Abtak Media Google News

Table of Contents

રાજકોટમાં સતત વધી રહેલા કોરોનાના કેસોના કારણે ચેપ લાગવાની સતત સંભાવના વચ્ચે તમામ ક્ષેત્રના તબીબો દર્દીનારાયણની સેવામાં ખડેપગે કાર્યરત છે

વિશ્ર્વભરમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાયરસને ફેલાતો અટકાવવા કેન્દ્ર સરકાર દ્વારા દેશવ્યાપી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ લોકડાઉનમાં સમગ્ર દેશમાં જીવન જરૂરી સિવાયના તમામ ધંધા વ્યવસાયો, સેવાઓ બંધ છે. જયારે સેવાનો પર્યાય ગણાતા ડોકટરો કોરોનાનો શિકારબ ની જવાની સંભાવના વચ્ચે પણ દર્દીનારાયણની સેવાઓ માટે સતત કાર્યરત છે. દેશ પર આવી પડેલી આ મુશ્કેલી મેડીકલ ફીલ્ડને લગતી હોય દેશભરના ડોકટરો, મેડીકલ સ્ટાફ પ્રથમ હરોળમાં આવીને કોરોના વાયરસના સંક્રમણને ખાળવા જંગ લડી રહ્યા છે.

Advertisement

દેશ અને રાજયભરમાં ઝડપભેર ફેલાય રહેલા કોરોના વાયરસના ચેપ અને તેને રોકવા કેન્દ્ર સરકારે જાહેર કરેલા લોકડાઉનના કારણે મેડીકલ ક્ષેત્રના વિવિધ વિભાગોમાં અલગ અલગ અસરો પહોચવા પામી છે. માનવ જીવન હણી લેનારા રોગોની સારવાર કરનારા ક્રિટીકલ કેર નિષ્ણાંત ડોકટરોની ભૂમિકા અતિ મહત્વપૂર્ણ થઈ જવા પામી છે. કેન્સર જેવા રોગોનાં નિષ્ણાંત ડોકટરોની કામગીરી પણ વધી જવા પામી છે. જયારે લોકડાઉનના કારણે લોકો ઘરમાં જમતા હોય અને વ્યસનો ઓછશ થઈ જવાના કારણે પેટ અને આંતરડાના રોગોના નિષ્ણાંત ડોકટરોની કામગરી ઘટી જવા પામી છે. ઉપરાંત વાહન વ્યવહાર નહિવત થઈ જવાથી અકસ્માતોનું પ્રમાણ ઘટી જવાના કારણે ઓથોપેડીક ડોકટરોની કામગીરી પણ ખૂબજ ઓછી થ, જવા પામી છે. તેમ છતાં તમામ ક્ષેત્રના ડોકટરો તેમના ક્ષેત્રની કોઈપણ ઈમરજન્સી સારવાર માટે લોકડાઉન વચ્ચે પણ ખડે પગે સેવા બજાવી રહ્યા છે.

