Abtak Media Google News

રાજ્યભરમા એસ.ટી કમઁચારીઓ દ્વારા આજે હડતાલના પ્રથમ દિવસે જ હાહાકાર મચી ગયો હતો ત્યારે રાજ્યની તમામ બસોના ગઇકાલે મોડીરાતથી પૈડા થંભી જતા અનેક મુશાફરો રઝળી પડ્યા હતા. માત્ર ધ્રાગધ્રા ડેપોની જો વાત કરીએ તો ધ્રાગધ્રા એસ.ટી ડેપોની 42 સરકારી બસોના પૈડા થંભી જતા 213 જેટલી ટ્રીપો કેન્સલ કરવાથી વિધાથીઁ સહિત 9000 જેટલા મુશાફરો રઝળી પડ્યા હતા સાથે માત્ર ધ્રાગધ્રા એસ.ટી ડેપોમા દરરોજ થતી સરકારી આવક 3.50 લાખનુ નુકશાન સરકારને ભોગવવુ પડ્યુ છે. આશરે 200થી વધુ કમઁચારીઓ આજના દિવસે હડતાલમા જોડાયા હતા.

સવારથી જ એસ.ટી બસો બંધ રહેતા ધ્રાગધ્રા ડેપોમા ચકલુય ફરકે નહિ તેવી સ્થિતી સજાઁઇ છે. એસ.ટી કમઁચારીના મુખ્ય પ્રશ્નો સાતમુ પગાર પંચ આપવા, 2010થી એસ.ટી નિગમમા ફરજ બજાલનારા ટેમ્પરરી કમઁચારીઓને કાયમી કરવા, ફિક્સ પગારના તમામ કમઁચારીઓને સરકારી ધારાધોરણ મુજબ લાભ મળે તેવા અનેક પડતર પ્રશ્નો રજુ કરી અનિચ્છીત રાજ્યવ્યાપી હજતાલ પ્રારંભ કરાઇ છે ત્યારે એસ.ટી નિગમના કમઁચારીઓ દ્વારા ટુંક સમયમા સરકાર આ તમામ પ્રશ્નનો ઉકેલ નહિ લાવે તો આંદોલન ઉગ્ર બનાવવાની ચીમકી પણ ઉચ્ચારાઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.