Abtak Media Google News

ગઈકાલ સવારથી વરસાદ પડતો હતો છતાં કોન્ટ્રાકટર અને અધિકારીઓએ તસ્દી ન લેતા રેલનગર બ્રિજ ફરી બન્યો સ્વિમીંગપુલ: ગંગોત્રી પાર્ક, પોપટપરા, રેલનગર સહિતનાં વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા ગંદકીનાં ગંજ

રોગચાળો ફાટી નિકળવાની દહેશત: વિપક્ષી નેતા ગાયત્રીબા વાઘેલાની અગાઉની રજુઆત ધ્યાને ન લેવાતા ફરી ભારે વરસાદમાં પોપટપરા વિસ્તારની હાલત ગામડાથી બદત્તર

વોર્ડ નં.૩નાં સક્રિય કોંગી કોર્પોરેટર અને મહાપાલિકાનાં પૂર્વ વિપક્ષી નેતા ગાયત્રીબા વાઘેલાની રજુઆતને કોર્પોરેશનનાં નિર્ભર અધિકારીઓને ધ્યાને ન લેતા ભારે વરસાદમાં ફરી એક વખત પોપટપરા અને રેલનગર વિસ્તારની હાલત ગામડાથી પણ બદતર થઈ જવા પામી છે. પોપટપરાનું ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશન સંપૂર્ણપણે ચોકઅપ થઈ જતાં અનેક વિસ્તારોમાં સંડાસ-બાથરૂમનાં પાણી લોકોનાં ઘરમાં પાછા ફર્યા હતા. આ વિસ્તારમાં રોગચાળો ફાટી નિકળે તેવી પણ દહેશત જણાઈ રહી છે.

Advertisement
Drainage-Pumping-Station-Chopup-In-Parrot:-Wastewater-Infiltrated-The-House
drainage-pumping-station-chopup-in-parrot:-wastewater-infiltrated-the-house

કોર્પોરેશનનાં તંત્ર સામે આક્રોશ વ્યકત કરતાં પૂર્વ વિપક્ષી નેતા ગાયત્રીબા વાઘેલાએ જણાવ્યું હતું કે, ભારે વરસાદમાં વધુ એક વખત પોપટપરાની હાલત ગામડા જેવી થઈ જવા પામી છે. દર વર્ષે રેલનગર બ્રિજમાં પાણી ભરાય જાય છે ત્યારે અગાઉ અહીં વધારાનાં પંપ ઉભા કરવા મેં માંગણી કરી હતી. ગઈકાલ સવારથી ભારે વરસાદ પડી રહ્યો છે છતાં કોન્ટ્રાકટર કે કોર્પોરેશનનાં અધિકારીઓએ તસ્દી ન લેતા ફરી એક વખત રેલનગર બ્રીજ સ્વીમીંગપુલમાં પરીવર્તીત થઈ ગયો છે અને આ બ્રીજ બંધ કરવાની ફરજ પડી છે. બ્રિજમાં કાર સહિતનાં વાહનો ફસાઈ ગયા છે. જે રીતે રેલનગરનો વિકાસ થઈ રહ્યો છે તેની સામે મહાપાલિકા દ્વારા રોડ-રસ્તા અને વરસાદી પાણીનાં નિકાલ માટેની પુરતી સુવિધા આપવામાં આવતી ન હોવાનાં કારણે ચોમાસામાં આ વિસ્તારની હાલત ભારે કફોડી થઈ જાય છે. આજે પોપટપરા ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશન ચોકઅપ થઈ ગયું હોવાનાં કારણે ગંગોત્રી પાર્ક, રેલનગર સહિતનાં વિસ્તારમાં સંડાસ-બાથરૂમનાં પાણી પાછા વળી લોકોનાં ઘરમાં ઘુસી ગયા હતા. હજી અનેક વિસ્તારોમાં વરસાદનાં પાણી ભરેલા છે અને બેસુમાર ગંદકી ખદ-બદી રહી છે જેનાં કારણે અહીં રોગચાળો ફાટી નિકળવાનો પણ ભય રહેલો છે.

Drainage-Pumping-Station-Chopup-In-Parrot:-Wastewater-Infiltrated-The-House
drainage-pumping-station-chopup-in-parrot:-wastewater-infiltrated-the-house

મોટાભાગનાં વોંકળાની નિયમિત સફાઈ કરવામાં આવી નથી. સંતોષીનગર પ્રાથમિક શાળા પાસે કાદવ કિચડનું સામ્રાજય હોવાનાં કારણે બાળકો સવારે શાળાએ પણ જઈ શકયા ન હતા. પોપટપરા નાલામાં પણ પાણી ભરાઈ જવાનાં કારણે લાલબહાદુર શાસ્ત્રીનગરમાં રોડનાં પડખા ખુલી ગયા હતા. દર વર્ષે આજ પરિસ્થિતિનું નિર્માણ થાય છે છતાં મહાપાલિકાનાં નિર્ભર શાસકોનાં પેટનું પાણીશુઘ્ધા પણ હલતું નથી. બાંધકામ માટે મંજુરી ચોકકસ આપવામાં આવે છે પરંતુ પુરતી સુવિધા આપવામાં આવતી ન હોવાનાં કારણે લોકોએ ચોમાસામાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.