ઘરે જમવા અને વ્યસન ઓછા થવાથી પેટની બિમારીની ફરિયાદો ઘટી: ડો. પ્રફુલભાઇ કમાણી

Vlcsnap 2020 04 09 09H05M45S249

વોકહાર્ટ હોસ્પિટલના ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટ ડો. પ્રફુલભાઇ કમાણીએ અબતકને આપેલી ખાસ મુલાકાત જણાવ્યું હતું કે હાલમાં રેટીન ઓપીડી ઓછી કરીને ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખવામાં આવી છે. જેથી અમારી કામગીરી ૬૦ ટકા જેટલી થઇ જવા પામી છે. સવારે ૯ થી ર વાગ્યા સુધી ઓપીડી ચાલુ રાખવામાં આવી છે. કારણ કે, પેટની બીમારી માણસ લાંબા સમય સુધી સહન ન કરી શકે સતત ઝાડા ઉલ્ટી થવાથી દર્દીને નબળાઇ આવી જાય છે. તેથી ઓપીડી ચાલુ રાખવામાં આવી છે ઉપરાંત જે તે દર્દીનું પહેલા કોરોના માટેનું ચેકઅપ કરવામાં આવે છે. હાલમાં લોકડાઉનમાં બહારનો ખોરાક, પાનબીડી અને આલ્કોહોલ બંધ થતા સામાન્ય રોગો જેવા કે ગેસ, અપચા ના દર્દીઓ આવતા જ નથી. આ લોકડાઉનમાં આપણે વ્યસનને છોડીશું તો તે જીવનભર માટે છોડી શકાશે. આગામી સમયમાં બહારનું જમવાની આદત પણ કયાંક ઓછી થઇ જશે.  જો લોકો વ્યસન છોડશે તો લીવર, હોજરી, આંતરડાની બીમારી ઓછી થઇ જશે હાલમાં લોકડાઉનમાં નુકશાનકારક વસ્તુનું સેવન ઘટી જવા પામ્યું છે. જે સમાજ માટે લાભદાયી છે તેમ ડો. કમાણીએ જણાવીને ઉમેર્યુ હતું. કે બધા પોતાની રીતે જાતની કાળજી રાખે અને લોકડાઉન પાલન કરે તો કોરોનાને લડત આપી શકાશે. હાલના સમયમાં ઠંડા પીણા, આઇસ્ક્રીમને ટાળી ગરમ ખોરાક લેવો જોઇએ. આ ઉપરાંત વાસી ખોરાકને ટાળીને ઘરનું ગરમ ભોજન લેવું જોઇએ. હાલમાં નવરાશનો સમય મળ્યો છે તેમાં સવારે ૯ થ ર ઓપીડી હોય છે. અને ત્યારબાદ ઘરે પત્ની બાળકો અને પરિવાર સાથે સમય વિતાવું છું. જેમ જણાવીને ડો. કામાણીએ અંતમાં ઉમેર્યુ હતુ કે હું સાંજે મારા પત્નીને રસોડામાં મદદરુપ થાવ છું તેમાં લસણ ફોલવાની કામગીરી  મને સર્જરી કરવા કરતા પણ

અધરી લાગે છે પંદર વર્ષની મેરેજ લાઇફમાં પહેલી વખત આવો સમય મળો છે. ખરેખર મહિલાઓને નિયમિત એકને એક જ કામ કરવાનું હોય છે જે કામ અધરું છે. હાલના નવરાશના સમયમાં દરેકે પોતાના પત્નીને મદદરુપ થવું જોઇએ.

