રાજકોટમાં કોરોના કેસ હાલ ધીમે ધીમે ઘટવા લાગ્યા છે પરંતુ રાજ્ય સરકાર દ્વારા મીની લોકડાઉનમાં છૂટછાટ બાદ આજથી વેપારીઓ દ્રારા પોતાના ધંધા રોજગાર શરૂ કરવામાં આવ્યા હતા ત્યારે બજારોમાં ખરીદી માટે લોકોની ભીડ જોવા મળી હતી અને સોશ્યલડિસ્કનો પણ ભંગ થતો હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા ત્યારે લોકોને જાગૃત કરવા માટે આજથી ત્રણ દિવસ માટે શહેરના મુખ્ય માર્ગ,મુખ્ય ચોક, મુખ્ય કેચેરી પર રાજકોટ પેન્ટીગ એસોસિયેશન અને રાજકોટ મહાનગર પાલિકા સંયુક્તમાં કોરોના જાગૃતિને લગતા ચિત્ર દોરી લોકોને જાગૃત કરવામાં પ્રયત્ન કરવામાં આવશે ત્યારે આજે શહેરના ત્રિકોણ બાગ, કોર્પોરેશન ચોક, મહાનગરપાલિકા ગેઇટ, ભૂતખાના ચોક સહિત માર્ગ ચિત્ર દોરી દોરવામાં આવ્યા છે. જેનો ડ્રોન નજારો અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.