Abtak Media Google News

લોકપ્રિય નવલકથા ‘શ્વાશ-વિશ્વાશ ’ વિશે વકતવ્ય આપ્યું

લેંગ લાઈબ્રેરી ટ્રસ્ટ સંચાલીત અરવિંદભાઈ મણીયાર પુસ્તકાલયના ઉપક્રમે તાજેતરમાં જાણીતા લેખક અને વકતા ડો. શરદ ઠાકરનું વિશેષ વ્યાખ્યાન યોજાયું હતુ પોતાની ખૂબજ લોકપ્રિય બનેલી નવલકથા શ્ર્વાસ વિશ્ર્વાસ વિશે વકતવ્ય આપતા ડો. શરદ ઠાકરે ૧૯૯૯માં બનેલી એક સત્ય ઘટનાને આધારે બનેલી કૃતિના કથાબીજ તથા સર્જન પ્રક્રિયા વિશે વિગતે વાત કરી હતી કથાનાયીકા તન્હાની સ્થિતિ ગતિ નિર્દેશતી એ કૃતિ વિશે બોલતા એના લેખકે જણાવ્યું હતુ કે આજની યુવતીઓ માટે રેડ સિગ્નલ બનતી એવી એ ઘટના છે. વધુમાં ડો. શરદ ઠાકરે ઉમેર્યું હતુ કે સત્ય ઘટનાને આધારે લખતા લેખકે એકિટવિસ્ટ બની રહેવું પડે છે. વ્યાખ્યાનને અંતે પ્રશ્ર્નોતરી યોજાઈ હતી. જેમાં પણ ઉપસ્થિત શ્રોતાઓએ વિવિધ પ્રશ્નો પૂછયા હતા.

Advertisement

કાર્યક્રમના આરંભમા નીતિન વડગામાએ કાર્યક્રમની ભૂમિકા સ્પષ્ટ કરીને સ્વાગત પ્રવચન કર્યું હતુ તેમજ સંચાલન સંભાળ્યું હતુ આપ્રસંગે લાઈબ્રેરીના કારોબારી સભ્ય અનૂપમભાઈ દોશીને તાજેતરમાં મળેલા ફૂલછાબ એવોર્ડના સંદર્ભમાં એમનું પણ લાઈબ્રેરીના સહમંત્રી દિનકર દેસાઈ દ્વારા શાલ સ્મૃતિચિહન અને પુસ્તક દ્વારા અભિવાદન કરાયું હતુ અધ્યક્ષીય ઉદબોધનમાં લાઈબ્રેરીના પ્રમુખ ડો. નિરંજનભાઈ પરીખે પુસ્તકના વાચનનો મહિમા દર્શાવ્યો હતો. અને વાલીઓએ બાળકોને લાઈબ્રેરીની દિશા બતાવવી જોઈએ તથા વિવિધ પ્રસંગોએ પુસ્તકોની ભેટ આપવી જોઈએ એમ પણ જણાવ્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.