કેન્સર પણ કોરોના જેટલું જ ઘાતક હોય સમયસર સારવાર જરૂરી: ડો. ગૌતમ માંકડીયા

Vlcsnap 2020 04 09 09H04M42S122

રાજકોટની જાણીતી શાશ્ર્વત હીમેટો ઓન્કો હોસ્પિટલના કેન્સર અને લોહીના રોગોના નિષ્ણાંત ડો. ગૌતમ માંકડીયાએ અબતકને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે કોરોના વાઇરસની કેન્સરના દર્દીઓને ચેપ લાગવાની શકયતાઓ વધારે હોય છે. એક તો દર્દીને કીમોથેરાપી આપીએ તેના કારણે દર્દીની રોગ્રપ્રતિકારક શકિત ઓછી થતી હોય છે. ઉપરાંત વૃઘ્ધો ડાયાબીટીસની તકલીફ હોય હ્રદયની તકલીફ હોય તેવા લોકોને કોરોનાનો ચેપ લાગવાની શકયતા વધારે હોય છે. કેન્સરના દર્દીઓને કોરોનાનો ચેપ વધુ લાગવાની સંભાવના છે. અમે એકબીજા દર્દીનું ઇન્ફેકશન ન લાગે તે માટે વધુ દર્દીઓ ભેગા કરતા નથી બહાર ગામથી આવતા કિમોથેરાપીના દર્દીઓને પણ પ્રોપર ટાઇમીંગ પ્રમાણે બોલાવાતા હોય છે  આગામી સમયમાં જયારે લોકડાઉન ખુલે ત્યારે પણ દરેક દર્દીઓ એ પોતાની શિસ્ત જાળવવી પડશે. પોતાનું હાઇજીંગ મેન્ટેન કરવું જ પડશે. મેળાવડાઓ ઓછા કરવા પડશે. આપણે માનસીક રીતે તૈયાર રહેવું જોઇએ કે આ સમય ગાળો લાંબો ચાલશે જ લોકડાઉન ખુલ્લે ત્યારે ટ્રાવેલીંગ વગેરેમાં શિસ્ત જાળવવું જરુરી છે. કેન્સર અને કોરોના બન્ને ખતરનાક છે કેન્સરમાં પણ અમારે ઘ્યાન રાખવું પડતું હોય છે કે દરેક દર્દીને યોગ્ય સમય અને યોગ્ય સારવાર આપવી પડતી હોય છે. કોરોના પણ એટલું જ જીવલેણ છે. ત્યારે કોરોનાને કારણે કેન્સરના દર્દીની સારવાર અટકાવવી યોગ્ય નથી. લોકડાઉનના કારણે અત્યારે વ્યસન મુકિતનું અભિયાન ઘણા ખરા અંશે સફળ થતું હોય તેવું લાગે છે. લોકડાઉન જયારે પણ ખુલ્લે ત્યારે આપણે જે વ્યસન મુકત થયા છીએ એ તેમજ રહીએ આમાં જ આપણા પરિવારનું અને આપણું હીત રહેલું છે. સૌરાષ્ટ્રના મોટાભાગના કેન્સર મોઢા ગલોફા અને જીભના છે. જેનુ મુખ્ય કારણ વ્યસન છે તેમ જણાવીને ડો. માંકડીયાએ ઉમેર્યુ હતું કે લોકડાઉનના કારણે ઓપીડી બંધ છે. જેથી હાલ એ મારી નિયમિત નવરાના સમયમાં પરિવાર સાથે બેસીને જુની વાતો વાગોળીએ છીએ. રામાયણ, મહાભારત જેવી સીરીયલો જોઇએને સમય પસાર કરીએ છીએ.

નહિવત વાહન વ્યવહારના કારણે અકસ્માતો બંધ થઇ જતા ઓર્થોપેડિકસની ૮૦ ટકા કામગીરી ઘટી: ડો. હિરેન કોઠારી

