Abtak Media Google News

દરરોજ કસરત કરવાથી શરીરમાં ઘણાં બધા ફાયદા થાય છે. દરરોજ જિમ અથવા બગીચામાં પરસેવો વહેડાવવો એ પોતાનાં શરીરના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. કેમ કે પરસેવાના માધ્યમથી શરીરનાં વિષાકત તત્વો બહાર નીકળતા જ અનેક ઘાતક બીમારીઓથી આપ દૂર રહી શકો છો. ત્યાં જ બીજી બાજુ એનર્જીને ગરમ કરી આપણા શરીરની ફિટનેસ પણ એકદમ સંતુલિત અવસ્થામાં જળવાઇ રહે છે.

કસરતમાં અનેક ફાયદા છે. પરંતુ અત્યારે જે વિશે આપને વાત કરી છીએ તે આપનાં લૂક અને બ્યૂટીને લઇને છેે. કસરત કરવાથી માત્ર આપને માનસિક અને શારિરિક સ્વાસ્થ્યનો લાભ જ નથી મળતો પરંતુ આનાં કારણે આપની સુંદરતામાં પણ વધારો થાય છે.

તો આવો જાણીએ કેવી રીતે….

પહેલા બધી જ સ્ત્રીઓ હોય કે પુરુષો બધા પોતાના ચહેરા પ્રત્યે વધુ સજાગ હોય છે. ખાસ કરીને સ્ત્રીઓ.

– ખીલથી છુટકારો :

નિયમિત રીતે જો વ્યાયામ કરવામાં આવે તો તે શરીરમાં લોહીનાં પરિભ્રમણને વધુ અસરકારક બનાવે છે. આનાં લીધે લોહીનાં માધ્યમથી પર્યાપ્ત માત્રામાં ઓક્સિજન ત્વતાને પ્રાપ્ત થાય છે. આનાં સિવાય વ્યાયામથી શરીરની અંદર રહેલા વિષાકત તત્વ પણ બહાર નીકળી આવે છે. કે જે શરીર માટે ફાયદાકારક છે. કસરત દ્વારા નીકળતો પરસેવો એ રોગછીદ્રોને ચામડી પર થતી કરચલીઓને થતી રોકે છે.

– તુરંત ચમકતી ત્વચા :

આપ જ્યારે પણ કસરત કરતા હોય ત્યારે આપનું હદ્ય ઘણી તેજીથી ધડકવા લાગે છે. જેનાંથી આપના શરીરનાં દરેક ભાગમાં લોહીનો પ્રવાહ વહેવા લાગે છે. આવી અવસ્થામાં આપની ચામડીને વધારે સરસ ઓક્સિજનેટેડ લોહીનો પૂરવઠો હોય છે. આનાં કારણે આપની ચામડી ગ્લો કરવા લાગે છે.

– કરચલીઓથી છૂટકારો :

દરરોજ કસરત કરવાથી શરીરમાં સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલનું સ્તર નિયંત્રિત રહે છે. કોર્ટિસોલની અધિકતા સીલમ પ્રોડક્શનને વધારવાનું કામ કરે છે. જેને કારણે સ્કિલ્સ થાય છે. એવામાં દરરોજ જો કસરત કરવામાં આવે તો આનાંથી સીબમનું ઉત્પાદન ઓછું થાય છે કે સ્કિલ્સને ઓછા કરવામાં મદદ કરે છે.

– વાળ માટે જરુરી :

કસરતમાં કારણોસર બ્લડ ફ્લોમાં પણ ઘણો સુધારો થઇ શકે છે. કે જે તમારા વાળની વૃદ્વિ અને મજબૂતિમાં મદદ કરે છે. કસરત આપનાં તણાવને પણ દૂર કરે છે કે જે વાળને ખરતા અટકાવવા માટે પણ ઉપયોગી બને છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.