Abtak Media Google News

ગાંધીનગર ખાતે નેશનલ ફોરેન્સિક યુનિવર્સિટીના સેંટર ઓફ એક્સલન્સ એન્ડ એનાલિસિસ ઓફ નારકોટિક ડ્રગ્સ સાયકોટ્રોપિક સબસ્ટન્સનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ

ગાંધીનગર ખાતે સેન્ટર ઓફ એક્સેલેન્સ ફોર રીસર્ચ એન્ડ એનાલીસીસ ઓફ નાર્કોટીક્સ, ડ્રગ્સ અને સાયકોટ્રોપીક સબસ્ટેન્સીસ સેન્ટરનો શુભારંભ કરાવતા કેન્દ્રીય ગૃહ મંત્રી શાહે ઉમેર્યુ કે, ગુનેગારોની પૂછપરછ માટે હવે થર્ડ ડીગ્રીનો જમાનો ગયો, વૈજ્ઞાનિક ટેકનોલોજી અને સાયન્ટીફીક પુરાવાઓના આધારે ફોરેન્સીક એક્સપર્ટ્સની મદદથી સરળતાથી ગુનાઓની કબૂલાત અને તેને આનુષાંગિક પુરાવાઓ એકત્રિત કરવાનો જમાનો છે અને તે માટે જ ફોરેન્સીક સાયન્સ લેબોરેટરી તથા ફોરેન્સીક એક્સપર્ટની મદદથી ગુનેગારોને સજા આપવામાં વધુ સફળતા મળશે.

તેમણે ઉમેર્યુ કે, દેશના વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીએ દેશની બીજીવાર ધરા સંભાળી ત્યારે જ દેશના યુવાનોને ડ્રગ્સની ચૂંગાલમાંથી મુક્ત કરવા માટે અને દેશમાં થતી ડ્રગ્સની હેરાફેરી પર સંપૂર્ણ નિયંત્રણ લાવવા એક વિશેષ રીસર્ચ બેઇઝ્ડ સાયન્ટીફીક સેન્ટરનું નિર્માણ કરવાનું લક્ષ્ય સેવ્યુ હતુ.

Img 20210713 Wa0007

ત્યારે જ મોદીએ ગાંધીનગર સ્થિત ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી  કે જે હવે નેશનલ ફોરેન્સીક સાયન્સીસ યુનિવર્સિટીનો દરજ્જો ધરાવે છે તેની પસંદગી કરી હતી અને આજે માત્ર દોઢ વર્ષના સમયગાળામાં જ યુનિવર્સિટીએ હાઇટેક ટેકનોલોજીથી યુક્ત સાધનો સાથે સેન્ટર કાર્યરત કરી દીધુ છે. હવે દેશમાંથી પકડાતા તમામ પ્રકારના ડ્રગ્સ અને તેના ઉત્પાદનના સ્થળો ઉપરાંત તેની હેરાફેરી માટે વપરાતા રસ્તાઓનું વિગતવાર રીસર્ચ થઇ શકશે જે દેશના ભાવિને ડ્રગ્સ મુક્ત  કરવા ખૂબ જ અસરકારક પૂરવાર થશે.

યુવાધનને નશાથી દુર રાખવા આ સેન્ટર મહત્વનો ભાગ ભજવશે: મુખ્યમંત્રી

Img 20210713 Wa0004

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અષાઢી બીજના પાવન અવસરે નેશનલ ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી ગઋજઞને મળેલા ગૌરવરૂપ સેન્ટર ઓફ એકસલન્સ માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ અને કેન્દ્રીય ગૃહમંત્રી  અમિતભાઇ શાહનો ગુજરાત વતી આભાર વ્યકત કર્યો હતો.  મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતી વધુ સુદ્રઢ બનાવવા સાથે ટેકનોસેવી રીતે સાયન્ટીફિક ઇન્વેસ્ટીગેશનની પહેલ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં શરૂ કરેલી ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટીને હવે રાષ્ટ્રીય દરજ્જો મળ્યો છે.