Vlcsnap 2020 04 10 08H51M04S177

રાજકોટના જાણીતા ઓથોપેડીક નિષ્ણાત ડો. હીરેનભાઇ કોઠારીએ અબતકની મુલાકાતમાં જણાવ્યું હતું કે લોકડાઉનમાં વાહન વ્યવહાર બંધ છે જેના કારણે વાહન અકસ્માતના બનાવો શુન્ય થઇ ચૂકયા છે. લોકો બહાર નીકળતા નથી તેમની સલામતીનું ઘ્યાન રાખે છે જેના કારણે પણ વાહન અકસ્માત બીલકુલ નહિવત થઇ ચુકયા છે. ઉપરાંત ઇન્ડસ્ટ્રીયલ અકસ્માત બાંધકામં ક્ષેત્રે પણ અકસ્માત નહિવત થઇ ચુકયા છે. જેના કારણે ઓથોપેડીક ની એસી ટકા પ્રેકટીસ ઓછી થઇ જવા પામી છે. સામાન્ય અકસ્માતના કેસો જ માત્ર પ્લાસ્ટરથી સાજા થઇ શકે તેવા કેસો પણ ઓછા આવે છે. ઓથોપેડીકના જેટલા પણ ઓપરેશનનો કરવામાં આવે છે. તે એનેથેસીયા આપીને જ કરવામાં આવે છે. ત્યારે દર્દી એનેથેસ્ટી ડોકટર અને ઓપરેશનમાં રહેલા સ્ટાફ તમામ જોખમમાં મુકાઇ શકે છે. જો આપણે લોકડાઉન દરમ્યાન સમાજદારી પૂર્વક વર્તત નહી કરીએ તો મને એવું લાગે છે આથીંક રીતે ઘણું નુકશાન કરનાર પગલુ હોય શકે છે પણ જેને સામાજીક રીતે બિમારી ફેલાવવાનું મુખ્ય કારણ છે. આ કારણને આપણે જાળવી ન શકીએ તો મને એવું લાગે છે કે આપણે બીજા અમુક દિવસો માટે ચોકકસ લોકડાઉન જાણવવું પડશે કારણ કે લોકો  અત્યારે રાહ જોઇ રહ્યા છે. લોકડાઉન પુરુ થવાની સામાજીક મેળાવડાથી અને નજીકથી મળવાના કારણે થતો રોગ છે. આને હળવાસથી ન લેતા તમારા વ્યવસ્થામાં સરકારની માર્ગદર્શક હેઠળ કામ કરવું તેમજ થોડાક સમય ખાસ સામાજીક ડિસ્ટન્ટ જાળવી અને તમે તમારી જાત તે એના કરતા પણ વધારે તમારા પરિવારને અને સમગ્ર દેશને કોરોનાથી ફેલાવાતી માન આપવાના છે.

કોરોના સામે દેશભરનો મેડીકલ સ્ટાફ આગળ રહીને જંગ લડી રહ્યો છે: ડો. તેજસ કરમટા

Vlcsnap 2020 04 10 08H50M06S88

રાજકોટની ગોકુલ સુપર સ્પેશિયાલીસ્ટ હોસ્પિટલના ક્રિટીકલ કેર નિષ્ણાંત ડો. તેજસ કરમટા એ અબતકને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતુ કે હાલ કોરોનાના કારણે પરિસ્થિતિ વકરી છે. તેને અનુસરીને અમે શરદી, ખાંસી વાળા દર્દીઓની ઓપીડી અલગને રેસ્પીરીટી ઓપીડી ચાલુ કરી છે. આ ઓપીડી મુખ્ય બિલ્ડીંગથી દૂર બીજા બિલ્ડીંગમાં ચલાવી છીએ. આ ઓપીડી અમે સાવચેતી અને સલામતીની તકેદારી રાખીને કરી છીએ જો કોઈ દર્દીને તપાસતા એવું જણશય કે તેને કોરોનાની અસરમાં છે તો તેને ત્યાંથી જ આઈસોલેશન માટે સીવીલ હોસ્પિટલમાં મોકલી આપીએ છીએ સામાન્ય રોગના તેમજ મોટીઉંમરના દર્દીઓ કે જેમને ડાયાબીટીસ, બીપી છે અમે ફોન પર જ ક્ધસલ્ટન્ટ કરી આપીનો રેગ્યુલર દવા ચાલુ રાખવાની સલાહ આપી છીએ. હાલ કોવીડ ૧૯ની જે પરિસ્થિતિ છે એ એક આફત છે. સરકાર તેની સામે જજુમી રહી છે. આરોગ્ય લક્ષી પણ આ મોટી આફત છે. ત્યારે અમારા ડોકટરની ભૂમીકા ચાવી રૂપ બની રહે છે. સરકાર સાથે પણ અમે સતત સંપર્કમાં રહીએ છીએ કોવીડ ૧૯માં વધારે હોસ્પિટલ કેવી રીતેઉભી કરી શકે બેડની વ્યવસ્થા કરવાની તેમજ વેન્ટીલેટર કેમ વધારી શકાય સાથે ડોકટરની વિવિધ વિભાગની ટીમ ડિપાર્ટમેન્ટ વાઈઝ કેમ ઉભી કરી શકાય તેની ચર્ચા કરી છીએ.તેમ જણાવીને ડોકટર રાવે ઉમેર્યું હતુ કે લોકડાઉન ખોલવું એ પણ એક મુશ્કેલી ભર્યો વિષય છે. સરકાર માટે એ પણ જવાબદારી મોટી છે. આર્થિક, સામાજીક આ બધા માળખા વિખાય રહ્યા હોય સરકાર માટે પણ ખૂબજ મુશ્કેલ રૂપ નિર્ણય છે. હાલ ડોકટર તેમજ પૂરો મેડીકલ સ્ટાફ કોરોના સામેનીલડાઈમાં પહેલી હરોળમાં ઉભો છે. તેમની સલામતીની પ્રાર્થના સમગ્ર દેશ કરતું હોય છે.

