Abtak Media Google News

શું તમને ખબર છે માતાનો પ્રેમ અને તેનું દર્દ કેટલું છે?

 દુનિયામાં રહેલી અનેક રચનાઓમાં દરેક વસ્તુ પોતાની પહેચાન તથા અસ્તિત્વ ધરાવે છે તેમજ તેમાં રહેલી અલગ ખૂબીઓ જ સૌથી અલગ પાડે છે પરંતુ તે રચનામાં રહેલો અંત એ તેની કમજોરી બની જાય છે સામાન્ય રીતે ભગવાને બનાવેલી આ અદ્ભુત રચનાઓમાં ગણાતી સર્વશ્રેષ્ઠ રચના એક સ્ત્રીને કરવામાં આવી છે જેનો દરરજો ઇશ્ર્વરથી પણ મોટો રાખવામાં આવ્યો છે પરંતુ શું તમે જાણો છો. શા માટે આટલુ મહત્વ પુરૂષને આપવામાં આવ્યો નથી. શા માટે સ્ત્રીની રચનાને આગવુ સ્થાન આપવામાં આવ્યું છે જાણીને આશ્ર્ચર્ય થશે કે સ્ત્રી તો એક કોમળ અને નાજુક સ્વરૂપ છે પરંતુ તેની સહન કરવાની ક્ષમતા અનેક ગણી હોય છે જ્યારે કોઇ સ્ત્રી પોતાના બાળકને જન્મ આપે છે. ત્યારે તેને થયેલુ દર્દ તેના બોડીમાં રહેલા બધા હાડકાના બ્રેક સમાન હોય છે.

ઉપરાંત જોવા જઇએ તો સામાન્ય માણસ આ દર્દને સહન કરવાથી તેનું સંભવ બની જાય છે. પરંતુ સ્ત્રી આ દર્દ સામે તેની રહેલી ભાવના અને મમતાઓને કારણે તેને જકડીને રાખે છે. તેમજ તેને સહન કરવાની ક્ષમતાને અનેક ગણી વધારે છે જેનો અંદાને માણસને હોતો નથી.

તેમજ સામાન્ય માણસ ૪૫ ડેલ યુનિટ જેટલુ દર્દ સહન કરવા સક્ષમ હોય છે જ્યારે સ્ત્રી જન્મ આપતી વખતે ૫૭ ડેલ યુનિટ જેટલુ દર્દે સહન કરે છે. જે ૨૦ હાડકા ફેક્ચર સમાન બની જાય છે. જેથી ભગવાને સ્ત્રીમાં રહેલ મમતા, દયા, કરૂણાની સાથે હિંમતવાન પણ બનાવી છે જેની તુલના થતા સહન ક્ષમતા દુનિયાના કોઇ માણસ સાથે થઇ શકતી નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.