Abtak Media Google News

જિલ્લાના ખેડૂતોએ ધારાધોરણ મુજબ પાક વીમાનું પ્રીમિયમ ચાલુ વર્ષ 2018- 2019 નું ભરેલું છે, તેમ છતાં પાકવીમાની રકમ બેંક એકાઉન્ટમાં જમા ન થતાં ખેડૂતોમાં રોષ ફેલાયો…

સુરેન્દ્રનગર જિલ્લાના આદરીયાણા ગામ ના અછતગ્રસ્ત ખેડૂતો કલેકટર કચેરીમાં ઘુસ્યાં  હતા.  પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત વાઈડ સ્પ્રેડ કેલામીટીને લીધે જો ૫૦ ટકાથી વધારે પાક નિષ્ફળ ગયો હોય તેવા ખેડૂતોને તાત્કાલિક ધોરણે ૨૫ ટકા રકમ ચૂકવી આપવાની જોગવાઈ હોવાનુ ખેડૂત આગેવાનો એ જણાવ્યું હતું.

Advertisement

Untitled 2 2

કચ્છ જિલ્લાના અછતગ્રસ્ત ખેડૂતોને 21.3 કરોડ આ મામલે ચૂકવી દેવાયા છે, તો સુરેન્દ્રનગર જિલ્લાના અછત ગ્રસ્ત તાલુકાના ખેડૂતોને અન્યાય શા માટે ? આથી સુરેન્દ્રનગર જિલ્લાના અછતગ્રસ્ત તાલુકાઓ ના ખેડૂતોને પણ તાત્કાલિક ધોરણે પાકવિમાની ૨૫ ટકા રકમ એકાઉન્ટમાં જમા આપવાની ખેડૂતોએ માંગ કરી કરી હતી.

Untitled 1 60

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.