પ્રેગ્નન્સી દરમિયાન રોગ પ્રતિકારક શકિત ઓછી થતી હોય હાઈ આઈવીએ ટ્રીટમેન્ટ બંધ રાખી છે: ડો. દર્શન સૂરેજા

Vlcsnap 2020 04 10 11H04M28S90

રાજકોટની અગ્રણી આઈવીએફ હોસ્પિટલ ગ્લોબલ ટેસ્ટ ટયુબ બેબી સેન્ટરના ડો.દર્શન સુરેજાએ અબતકને આપેલી ખાસ મુલાકાતમાં જણાવ્યું હતુ કે હાલ કોરોના વાઈરસને કારણે જે હાહાકાર મચી જવ પામ્યો છે. ત્યારે અમારા એશોસીએશન તરફથી અપાયેલીગ ઈડલાઈન મુજબ જે લોકો આઈવીએફ પ્રેગનેન્સી ટ્રીટમેન્ટ લેવા માંગતા હોય તેવા નવા દર્દીઓએ ટ્રીટમેન્ટ મોકૂફ રાખવી કારણ કે જયારે પણ પ્રેગનેન્સી રહે ત્યારે બહેનોની રોગપ્રતિકારક શકિત ઘટી જાય છે. અત્યારે રોગપ્રતિકારક શકિત જાળવી રાખવી જરૂરી છે. તેમજ જે દર્દીમાં ગર્ભ રહી ગયા છે. અથવાતો રહેવાની શરૂઆત હોય તેના અર્થ શુક્રાણુ ફીઝ કરાવી દેતા હોય છીએ જેથી પ્રેગનેન્સી તો રહે છે. પરંતુ માતાના સ્વાસ્થ્યને કોઈ તકલીફ થતી નથી લોક ડાઉનના હાલ સમયમાં અમે આઈવીએફ ની સારવાર બંધ રાખેલી છે. પ્રેગનેન્ટ મહિલઓને પોતાની કાળજી રાખીને બહાર નીકળવું નહી ઘરની કોઈ વ્યકિત બહાર જતો હોય તો પ્રેગનેન્ટ મહિલાએ વ્યંકિતને અડવું નહી તેનાથી દૂર રહે તે જરૂરી છે. લોકડાઉન પછી પણ યથાવત થતા વાર લાગશે. શરૂઆતનાં સમયમાં અમે તાત્કાલીક સારવારની

જરૂરીયાતવાળા હોય તેમને પ્રાધાન્ય આપીશુ લોક ડાઉનના કારણે અબારી ઓપીડી બંધ છે. જેથી ઘરે નવરાશનો સમય અમને મળે છે. કુદરતે તમને તમારા માટે સમય આપ્યો છે.અત્યારે પોતાની આંતરીક ઉર્જા વધારવાનો સમય મળ્યો અત્યારે વધારે પડતુ ટીવી સોશ્યલ મીડીયાનો ઉપયોગ કરવો ન જોઈએ વાસી ખોરાક ન લેવો જોઈએ પ્રાણાયમ કરવા ખૂબજ સારૂ છે. અને ખાસ કરીને હકારાત્મક વિચારધારા સાથે પ્રવૃત્ત રહેવું જોઈએ તેમ ડો. સુરેજાએ ઉમેર્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.