Abtak Media Google News

ભાજપ અને કોંગ્રેસના ૬૯-રાજકોટ પશ્ર્ચિમ બેઠકના ઉમેદવારોએ ફોર્મ ભરતી વખતે જાહેર કરી મિલકતો

૬૯-રાજકોટ પશ્ર્ચિમ બેઠક પરથી ચૂંટણી લડવા માટે ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને શહેર કોંગ્રેસ પ્રમુખ ઈન્દ્રનીલ રાજયગુરુએ ઉમેદવારી પત્રક ભર્યું છે. આ પ્રસંગે મુખ્યમંત્રી સાથે કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલી પણ ઉપસ્થિત રહ્યા હતા.મુખ્યમંત્રી વિજયભાઈ રમણીકલાલ રૂપાણીએ ફોર્મ ભરતી વખતે સોગંદનામામાં રૂ.૩.૪૫ કરોડની મિલકત જાહેર કરી છે. તેમજ તેમના પત્ની અંજલીબેન રૂપાણીની રૂ.૧.૯૭ કરોડ મિલકત જાહેર કરાઈ છે. વધુમાં ૨૦૧૬-૧૭માં આવકવેરાના રીટર્નમાં દર્શાવેલી વિજયભાઈની આવક ૧૮ લાખ છે. અંજલીબેનની આવક ૩.૩૭ લાખ છે.તેમની હાથ પરની રોકડ રૂ.૧,૨૮,૨૪૬ તેમજ એફયુએફના આશરે રૂ.૮,૦૫૦ છે. તેમની પત્નિની હાથ પરની રોકડ ૭૩,૭૫૭ છે. મોટર વાહનોમાં વિજયભાઈ પાસે રૂ.૧૪.૫૯ લાખની ઈનોવા, અંજલીબેન પાસે રૂ.૩.૨૫ લાખની વેગનઆર દર્શાવવામાં આવી છે. આ ઉપરાંત વિજયભાઈનું શેર અને મ્યુચીયલ ફંડમાં રોકાણ ૧ કરોડ ૮ લાખ તેમજ એફયુએફનું ૪૬.૪૯ લાખ અને અંજલીબેનનું ૧.૪૫ કરોડ જાહેર કરવામાં આવ્યું છે. વિજયભાઈની બેંકની થાપણોમાં રાજકોટ નાગરિક સહકારી બેંક સેવીંગ્સમાં રૂ.૧,૧૮,૮૦૫, બેંગ સેવીંગ્સ રૂ.૧૮૬૬, એસબીઆઈ સેવીંગ્સ રૂ.૨,૧૯,૬૪૩, ઓબીસી સેવીંગ્સ ગાંધીનગર રૂ.૬.૨૫ લાખ, એસબીઆઈ સેવીંગ્સ દિલ્હી રૂ.૪૩ હજાર, નાગરિક બેંક એફ.ડી. ૬.૩૦ લાખ, એસબીઆઈ એફડી ૩૫ લાખ, નાગરિક બેંક કરન્ટ એકાઉન્ટ ૧.૫૭ લાખ, નાગરીક બેંક ડિપોઝીટ રૂ.૯૭ હજાર, એસ.કે.એસ.ઈ ડિપોઝીટ ૫ લાખ દર્શાવવામાં આવી છે.આ ઉપરાંત નેશનલ સેવિંગ્સ સ્કીમ હેઠળ પીપીએફમાં ૩.૮૪ લાખ, એલઆઈસી એસ.વી.માં ૧૦.૭૯ લાખ તેમજ પેઢી કંપની ટ્રસ્ટ વગેરે દ્વારા અપાયેલી લોનમાં ૨૧.૩૪ લાખ અને એચયુએફના ૪૧.૫૧ લાખ દર્શાવવામાં આવ્યા છે. સોના-ચાંદી ઝવેરાત ૧૩૨ ગ્રામ જેની કિંમત ૩.૮૩ લાખ અને અંજલીબેનના ૪૮૬ ગ્રામ જેની કિંમત ૧૪.૧૧ લાખ જાહેર કરવામાં આવી છે. હકદાવા, વ્યાજના મૂલ્ય જેવી બીજી કોઈ અસ્કયામતોમાં રૂ.૨૨.૨૦ લાખ દર્શાવવામાં આવી છે. બેન્ક, નાણાકીય સંસ્થાઓ અને અન્ય પાસેથી લીધેલી લોનમાં વિજયભાઈના રૂ.૭૩.૩૩ લાખ અને અંજલીબેનના ૯.૬૭ લાખ દર્શાવવામાં આવ્યા છે.શહેર કોંગ્રેસ પ્રમુખ ઈન્દ્રનીલ સંજયભાઈ રાજયગુરુએ ૧૪૧ કરોડ ૨૨ લાખ જેવી મિલકત જાહેર કરી છે અને ૩૮.૮૨ કરોડની વિવિધ લોન હોવાનું દર્શાવ્યું છે. આ ઉપરાંત તેઓના ચાર ગુનાઓ દર્શાવ્યા છે. જેમાં ૨૦૦૮માં કલેકટર કચેરીની મિલકતને આવેદન આપતી વખતે નુકસાન પહોંચાડવું, ૨૦૦૪માં આવેદન વખતે મ્યુનિ.કમિશનરની ચેમ્બરને નુકસાન પહોંચાડવું, ૧૯૯૩માં મુંજકામાં આઈટીના દરોડા વખતે ગેરકાયદેસર હથિયાર ઝડપાવવું, ૨૦૦૮માં નાણામંત્રીના પુતળાનું દહન કરીને જાહેરનામાનો ભંગ કરવો જેવા ગુનાઓ દર્શાવ્યા છે. તેઓએ હાથ પરની રોકડ ૧,૮૪,૫૭૫ અને તેમના પત્નીની હાથ પરની રોકડ રૂ.૨૧,૪૧૯ દર્શાવી છે. તેઓ ૬૮૨ ગ્રામ સોનું જેની કિંમત ૩૪ લાખ જેવી દર્શાવી છે. તેઓએ વાહનોમાં બીટલ કિં.રૂ.૨૩.૬૬ લાખ, લેન્ડલોવર કિ.રૂ.૮૭ લાખ, હોન્ડા સ્કૂટર કિંમત રૂ.૪૩ હજાર, બીએમડબલ્યુ કિંમત રૂ.૩૪.૬૭ લાખ, મા‚તિ ૪.૯૮ લાખ, વેન કિં રૂ.૯૫ હજાર, ટોયોટા કિં.રૂ.૧૯.૨૩ લાખ, ટ્રેકટર કિંમત રૂ.૩.૯૦ લાખ, ટ્રેઈલરની કિં.રૂ.૭૪ હજાર, જીપ કિં.રૂ.૬.૨૬ લાખ, પોલો કિ.રૂ.૭.૨૧ લાખ અને વેગેનઆર કિ.રૂ.૪.૭૯ લાખ મિલકતમાં દર્શાવી છે. આ ઉપરાંત તેઓના સંતાનના નામે રૂ.૨.૭૫ કરોડની લેમ્બરગીની જાહેર કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.