Abtak Media Google News

શહેરનાં વિવિધ સેવાકીય કાર્યક્રમોમાં હાજરી આપી

આજરોજ પ્રદેશ ભાજપમાં યુવા મોરચાની રચના થયા બાદ સૌ પ્રથમ વખત રાજકોટ ખાતે પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ પ્રશાંત કોરાટએ અનેકવિધ સેવાકીય કાર્યો જેવા કે બ્લડ ડોનેશન કેમ્પ, વેકસીનેશન કેમ્પમાં હાજરી આપી હતી. શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ અને શહેરનાં મેયર ડો. પ્રદીપ ડવની આગેવાની હેઠળ અને શહેર યુવા ભાજપના પ્રભારી ફાલ્ગુનભાઈ ઉપાધ્યાય સહિતના યુવા કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં ગોંડલ ચોકડી ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ.

Dsc 0343

ત્યારબાદ વોર્ડ નં.12માં મવડી વેકસીનેશન સેન્ટર વોર્ડ નં.17માં પંચનાથ મંદિર અને વોર્ડ નં.15માં મોહનભાઈ સરવૈયા હોલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પમાં હાજરી આપી હતી બ્લડ ડોનેશન કેમ્પમા અંદાજે 100થી વધુ બોટલ રકત એકત્રીત કરવામાં આવ્યું હતુ.

પેઈજ સમિતિના માધ્યમથી યુવા મોરચા દ્વારા પણ વેકસીનેશન ડ્રાઈવ ચલાવવામાં આવશે: પ્રશાંત કોરાટ (પ્રદેશ ભાજપ યુવા મોરચા પ્રમુખ)

Dsc 0342 1

અબતક સાથેની વાતચીત દરમિયાન પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટએ જણાવ્યું તુ કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં નેતૃત્વ પર દેશના યુવાઓને પૂરો વિશ્ર્વાસ છે તેમની કાર્યપધ્ધતી, કાર્યશૈલી પર વિશ્ર્વાસ છે.ત્યારે દરેક યુવાનો ભારતીય જનતા મોરચામાં જાડાવા તત્પર છે. જે યંગસ્ટર્સ છે. જેને 18 વર્ષ પૂર્ણ કર્યા હોય તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરે છે. મતદાર બને છે તે નવી મતદારો ભારતીય જનતા પાર્ટીની વિચારધારા એટલે રાષ્ટ્રવાદની વિચારધારામાં જોડાઈ દેશહીતનાકાર્યમાં જોડાય જાય છે.

ઘણા લોકો સોશ્યલ મિડિયામાં ફેક એકાઉન્ટ બનાવીને ભારતીય જનતા પાર્ટીની સરકાર જે રીતે કામગીરી કરી રહી છે. તેને કયાંકને કયાંક બદનામ કરવાનાં ઈરાદા સાથે ફેક અકાઉન્ટ બનાવી તેના માધ્યમથી ટીકા ટીપ્પણી કરતા હોય છે.ત્યારે લોકો અત્યારે સરકારથી અને ભારતીય જનતાપાર્ટીથી ખૂશ છે. અમારી યુવા ભાજપ ટીમ ખૂબજ એકટીવ છે. સંગઠનમાં યુવાઓનું ઘણું યોગદાન છે. અને રહેશે જ.

હાલ કોરોનાની મહામારી છે. હવે લોકો વેકસીન મૂકાવા માટે ઉત્સુકત થયા છે.માહિતગાર થયા છે. કે વેકસીન લીધા બાદ તેની આડઅસર નથી થતી ફ્રન્ટલાઈન વોરીયર્સે વેકસીન લીધી ત્યારબાદ ફ્રન્ટલાઈન વોરીયર્સને કોરોનાના લીધે મૃત્યુની ઘટના બની નથી અને લોકો જાગૃત થયા છે.ત્યારે યુવા મોરચા દ્વારા દરેક જગ્યા પર જે રીતે મતદાનના દિવસે બુથસહ કામગીરી થતી હોય તે જ રીતે વેકસીનેશન માટે પણ કામ થશે સાથે સાથે પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ દ્વારા પેઈજ સમિતિની રચના કરવામાં આવી હતી.

તે પેઈજ સમિતિનાં માધ્યમથી દરેક લોકો વેકસીન લે તે પ્રકારનું આયોજન થશે. 18 વર્ષથી ઉપરના લોકોને વેકસીન આપવાની છે. તેથી પેઈજ સમિતિના માધ્યમથી યુવા મોરચા દ્વારા વેકસીનેશન ડ્રાઈવ ચલાવવામા આવશે. આગામી ઈલેકશનને લઈને પણ યુવા ભાજપ દ્વારા કામગીરી કરાશે લોકો સરકારની અને ભારતીય જનતાપાર્ટીની કામગીરીથી ખૂશ છે. અને એ જરીતે લોકોના કામો કરતા રહીશું.

વધુમાં જણાવ્યું હતુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ભાજપ સરકાર દ્વારા લોકડાઉન જેવા કડક ગલા લઈ કોરોના સામે લડત આપી છે. સાથોસાથ ભાજપ દ્વારા રાશન, ભોજન, માસ્ક જેવી જીવન જરૂરીયાતનિ ચીજ વસ્તુઓ પણ મફત આપી ભગિરથ કાર્ય કરેલ છે. ગુજરાતભરનાં યુવાનો દ્વારા કોરોનાગ્રસ્ત લોકો માટે બ્લડ ડોનેશન કેમ્પના આયોજન કરવામાં આવેલ છે. ગુજરાતભરનાં યુવાનોએ લોહી આપી મહામુલી માનવ જીંદગી બચાવવાનું કાર્યકરેલ છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.