Abtak Media Google News

કથ્થક નૃત્ય શૈલીમાં પીએચડીથી પદવી મેળવી વિષય હતો “કથક નૃત્યે શૈલીમાં અષ્ટનાયિકા”

નૃત્ય દેવતા નટરાજ અને માં સરસ્વતીની બે દાયકાની આરાધનાના ફળ સ્વરૂપે રાજકોટના ડો. કિષ્ના પ્રદાપભાઇ દવેએ કથ્થક નૃત્ય શૈલીમાં નૃત્ય પ્રવીણ ડોકટર ઓફ ડાન્સની પીએચડીની પદવી પ્રાપ્ત કરી છે.

ર્ડો. ક્રિષ્ના પ્રદીપભાઈ દવેએ તાજેતરમાં વર્ષ ૨૦૨૦ માં સ્પંદન એકેડમી કલા સંસ્થા રાજકોટમાંથી અખિલ ગુજરાત સંગીત વિદ્યાપીઠ વેરાવળ (ગીર સોમનાથ) આર્ટ યુનિવર્સિટી દ્વારા કથ્થક નૃત્ય શૈલીમાં અષ્ટનાયિકા એ વિષય પર હિન્દીમાં મહાનિબંધ કલાગુરુ  નિખિલ ભટ્ટ ના માર્ગદર્શન હેઠળ તૈયાર કરીને રજૂ કરતા અખિલ ગુજરાત સંગીત વિદ્યાપીઠ વેરાવળ સોમનાથ આર્ટ યુનિવર્સિટીએ આ મહાન નિબંધ માન્ય રાખીને “નૃત્ય પ્રવિણ ડોક્ટર ઓફ ડાન્સની પીએચડીની પદવી પ્રદાન કરેલ છે.

ર્ડો. ક્રિષ્ના દ્વારા ક્લાસિકલ નૃત્ય શૈલીમાં અઘરી ગણાતી આ કથ્થક નૃત્ય શૈલી દ્વારા નૃત્ય દેવતા ભગવાન નટરાજ અને માં સરસ્વતીની બે દાયકાની આરાધનાના ફળ સ્વરૂપ આ નૃત્ય પ્રવિણ ડોક્ટર ઓફ ડાન્સ ની પીએચડીની પદવી પ્રાપ્ત  કરી છે.

Img 20200105 Wa0015

ર્ડો. ક્રિષ્નાને એમના માતા-પિતાએ માત્ર નવ વર્ષની ઉંમરથી જ કથ્થક નૃત્ય શૈલીમાં તાલીમ દેવડાવવાનું શરૂ કરી દીધું હતું. તેમણે લલિત કલા અકાદમી ગુજરાત રાજ્ય દ્વારા કથ્થક માં વિશારદ, અલંકાર, બાદ આર્ટ યુનિવર્સીટી મારફત કથ્થકમાં બી.એડ. અને ત્યાર બાદ પીએચડીની પદવી પ્રાપ્ત કરી છે. આ પહેલ ર્ડો. ક્રિષ્નાને સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા એમ.એસ.સી.આઈ.ટી. નો અભ્યાસ પૂર્ણ કરી તેની માસ્ટર ડિગ્રી પણ પ્રાપ્ત કરી છે.

ગુજરાત રાજ્યના માહિતી વિભાગ, રાજકોટ ખાતે ફરજ બજાવતા અને વિવિધ પ્રકારની રંગોળી બનાવવા માટે જાણીતા આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત રંગોળી કલાકાર  પ્રદિપ દવેની સુપુત્રી ર્ડો. ક્રિષ્ના દવેના તાજેતરમાં જ રાજકોટના ભૂતપૂર્વ મેયર ર્ડો. જૈમનભાઈ ઉપાધ્યાયના પુત્ર ર્ડો.નમન ઉપાધ્યાય સાથે લગ્ન સંપન્ન થયા છે. આમ  પ્રદિપભાઈ દવેની પુત્રી અને ર્ડો. જૈમનભાઈ ઉપાધ્યાયની પુત્રવધુ ર્ડો. ક્રિષ્નાએ  કથક નૃત્ય શૈલીમાં “નૃત્ય પ્રવીણ ડોક્ટર ઓફ  ડાન્સની પીએચડીની પદવી પ્રાપ્ત કરી, દવે અને ઉપાધ્યાય બંન્ને પરિવારનું સમાજમાં ગૌરવ વધાર્યુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.