તેમણે કહ્યું કે, કોઇપણ ક્રાઇમ-ગૂનાનું પ્રોપર ઇન્વેસ્ટીગેશન થાય, તેના આધાર ઉપર ક્ધવીકશન થાય અને ક્રાઇમ કંટ્રોલ થાય તે માટે આ ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટીની મહત્વની ભૂમિકા છે. હવે તેને રાષ્ટ્રીય દરજ્જો મળતાં દેશના અન્ય રાજ્યોને પણ તેનો લાભ મળશે. મુખ્યમંત્રીએ કહ્યું કે, આજે વિશ્વમાં બાયોલોજીકલ વોર, સાયબર વોર જેમ ડ્રગ્સ-નશીલા પદાર્થોનું પણ અઘોષિત યુદ્ધ ચાલી રહ્યું છે તેનો ભોગ આપણા યુવાઓ ન બને તે માટે ડ્રગ્સની હેરાફેરી કરનારા લોકોના મૂળ સુધી, તેમાં વપરાયેલા કેમિકલ્સની, ડ્રગ્સના જિયોગ્રાફિકલ ઓરિજીન સુધી પહોચવું તે સમયની માંગ છે તે નજર અંદાજ ન કરવું જોઇએ.

હવે, એનએફએસયુનું આ સેન્ટર ઓફ એકસલન્સ ફોર રિસર્ચ એન્ડ એનાલીસીસ ઓફ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એ દિશામાં આગવી પહેલ છે એમ તેમણે ઉમેર્યુ હતું. ભારતનું યુવાધન નશાથી દુર રહે, નશામુક્ત ભારત બને તે માટે આ સેન્ટરનું નિર્માણ થવાથી તેનો લાભ આખા દેશને મળવાનો છે એમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.

વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, ગુજરાતે પણ નશાબંધી અને દારુબંધી માટે કડકમાં કડક કાયદાઓ બનાવ્યા છે તેનો ચુસ્ત અમલ કરીને ગુનેગારોને કડકમાં કડક સજા કરવામાં આવી રહી છે.  તેમણે ઉમેર્યું કે, દિનપ્રતિદિન દારુની રેડ પાડીને યુવાનો નશામુક્ત બને એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. ગુજરાતે  હુક્કાબાર પર પણ પ્રતિબંધ મુક્યો છે તેમજ ડ્રગ્સ કંટ્રોલ માટે પણ આયોજનબદ્ધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહે જણાવ્યુ છે કે, નો એક્શન અને એકસ્ટ્રીમ એક્શન વચ્ચે મૂંઝવણ અનુભવતા પોલીસ માટે હવે જસ્ટ એક્શન એટલે કે સાહજીક, સાયન્ટીફીક અને ટેકનોલોજીકલ તપાસથી ગુનેગારોને સજા કરાવવા હવે સરળ બનશે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહે ઉમેર્યુ કે, વધતા જતા ફોરેન્સીક ક્ષેત્રના વ્યાપને ધ્યાને લઇને વિશ્વ કક્ષાની નંબર વન યુનિવર્સિટી એનએફએસયુની શાખા પોતાના રાજ્યોમાં શરૂ કરવા દેશના સાત જેટલા રાજ્યોએ રસ દાખવ્યો છે ત્યારે આ યુનિવર્સિટી  તમામ રાજ્યોમાં એક્સટેન્શન સેન્ટર શરૂ કરીને વિદ્યાર્થીઓને શિક્ષણની તક પૂરી પાડશે જે દેશના યુવાનોને ફોરેન્સીક સાયન્સ ક્ષેત્રમાં એક્ષ્પર્ટ બનાવવા ઉપરાંત રોજગારી પણ પૂરી પાડશે એટલુ જ નહી દેશની ક્રિમીનલ જસ્ટીસ ડિલીવરી સીસ્ટમને પણ વધુ મજબૂત કરશે.

તેમણે ઉમેર્યુ કે  એનએફએસયુ સ્થિત સાયબર ડિફેન્સ સેન્ટર અને અત્યાધુનિક બેલેસ્ટીક સેન્ટર કે જેની મુલાકાત સીધી તે બંને સેન્ટર પોતાના વિષયમાં અલગ વિશેષ મહત્વ ધરાવે છે તે જોતાં આ બંને ક્ષેત્રે ભારત આત્મનિર્ભર બન્યુ છે. સાયબર ડિફેન્સ સેન્ટર આજના સમયની આર્થિક સ્થિરતાની માંગ છે જે વડાપ્રધાનની પાંચ ટ્રિલીયન ડોલર ઇકોનોમીના લક્ષ્યને સાકાર કરવા મહત્વપૂર્ણ સાબિત થશે જયારે બેલેસ્ટીક રિસર્ચ સેન્ટર દેશભરની પોલીસ, સેન્ટર પેરામીલેટરી ફોર્સીસ અને દેશના સૈન્યને વધુ સુરક્ષિત  કરવા મહત્વપૂર્ણ સાબિત થશે.

