Abtak Media Google News

સામાન્ય રીતે ભારત જેવા રુઢીવાદી દેશમાં આજે પણ દહેજ પ્રથા યથાવત છે જેમાં છોકરા વાળા મોઢે માંગી ડિમાન્ડ પુરી કરવામાં આવે છે તો એક એવા ન્યુઝ ફેલાણા હતા જેના આધારે આઇસલેન્ડની યુવતીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે. આમ જોઇએ તો આઇસલેન્ડ એક ખૂબ સુંદર જગ્યા છે. અને ત્યાંની યુવતીઓ તો એનાથી પણ વધુ સુંદર હોય છે. તો આવો જાણીએ કે એવા ક્યાં ન્યૂઝ વાઇરલ થયા જેનાથી યુવકો આઇસલેન્ડની યુવતીઓ સાથે લગ્ન કરવા પડાપડી કરવા લાગ્યા. આઇસલેન્ડની યુવતી સાથે લગ્ન કરશો તો મહિને ત્રણ લાખ રુપિયા અને ત્યાંની નાગરિકતા પણ મળશે.

આ પ્રકારનાં ન્યુઝ સૌ પ્રથા સોશિયલ મિડિયાની સ્થિરિટ વિસ્પર્સ નામની એક વેબસાઇટમાં આવ્યા હતા. જેમાં આ સ્કિમમાં ઉત્તર આફ્રિકાનાં લોકોને જ પ્રાથમિકતા આપવામાં આવશે તેવું દર્શાવ્યું હતું. અને બાદમાં આફ્રિકિ વેબસાઇટમાં આ મેસેજ ખૂબ વાઇરલ થયો હતો. બાદમાં આ ખબરની તપાસ કરવા Snopes.comવેબ સાઇટે કવાયત હાથ ધરી અને ખબરને ખોટી સાબિત કરી હતી. પરંતુ આ ખોટી ખબરનાં પગલે આઇસલેન્ડની યુવતીઓને ભારે મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવ્યો છે. જેમાં સોશિયલ મિડિયા પર હજુ પણ આ યુવતીઓને લગ્નનાં માંગાની ભરમાર સહેવી પડે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.