Abtak Media Google News

કોરોના અને મહિલા સ્વાસ્થ્યની અપાય છે માહિતી

ફેમીલી પ્લાનિંગ એશોસીએશન ઓફ ઇન્ડિયા રાજકોટ બ્રાંચ દ્વારા ડોર ટુ ડોર જઈને છેલ્લા એક સપ્તાહથી   કાઉન્સેલર કમ પ્રોગ્રામ ઓફિસર શ્રી મહેશભાઈ રાઠોડ દ્વારા રામનગર ગોંડલ રોડ , નવલનગર તથા લોધેશ્વર વિસ્તારમાં ૧૦૦ થી વધારે યુવા મહિલાઓને  કોરોના વાયરસ તથા મહિલાઓ ને સ્વાસ્થ્ય વિષયક માહિતી આપીને જાગૃત કરવામાં આવે છે.  આ કાર્યક્રમમાં કોરોનાનું સંક્રમણથી બચવા માટે જયારે કોઈ અન્ય વ્યક્તિના સંપર્કમાં આવવાનું થાય ત્યારે બે ગજ ની દુરી રાખવી ,મોઢે માસ્ક અથવા રૂમાલ અવશ્યપણે બાંધવું , વારંવાર હાથ ધોવા તેમજ બિન જરૂરી ઘરની બહાર નીકળવાનું ટાળવા માટે ભલામણ કરેલ.આ ઉપરાંત મહિલાઓને ઉપસ્થિત થતા પ્રશ્નો જેવા કે ઘરેલું હિંસા, ભેદભાવ, દામ્પત્ય જીવનમાં અવરોધો ન આવે તેને લઈને એકબીજાને સમજવું જરૂરી છે તથા મહિલાઓને ઉદભવતાં આરોગ્ય વિષયક પ્રશ્નો જેવા કે સફેદ પાણીની સમસ્યા, માસિકધર્મની સમસ્યા , પેડુંનો દુખાવો તેમજ ની:સંતાનપણા નો પ્રશ્ન વગેરે સમસ્યાઓ માટે બ્રાંચ કલીનીક ની મુલાકાત માટે ભલામણ કરેલ તથા સલામત ગર્ભપાત, એચાઈ વી એઇડ્સ જેવી બાબતને લઈને જે મુંજાય છે તેને લક્ષમાં રાખીને ભારતના બંધારણ પ્રમાણે  ગુપ્તતાના અધિકાર અનુસાર તબીબી સારવાર મેળવવા નો મૂળભૂત અધિકાર છે તેમ જણાવ્યું હતું આ કાર્યક્રમો માં લીંક પર્સન શ્રીમતી ચેતનાબેન પૂર્ણવૈરાગી,રેખાબેન જોશી,ઋત્વાબેન સુરાણી તથા જયશ્રીબેન હાંસલિયા વગેરે પણ સહકાર આપી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.