Abtak Media Google News

કોરોના જેવી મહામારીના કારણે જીવન શૈલીમાં દરેક તબકકે જબરદસ્ત અસર: હસુભાઇ દવે

કચ્છ-સૌરાષ્ટ્ર પ્રોડકટીવીટી કાઉન્સીલ દ્વારા ‘હેપ્પીનેશ મેટર્સ’એ વિષયે રાજકોટની શનસાઇન ઇન્સ્ટીયુશન્સના ઇન્ટેગ્રેટેડ કેમ્પસના ડાયરેકટર ડો. વિકાસ અરોરાના વાર્તાલાપનો વેબીનાર કાઉન્સીલના પ્રમુખ હસુભાઇ દવેના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવેલ હતો.

Advertisement

હસુભાઇ દવેએ તેમના પ્રાસંગીક પ્રવચનમા જણાવ્યુ હતુ કોરોના જેવી મહામારીના કારણે જીવનશૈલીમા દરેક તબકકે જબરદસ્ત અસર થયેલ છે. શૈક્ષણિક સંસ્થાઓ, ઉદ્યોગ, સરકારી ઓફીસો વિગેરેમા હવે ઓનલાઇન વ્યવહાર ખુબ જ વધતો જાય છે. કોરોના મહામારીને નિયંત્રણમા લેવા સરકાર અને સામાજીક સંસ્થાઓ પ્રયત્નો કરે છે.

વકતો ડો. વિકાસ અરોરાએ જણાવેલ હતુ કે આપણે ૨૧મી સદીમા જીવી રહ્યા છીએ જેમા બધી જ સુવિધાઓ અને ભરપુર ટેકનોલોજી ઉપલબ્ધ છે. દુનિયામાં ૫.૭ કરોડ લોકો ચિંતા, હતાશ, નિષ્ફળતા સામે લડી રહ્યા છે. કોઇ પણ માણસ બહારથી ખુશ દેખાવાનો પ્રયાસ કરતો હોય છે પરંતુ આજના સમયમા ખુબ જ સફળ અને પૈસાદાર લોકો પણ આત્મહત્યા કરી રહ્યા છે જેમાં બોલીવુડની હસ્તીઓ પણ સામેલ છે. મનની શાંતી એજ આપણી ખુશી છે. હેપ્પીનેશ તૈયાર મળતી નથી તે આપણા વર્તન અને કાર્ય પર આધાર રાખે છે.

તેઓએ વધુમા જણાવેલ હતુ કે વ્યક્તિના જીવનમા સારા અને હકારાત્મક મિત્રો ખુબ જ મહત્વ ધરાવે કારણ કે મિત્રો સાથે આપણે હંમેશા નવરાસની પળો અને ખુશીમય સમય વિતાવતા હોય છીએ. તમારો સ્વાભાવ અને વલણ નકકી કરે છે કે તમે ખુશ રહેશો કે નાખુશ. હકારાત્મક વલણ હંમેશા મનને શાંતિ આપે છે.

આ વેબીનાર ૧૦૦થી પણ વધુ લોકોએ લાઇવ નિહાળ્યો હતો જેમા કાઉન્સીલના હોદેદારો, સભ્યો અને વિવિધ કંપનીના અધિકારીઓ, વિદ્યાર્થીઓ, અધ્યાપકો વિગેરેનો સમાવેશ થાય છે. વેબીનારની વ્યવસ્થા અને આયોજન માનદ મંત્રી મનહરભાઇ મજીઠીયા અને ટ્રેનીંગ પ્રોગ્રામ કમીટીના ચેરમેન દીપકભાઇ સચદેએ કરેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.