Abtak Media Google News

ત્રણ દિવસના કાર્યક્રમમાં પ્રથમ દિને જ ૮૦ ટકા બાળકોને આવરી લેવાનો પ્રયાસ

આજે રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ અંતર્ગત જીલ્લા ભરના ૧ થી ૧૯ વર્ષના બાળકોને ત્રણ દિવસ દરમ્યાન કૃમિનાશક ગોળી ખવડાવવામાં આવશે. કુલ ૩૫૮૦ જેટલો સ્ટાફ આ કામગીરીમાં રોકાઇને જીલ્લાના ૪,૩૯,૦૦૦ બાળકોને દવા આપશે.

જીલ્લા આરોગ્ય અધિકારી ડો. મીતીશે ભંડેરીએ જણાવ્યું હતું  કે આજે ડી વોનીંગ ડે છે. તે લઇ ગ્રામ્ય વિસ્તારના નગરપાલિકા વિસ્તારના જે ૧ વર્ષથી ૧૯ વર્ષના જે બાળકો છે. તે તમામને કૃમિનાશક દવાઓ આપવામાં આવશે. અને જે બાળકો દવાથી વંચીત રહેશે તેને મંગળવારેથી એક અઠવાડીયા આશા વર્કર બહેનો મારફતે દવા દેવા પાછળનો હેતુ એ છે કે માટીમાં કૃમીના જંતુઓ જોવા મળતા હોઇ છે જે બાળકોના શરીરમાં જવાની શકયતાઓ વધી જઇ છે જેના કારણે વર્ષેમાં બે વખત કૃમીનાશક દવાઓ આપવામાં આવે છે જીલ્લામાં ૪.૩૯ લાખ જેટલા બાળકોને આવરી લેવામાં આવશે.

તે દવાઓનો સ્ટોક પણ રાજયમાંથી મંગાવી લેવામાં આવ્યો છે. જેથી અછત ઉભી ન થાય ત્રણ દિવસના આ કાર્યક્રમમાં પ્રથમ દિવસે જ ૮૦ ટકા બાળકોને ગોળીઓ મળે તે પ્રકારે આયોજન કરાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.