તેમણે કહ્યુ કે, ભારત દેશની સરહદી વિસ્તાર સંવેદનશીલ છે જે પોલીસ ફોર્સ માટે પડકારરૂપ છે જેને ચેલેન્જ તરીકે સ્વીકારી તેના નિરાકરણ માટે ફોરેન્સીક સાયન્સ પણ મદદરૂપ સાબિત થઇ શકે એમ છે અને વર્ષો જૂની સી.આર.પી.સી., આઇ.પી.સીની કલમો તથા એવિડન્સ એક્ટની કલમોમાં પરિવર્તન કરવા માંગીએ છીએ. વર્તમાન  પરિસ્થિતીના પડકારોને આધારે નવી કલમો ઉમેરો તથા જૂની કલમોમાં જરૂરી ફેરફારો કરવા અમારી સરકાર આગળ વધી રહી છે.

છ વર્ષથી વધુ સજા ધરાવતા કોઇપણ ગુનામાં ઋજક વીઝીટ ફરજીયાત કરવાનો અમારો ધ્યેય છે. દરેક જિલ્લામાં ફોરેન્સીક વાન અને જિલ્લા  ઋજક યુનિટ શરૂ કરવા પણ તૈયારી છે. માનવબળ સીમીત છે. પરંતુ હવે નેશનલ ફોરન્સીક સાયન્સીસ યુનિવર્સિટી પોતાની શાળા અન્ય રાજ્યોમાં આપવા સક્ષમ થતાં ખૂબ જ ટુંકા સમયમાં એક્ષપર્ટ યુવા ટીમ તૈયાર કરવા તથા વધુ ફોરેન્સીક કોલેજો બનાવવાની અમારી નેમ છે જે અમારા લક્ષ્યને સાકાર કરવા મહત્વનું કદમ છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહે ઉમેર્યુ કે, નસ્ત્રનાર્કો ટેરરથથ એ ભારત માટે નવો ખતરો છે જે ભાવી પેઢીને તો બરબાદ કરે જ છે સાથો સાથ દેશના અર્થતંત્રને પણ અસર કરે છે જેને કારણે જ ભારતમાં નાર્કોટિકસ્ દ્રવ્યોને ઘુસાડતા અટકાવવા અમારી સરકારનો મક્કમ નિર્ધાર છે. તેના માટે જ આ સેન્ટરની રચના કરવામાં આવી છે. ડ્રગ્સની સીગ્નેચર પ્રોફાઇલ, ડ્રગ્સ ઉત્પાદકની ભૌગોલિક પ્રોફાઇલ તથા ડ્રગ્સની હેરાફેરીનો રૂટ સહિતની અતિ બારીક બાબતોનું પણ રિસર્ચ આ સેન્ટર પર કરવામાં આવશે.

એટલું જ નહી દરેક રાજ્યને ડ્રગ્સનું ટેસ્ટીંગ ઓન ધ સ્પોટ થઇ શકે  તે માટેની સ્વદેશી ડ્ગ્સ ટેસ્ટીંગ કિટ બનાવવાનું કાર્ય આ સેન્ટર કરશે. છેલ્લા દોઢ વર્ષમાં સૌથી વધુ ડ્રગ્સ પકડી  પાડવાનો રેકોર્ડ  ભારત દેશે કર્યો છે જે દેશના યુવાધનને ડ્રગ્સ મુક્ત કરવાની દિશામાં મહત્વનું પગલુ તો છે જ તેની સાથે સાથે ગૌરવની વાત છે. મને વિશ્વાસ છે કે આ યુનિવર્સિટીથી આવનારા પાંચ વર્ષમાં જ વિશ્વની સર્વોચ્ચ સ્થાન ધરાવતી યુનિવર્સિટીઓ પૈકીની એક યુનિવર્સિટી હશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.