Abtak Media Google News

હનુમાન મઢીથી રૈયા તરફ અને રૈયાથી હનુમાન મઢી તરફ કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી મનાઇ ફરમાવતું પોલીસ કમિશનરનું જાહેરનામું

રૈયા ચોકડી ખાતે ફલાય ઓવરબ્રીજના મુખ્ય સ્પાનની કામગીરી શરૂ થતા રૈયા રોડ પર પૂર્વ-પશ્ર્ચિમ વાહનની અવર જવર કરવા પર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે મનાઇ ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કર્યુ છે. પુર્વ-પશ્ચિમ વાહનોની અવર જવર માટે ડ્રાયવઝન બનાવવામાં આવ્યા છે.

રૈયા ચોકડી ખાતે નાણાવટી ચોકથી રૈયા ટેલિફોન એકસચેન્જ દક્ષિણ તરફનો માર્ગ, રૈયા ટેલિફોન એકસચેન્જથી નાણાવટી ચોક ઉતર તરફનો માર્ગ પર વાહનોની અવર જવર કરી શકાશે જ્યારે રૈયા ટેલિફોન એકસચેન્જથી રૈયા ગામ તરફ જવા માટે ૧૫૦ ફુટ રીંગ થઇ રૈયા ગામ તરફ પશ્ર્ચિમ બાજુ જઇ શકાશે

રૈયા ટેલિફોન એકસચેન્જથી હનુમાન મઢી તરફ જવા માટે ૧૫૦ ફુટ રીંગ રોડ મોદી સ્કૂલ પાસેથી બ્રહ્મસમાજ મેઇન રોડ થઇને જઇ શકાશે, હનુમાન મઢીથી નાણાવટી ચોક તરફ જવા માટે ૧૫૦ પુટ રીંગ રોડ મોદી સ્કુલ પાસેથી યુ ટર્ન લઇ પશ્ચિમ તરફ સર્વિસ રોડ થઇ જઇ શકાશે, રૈયા રોડ હનુમાન મઢી થી રૈયા ગામ તરફ જવા માટે રૈયા રોડ હનુમાન મઢીથી મોદી સ્કૂલ થઇ નાગરિક બેન્ક પાસેના માર્ગ પર થઇ કિડવાઇનગર જઇ શકાશે જ્યારે રૈયા ગામથી પૂર્વ તરફ આવતા વાહનો માટે નાણાવટી ચોક થઇ દિપક સોસાયટી મેઇન રોડ થઇ ૧૫૦ ફુટ રીંગ રોડ પર પસાર થવાની છુટ આપવામાં આવી છે.

નાણાવટી ચોકથી રૈયા રોડ અને રૈયા ગામ તરફથી નાણાવટી ચોકથી પશ્ર્ચિમે રામેશ્વર પાર્ક મેઇન રોડ થઇ જઇ શકશે તેમજ ભારે વાહન માટેના પ્રવેશબંધીનું જાહેરનામું અમલમાં રહેનાર હોવાનું યાદીમાં જણાવવામાં આવ્યું છે. મુખ્ય સ્પાનનું કામ ચાલુ રહેશે ત્યાં સુધી જાહેરનામુ અમલમાં રહેનાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.