ખંજવાળ થતી હોય તો તેના પર બટાકા કાપી ઘસી લો.

જયારે સ્વાદ બગડી જાય : 

જો સૂપ કે શાકમાં મીઠું વધુ પડી ગયુ હોય તો તેમાં બટાકાના નાના કટકાં કરી નાખો. શાક તૈયાર થયા પછી બટાકા કાઢી લો. શાકનો સ્વાદ યોગ્ય થઇ જશે.

જવેલરીની સફાઇ : 

જો તમારી ચાંદીની ઝાંઝર કે અન્ય કોઇ જવેલરી કાળી પડી ગઇ હોય તો તેને બટાકા બાફ્યા પછી બાકી રહેલ પાણીમાં ડુબાડી દો પછી કાપેલા બટાકાથી ઘસી દો, તે ફરીથી ચમકવા માંડશે.

ચામડાના બૂટ ચમકી જશે : 

ચામડાના બૂટ કે ચપ્પલ ઉપર પાલિશ કરતા પહેલાં તેના પર કાચા બટાકા કાપીને ઘસી થોડા સમય સુકાવી પાલિશ કરી લો એથી તમારા બૂટ નવા જેવા લાગશે.

સ્વાસ્થ્યનો ચમત્કાર :

માથાના કોર પર કાપેલા બટાકા ઘસવાથી માથાના દુ:ખાવામાં આરામ મળશે. ઘા વાગ્યા પછી લીલી પડી ગયેલ જગ્યા પર કાચા બટાકા વાટીને લગાવવાથી ફાયદો થશે અને ઘા ના દુ:ખાવા અને નિશાન પણ ગાયબ થશે. પાચન સંબંધી રોગોમાં કાચા બટાકાનો રસ બહુ ઉપયોગી હોય છે. કારણ કે આ આંતરડામાં થયેલ સોજામાં રાહત આપશે અને પાચન શક્તિને વધારશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.