Abtak Media Google News

કોફી પીવાથી સકારાત્મકક વિચારોનું સંચાર થાય છે

ભારતમાં સવારે ‘ચા’ લોકોનું લોકપ્રિય પીણુ બની ગયું છે. તો ઘણાને કોફી પીવાની પણ આદતો હોય છે. જો તમને કયારેય થાક અથવા સુસ્તી લાગતી હોય એક કપ કોફી કમાલ કરી શકે છે. નવા અભ્યાસ મુજબ કોફી સતર્કતા અને ઉત્પાદકતા વધારવામાં ઉપયોગી સાબીત થઈ છે. અને ગ્રુપ ડિસ્કશન અને મીટીંગ પહેલા કોફી પીવાથી તમે વધુ એકટીવલી હાજરી આપી શકશે.

તો કોફી પીવાથી સકારાત્મક વિચારો પણ ઘડાય છે. પરિક્ષણ માટે ૧૩૪ વિદ્યાર્થીઓ પર પ્રયોગ કરવામાં આવ્યો હતો. જેને મીટીંગ પહેલા કોફી આપવામાં આવી હતી જેના પરિણામે કોફી પિનારા લોકો વધુ સતર્ક અને ઉત્પાદક રહ્યા હતા. જો સપ્રમાણ કેફેનનું સેવન કરવામાં આવે તો કોફી એક સા‚ પીણું છે. માટે મીટીંગ બિઝનસ ડિલ, કે ગ્રુપ ડિસ્કશન પહેલા કોફી જરૂરથી પીતા જાજો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.