Abtak Media Google News

કોવિડ -૧૯ના બીજા ફેઝમાં વાયરસમાં બદલાવ આવતા સંક્રમણ વધવાથી નાઈટ કરફયું, લગાવાયો છે સવારથી સાંજ લોકો ભીડ સાથે ફરતા જોવા મળી રહ્યા છે, જે ખતરનાક બાબત છે :રોગચાળો ફાટી નીકળે ત્યારે પ્રજાએ જાગૃત થઈને સાવચેતીનાં નિયમો પાળવા જ જોઈએ

૧૯૮૧માં એચ.આઈ.વી. બાદ લગભગ બે ત્રણ વર્ષે એકાદો વાયરસ વિશ્ર્વભરમાં અને આપણા દેશમાં જોવા મળી રહ્યો છે. એન્થ્રેકસ, સાર્સ, બર્ડફલુ જેવા વિવિધ વાયરસો સામે આપણે લડત આપીને તેને મ્હાત કર્યો પણ કોવિડ ૧૯ અર્થાત કોરોના વાયરસ ૨૦૧૯ના અંતમાં જોવા મળતા વિશ્ર્વભરમાં ખડભડાટ મચી ગયો હતો ચેપીરોગો કે બીન ચેપી રોગોમાં પ્રજાનો સહકાર ખૂબજ જરૂરી છે. ચેપ શેનાથી લાગે, શેનાથી બચી શકાય સાથે તેના વિવિધ લક્ષણો દરેક નાગરીકે જાણીને તેના પ્રિવેન્શન અને કંટ્રોલ બાબતે સક્રિય રીતે કાર્યરત થવું જ પડે છે, જો આમ ન થાય તો રોગચાળો વકરે અને તેના ભયાનક પરિણામો ભોગવવા તૈયાર રહેવું પડે છે.

સરકારશ્રી દ્વારા યુધ્ધના ધોરણે તમામ નકકર પગલા આયોજન સાથે ભર્યા છે. ત્યારે હજી પ્રજા એને ઢીલાશથી જોઈ રહી છે.જે એક ગંભીર બાબત છે. શનીવારથી અમદાવાદ બાદ સુરત-વડોદરા અને રાજકોટમાં રાત્રીનાં ૯ થી સવારના ૬ વાગ્યા સુધી કફર્યુ લાદવામાં આવ્યો છે. તો પણ લોકો રાત્રીનાં વોકીંગનાં બહાને કે અમથા કોઈ કામ વગર બાઈક લઈને નીકળતા જોવા મળી રહ્યા છે. જે તેને માટે અને બીજા માટે જોખમી થઈ શકે છે. સવારથી સાંજ શહેર કે ગામડામાં બેદરકારી તેમજ બેફિકર સાથે લોકો સામાજીક અંતર કે માસ્ક વગર ફરતા જોવા મળે છે. જે કોરોનાને ખૂલ્લું આમંત્રણ આપવા જેવી બાબત છે. દરેકે પોતાનું પરિવારનું અને ઘરનાં વડિલોનું કે નાની મોટી બિમારી હોય તેવા લોકોનું ખાસ ધ્યાન રાખવું પડશે.

કોરોના મહામારીને લગભગ બધા જ સેકટરમાં અસર કરી છે ત્યારે દરેક નાગરીકે પોતાને આ ચેપ ન લાગે અથવા પોતાનો ચેપ બીજાને ન લાગે તે જોવું અતી આવશ્યક છે. દિવાળી પહેલા સંક્રમણ ઘટતા મોટા ભાગનાં લોકોને કોરોના ભાગી ગયાનો ભ્રમ તહેવારો બાદ ઝડપથી સંક્રમણ વધતાં ભ્રમ ભાંગ ગયો, રસી આવી ગઈ કે આવશે ત્યારે એ પહેલા કે આજે ને કાલે સાવચેતી રાખીશું તો જ આપણે કોરોનાના ઈન્ફ્રેકશનથી બચી શકીશું. લોકડાઉન કે કફર્યુના પગલા વાયરસની ચેન તોડવા માટે છે જેમાં પ્રજા સંપૂર્ણ નિયમો પાળે તો આપણે ઝડપથી તેને કંટ્રોલ કરી શકીશું.

કોઈપણ વાયરસ સામે કે રોગ સામે લડવા આપણાં શરીરની રોગ પ્રતિકારક શકિત મહત્વનો ભાગ ભજવે છે. એ જેટલી સારી તેટલું પરિણામ કે બચાવની સંભાવના વધી જાય છે. આ શકિત પોષણ યુકત ખોરાકથી જ આવતી હોવાથી હાલમાં બહારના ખોરાક કે ખૂલ્લો રેકડીમાં મળતો ખોરાક ન ખાવો જોઈએ. આરામ-ઉંઘ સાથે તણાવ મુકત જીવન શૈલી પણ આપણને ઈન્ફેકશનથી બચાવી શકે છે. હાલનાં સંજોગોમાં આરોગ્ય તંત્રની તમામ સુચનાનો કડક અમલ કરવો આપણા સૌના ફાયદામાં છે.

