Abtak Media Google News

વ્યાજ માફીનો લાભ લેવા અનુરોધ કરતા મેયર ડો. પ્રદિપ ડવ, સ્ટે.ચેરમેન પુષ્કર પટેલ અને મ્યુનિ. કમિશનર અમિત અરોરા

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સરકારના નિર્ણય મુજબ તા. 31 ડિસેમ્બર સુધીમાં વ્યવસાય વેરો ભરનાર નાગરિકોને વ્યાજ માફી યોજના અમલમાં છે.આજે તેનો છેલ્લો દિવસ છે.તેમજ  જે લોકોએ પોતાના વ્યવસાયની નોંધણી ન કરાવી હોય અને હવે નોંધણી કરાવે તો તેઓને પણ વ્યાજ માફી મળવા પાત્ર છે. આ યોજનાના છેલ્લા દિવસે આજે  ત્રણેય ઝોન કચેરીના સિવિક સેન્ટરોમાં રાત્રીના 8 વાગ્યા સુધી વ્યવસાય વેરો ભરી શકશે તેમજ આ યોજનાનો વધુ લોકો લાભ ઉઠાવે તેમ મેયર ડો. પ્રદિપ ડવ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ અને મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ  જણાવ્યું હતું.

વ્યવસાય વેરા માફી યોજના તા. 6 ઓક્ટોબરથી અમલમાં આવી છે. અત્યાર સુધીમાં રૂ. 14.50 કરોડની આવક થઇ અને અંદાજીત રૂ. 5.67 કરોડ જેટલી રકમનો વ્યાજ માફીનો લાભ ધંધાર્થીઓને મળ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.