Abtak Media Google News

માનવશરીરમાં ચાલીસીનો પડાવ એવો હોય છે. જેને વટાવ્યા પછી અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ સર્જાય છે. તેમાં પણ ખાસ કરીને સાંધાનો અને ઘુંટણનો દુ:ખાવો મુખ્ય છે. આ દુ:ખાવા વિશે એવી લોકમાન્યતા પ્રવર્તેલી છે કે આ સમસ્યા ખાટી ચીજોનું સેવન કરવાથી થાય છે. પણ શું ખરેખરઆ વાત સાચી છે? ચાલો જાણીએ કે તબીબોની શું રાય છે? આર્થરાઇટીંસમાં સાંધાનો દુ:ખાવો અકડાઇ જવું અને સોજો આવી જવા જેવી મુશ્કેલીઅ સર્જાય છે. આ તકલીફો લોહીમાં યુરીક એસિડ વધવાથી થાય છે. આશરે 100 પ્રકારના આર્થરાઇટીસ થાય છે.

આર્થરાઇટીસને અન્ય એક નામ ‘વા’ તરીકે પણ ઓળખવામાં આવે છે.ભારતમાં ઓસ્ટોઆર્થરાઇટીસ સૌથી વધારે સામાન્ય ગણાય છે. અને તેનાથી આશરે રપ ટકા લોકો પીડીત છે. તેવી જ રીતે પુરૂષોની સરખામણીએ મહિલાઓમાં આ સમસ્યા વધારે હોય છે. આ રોગમાં શરીરના સાંધામાં ગાંઠો થઇ જાય છે. તેથી તે ગઠીયા તરીકે પણ ઓળખાય છે. આર્થરાઇટીસમાં ભોજનને લઇને અનેક માન્યતાઓ છે. લોકોમાં તેના વિશે દ્રઢતા છે ગઠીયા અથવા તો સાંધાનો દુ:ખાવો ખાટા ફળો અથવા પદાર્થ ખાવાથી વધી જાય છે. પણ તબીબોનો મત છે કે આ લોકોની માન્યતા છે.

તો ચાલો આજે આ વાત પર વધુ પ્રકાશ પાડીએ કે સાંધાના દુ:ખાવામાં ખાટા ફળો લેવા જોઇએ કે નહીં? અને સાથે એ પણ જાણીશું કે ગઠીયા પીડીત વ્યકિતએ કયાં કયાં ફળો અથવા ખાદ્ય પદાર્થોનું સેવન કરવું જોઇએ. શું ખાટા ફળો સાંધાના દુ:ખાવામાં નુકશાનદાયી છે? આના જવાબમાં તબીબોનો મંતવ્ય એવું છે કે   આ એક માન્યતા છે. બલકે વિટામીન સી યુકત ફુડ સાંધાના દર્દમાં મદદરુપ થાય છે તેમાં પ્રથમ છે.

સાંધાના દુ:ખાવાને ઘટાડે છે

વિટામીન-સીથી ભરપુર ખાટા ફળોનું પાચન થયા બાદ સીદ્રિક એસીડ એલ્કલાઇનમાં પરિણમે છે. વિટામીન-સી એન્ટી એમ્ફલામેટરી હોય છે. જે સાંધાનો દુ:ખાવો ઘટાડે છે. વિટામીન-સીમાં એન્લ્જેસિક પ્રોપર્ટીઝ મળી આવે છે. જે ઓપિઓડસની જેમ કામ કરે છે. જે અનેક પ્રકારના દર્દોને ઘટાડે છે. અનેક મામલાઓમાં એવુ: પણ સામે આવ્યું છે કે જે દર્દી વિટામીન-સીનું સેવન નથી કરતાં તેની સાપેક્ષમાં સેવન કરનારમાં આર્થરાઇટીસ દ્વારા દર્દની સમસ્યા ઓછી જોવા મળે છે.

વિટામીન-સી સાંધામાં સોજો ઘટાડે છે. રીડીયુસ ઇન્ફલેમેશન (સોજો) એક સામાન્ય સમસ્યા છે. સોજો આવી જવાથી એ અંગ અજીબ તો દેખાય જ છે સાથે તેમાંનો દર્દ પણ વધી જાય છે. સાંધા પરના સોજાને ઘટાડવામાં વિટામીન-સી સારુ કાર્ય કરે છે. વિટામીન-સી માંથી મળી આવતા સુક્ષ્મ પોષક તત્વો સાંધામાના દર્દના સોજાને ઘટાડે છે.

કોલેજનનો સ્ત્રાવ વધારે

વિટામીન-સી સી ક્રિએશનને પણ બુસ્ટ કરે છે. જેને કોલેજન તરીકે ઓળખવામાં આવે છે. કોલેજન એક પ્રકારનું પ્રોટીન હોય છે. જે સ્વસ્થ સાંધા માટે જરુરી છે. પણ તબીબોનું કહેવું છે કે ગ્રેપફુટ આર્થરાઇટીસના દર્દીઓએ ન લેવું જોઇએ કારણે તેનાથી સાંધામાં સમસ્યા થઇ શકે છે. તો પછી અહીં સવાલ એ થાય છે કે સાંધાના દુ:ખાવાના દર્દીઓએ કયા ફળોનું સેવન કરવું જોઇએ એ પણ જાણવું જરુરી છે.સંતરા, તરબુચ અને દ્રાક્ષ, મોસંબી જેવા ફળો ખાવા હિતાવહક છે. તેમજ અન્ય ખાદ્ય પદાર્થોમાં બ્રોકલી, ડ્રાય.ફુટસ પાલક, પણ લાભદાયી છે. તેવી જ રીતે આર્થરાઇટીસમાં શું ન ખાવું જોઇએ? ખાટા ફળો તથા પદાર્થો જેમ કે ટમેટા, દહી, અથાણુ આલ્કોહોલ, વિનેગાર વગેરેનું સેવન ન કરવું જોઇએ. કારણ કે તેનાથી વાત દોષ વધે છે. આર્થરાઇટીસના આશરે 100 પ્રકાર છે. સાંધાનો દુ:ખાવો શિયાળામાં વધુ કષ્ટદાયી હોય છે. પરંતુ યોગ્ય ખાનપાનથી આ પરેશાનીથી છુટકારો મેળવી શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.