Abtak Media Google News

સુરેન્દ્રનગર નગરપાલિકા માં આવેલા મેલેરીયા વિભાગ પાવડી વિભાગ સફાઈ કર્મચારી તથા સેનિટેશન વિભાગ અને નગરપાલિકામાં અલગ-અલગ કચેરીઓમાં કામકાજ કરનાર 432 જેટલા કર્મચારીઓ બેઝ ઉપર કામ કરી અને પોતે નગરપાલિકામાં નાના-મોટા કામકાજ કરી અને પોતાનું પેટ ભરી રહ્યા છે.

સીધા કર્મચારીઓના ખાતામાં પગાર જમા કરવા માંગ

આ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કામ કરીે રહેલા કર્મચારીઓને લઘુતમ વેતન મુજબ પગારધોરણ આપવામાં આવતું હોવાની રાવ ફરિયાદ ઉઠવા પામી છે  કર્મચારીઓને અનિયમિત પગાર કરવામાં આવી રહ્યા છે અને છેલ્લા ત્રણ વર્ષથી  કામકાજ કરનાર કર્મચારીઓના પીએફ કપાયા છે પરંતુ તેમને પીએફની રકમ મળી નથી તેને લઈને નગરપાલિકામાં કામ કરનાર કોન્ટ્રાક્ટ બેજના કર્મચારીઓમાં રોષ ની લાગણી વ્યાપી જવા પામી છે.

કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ફરજ બજાવતા 432 જેટલા કર્મચારીઓ હાલમાં કોરોના જેવી મહામારી વચ્ચે આર્થિક સંકળામણ ભોગવી રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં પાલિકા દ્વારા જે ત્રણ વર્ષના પીએફની રકમ છે તે તેમને ચૂકવી આપવામાં આવે તેવી માંગણી કરી છે આ ઉપરાંત એક કર્મચારીમાંથી એક માસમાં 1693 રૂપિયાની ઉચાપત થતી હોવાની રાવ ફરિયાદ ઉઠવા પામી છે ત્યારે કોન્ટ્રાકટર તથા અન્ય લોકોના મિલીભગતના પગલે એક કર્મચારી દીઠ 1693 રૂપિયા ની એક માસમાં ઉચાપત થઇ રહી છે ત્યારે એક કર્મચારી દીઠ જો આટલી ઉચાપત થતી હોય તો લાખો રૂપિયાની એક માસમાં કાળી કમાણી ક્યાં જઈ રહી છે તે એક મોટો સવાલ મૂંઝવી રહ્યો છે કારણ કે નગરપાલિકાના કર્મચારીઓને સમયસર પગાર પણ ચૂકવવામાં આવતો નથી પીએફની રકમ તથા તેમને મળતા લાભો પણ આપવામાં આવતા નથી જેને લઈને હાલમાં કર્મચારીઓમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે. કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરી અને સીધા કર્મચારીઓના ખાતામાં પગાર જમા કરવામાં આવે તેવી માંગણી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.