Abtak Media Google News

હિમાંશુ ઠક્કર ની વિદ્યાનગર મેઈન રોડ રાજકોટ સ્થિત કાન નાક ગળા ની હોસ્પિટલમાં એક ખુબજ અનોખો કેસ આવ્યો નાના બાળકો રમતા રમતા નાક માં કાંઈક નાખી દે ત્યારે કેવી ગંભીર પરિસ્થિતી માં મુકાઈ જાય તેવોજ એક કિસ્સો સામે આવ્યો ખુશી ઉપેન્દ્ર પ્રસાદ નામની દોઢ વર્ષ ની બાળકી રમતા રમતા નાક માં સેફ્ટી પિન નાખી ગઈ અને જયારે તેની માતા એ  તે નાક માં ફસાયેલ પિન ઘરે કાઢવાની કોશિશ કરી તયારે બાળકી એ ઊંડો શ્વાસ લઈ લેતા તે સેફ્ટી પિન નાક માંથી ખુબજ ઊંડે ઉતરી ગઈ.

Advertisement

998Ac5Fe 58E1 4A2C 9B4D 1C20746A2002

ઉપેન્દ્ર પ્રસાદ  બાળકી ના પિતા મૂળ  બિહાર પટના ના રહેવાસી અને હાલમાં રાજકોટ ખાતે કારખાના માં કારીગર તરીકે કામ કરે છે તે બાળકી ને તાત્કાલિક ડો હિમાંશુ ઠક્કર પાસે લઈ આવ્યા અને એક્સરે કરાવતા માલુમ પડ્યું કે સેફ્ટી પિન છેક નાક ની પાછળ ઊંડે તાળવા માં ફસાઈ ગઈ છે.ડો ઠક્કરે તાત્કાલિક દૂરબીન વડે 3 સેન્ટિમીટર મોટી સેફ્ટી પિન કાઢી આપી બાળક ની જિંદગી બચાવી હતી.આ કેસ ની વિકટ પરિસ્થિતિ એ હતી કે બાળકી ની ઉમર માત્ર દોઢ વર્ષ તેથી નાક નું કાણું ખુબજ સાંકડું હોય તેવાં માં દૂરબીન વડે ઊંડે ફસાયેલ સેફ્ટી પિન કાઢવી એ ખરેખર ખુબજ નિપુણતા માંગી લે છે .

Screenshot 1 12

જો આ પિન હજુ ઊંડે શ્વાસનળી માં ઉતરી ગઈ હોત તો બાળકી નો જીવ જોખમ માં મુકાઈ તેવી પરિસ્થિતી સર્જાઈ પરંતુ આવા અનેક ઓપરેશનો સફળતા પૂર્વક પાર પાડવા માં માહિર એવા ડો હિમાંશુ ઠક્કરે પોતાની આગવી સુજ અને કુનેહ થી બાળકી ને નવજીવન આપ્યું.દર્દી ના પરિવારજનો એ ડો હિમાંશુ ઠક્કર નો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.હોસ્પિટલ નું સરનામું ડો ઠક્કર ઇએન્ટી એન્ડ ડેન્ટલ હોસ્પિટલ.202 લાઈફ લાઈન બિલ્ડીંગ વિદ્યાનગર મેઈન રોડ રાજકોટ.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.