Abtak Media Google News

રાજયમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વરસી રહેલા વરસાદને કારણે વડોદરા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પૂરની પરિસ્થિતિમાં ખૂબ જ ઝડપથી સુધારો થઈ રહ્યો છે.

Advertisement

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ વડોદરાની સ્થિતિનું જાત નિરીક્ષણ કરવા મોડી સાંજે વડોદરા પહોંચી ગયા છે. વડાપ્રધાનના કાર્યાલય દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે તેમજ જરૂરી તમામ મદદની ખાતરી આપવામાં આવી છે તેમ આજે ગાંધીનગર ખાતે વડોદરામાં પૂરની સ્થિતિ અંગે યોજાયેલી સમીક્ષા બેઠકમાં મુખ્ય સચિવ ડૉ. જે.એન.સિંઘે જણાવ્યું હતું.

આ બેઠકમાં વડોદરા ખાતેથી વડોદરા કલેકટર શાલિની અગ્રવાલ, પોલીસ અધિક્ષક અનુપમ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહેવાની સાથે રાજ્ય સરકારે ખાસ નિયુકત કરેલા બે વરિષ્ઠ સનદી અધિકારીઓ ડૉ. વિનોદ રાવ અને લોચન સહેરાએ પણ શહેર અને આસપાસના વિસ્તારોમાં થયેલી કામગીરી અંગે તલસ્પર્શી માહિતી આપી હતી.
આ બેઠકમાં મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર, મુખ્ય મંત્રીના ખાસ સચિવ કે.કૈલાસનાથન સહિતના સંબંધિત વિભાગોના ઉચ્ચ સનદી અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.