Gfy

કોઈપણ વાયરસને વાતાવરણની એટલે ઠંડા-ગરમની અસર થતી હોય છે પણ લોકોએ એ ન ભુલવું જોઈએ કે કોવિડ ૧૯એ ઉનાળો-શિયાળો, ચોમાસુ આપણ ત્રણેય ઋતુ જોઈ લીધી છે. તેમ છતાં હજી તે છે જ, તેનું સંક્રમણ વધઘટ થયા રાખે પણ જયા સુધી સંપૂર્ણ નાબુદી ન મેળવી શકીએ ત્યાં સુધી પ્રજાએ સાવચેતી રાખીને પોતે અને બીજા બચાવવા જરૂરી છે. કોવિડ ૧૯ની લડતની ત્રણ મહત્વની બાબતમા હેન્ડવોશ, સામાજીક અંતર ને માસ્ક જ છે જેનો અમલ દરેક નાગરીક કરે તો આપણે ઝડપથી તેના અંત લાવી શકીશુ.

અમુક સમયે વાયરસ પોતે નબળો પડે કે તે પોતાનું સ્વરૂબ બદલે ત્યારે સંક્રમણનાં આંકડાઉપર નીચે થતા જોવા મળે છે. પરંતુ લોકોની બેદરકારી સતત ચાલુ રહે તો વાયરસને સંક્રમણ ફેલાવાની સરળતા થઈ જાય છે. તેથી સાવચેતીએજ સલામતી રાખીને સૌએ પોત પોતાનો બચાવ કરવો જરૂરી છે. જે લોકોની રોગ પ્રતિકારક શકિત સારી છે. તેને બહુ વાંધો નથી આપતો પણ જો એ પણ થોડી ગફલતમાં રહે તો ચેપ તો લાગી જ શકે છે.આ વાયરસ શરીરમાં ન પ્રવેશ ત્યાં સુધી સાવ નબળો છે, સાવ સાદા સાબુ વડે કે સેનેટાઈઝરથી ખતમ થઈ જાય છે. મોં અને નાક દ્વારા પ્રવેશતાઆ વાયરસ માસ્ક પહેરવાથી પ્રવેશી શકતો નથી. માટે તેની કેટલી અગત્યતા છે. તે સૌએ સમજવું જરૂરી છે. મોટાભાગે વાયરસનું બંધારણ જોતા ૧ થી ૧૪ દિવસમાં આપણું શરીર તેની સામે લડીને એન્ટિબોડી બનાવીને તેને ભગાડી દે છે. પણ પ્રતિકારક શકિત ઓછી હોવા કે થવાથી વાયરસ હૃદય-કિડની જોવા મહત્વના અંગોને ભયંકર નુકશાન પહોચાડી શકે છે.

કોવિડ-૧૦નું સૌથી વધુ જોખમી બાબત તે હિમોગ્લોબીનની ઓકિસજનની વહન શકિત ઘટાડે છે. આને કારણે શરીરનું ઓકિસજન લેવલ ઘટે ને કાર્બન ડાયોકસાઈડનું લેવલ કે માત્રા વધવાથી શરીર માટે ખૂબજ ઘાતક નીવડે છે. એક વાત એ પણ છે કે હર્ડઈમ્યુનિટીને કોરોના સામેનું બ્રહ્માસ્ત્ર ગણવામાં આવે છે. હર્ડ એટલે ટોળું કે સમુહ જેમાં વાયરસને ભગાડવાની તાકાત રહેલી છે. આને કારણે કદાચ અમુક દેશોમાં કોરોનાનું સંક્રમણ બહુ ઓછુ જોવા મળ્યું છે.

નાગરીક ધર્મ બજાવોને કોરોના ભગાવો, કેન્સર, એઈડ્સ, ડાયાબિટીસ, મેલેરીયા જેવા ઘણા રોગોની કોઈ ચોકકસ રસીકે દવા શોધાય નથી છતા તેની સાથે માણસો તંદુરસ્ત રીતે લાંબુ જીવી રહ્યા છે પણ કોરોના વાયરસ ઘાતક વાયરસ હોવાથી વૈશ્ર્વિક મહામારી બની ગયો છે. ૨૦૧૦માં સ્વાઈન ફલુ એચ.૧, એચ.૨ વાયરસ ફાટી નીકળ્યો હતો. એક અબજ લોકોને વિશ્ર્વભરમાં ચેપ લાગ્યો ને ત્રણ લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. છતા પણ આપણે સમુહની તાકાતથી ભગાડયો છે. કોરોનાથી ડરવાની જરૂર નથી, સાવચેતી રાખવી હિતાવહ છે. વિશ્ર્વભરમાં આપણે કોરોના સામે સારી લડાઈ લડી છે. પણ લોકોની બેદરકારીથી ફરીથી વાયરસે ઉથલો માર્યો છે. હવે જો જનતા નહી સમજે તો તેના માઠા પરિણામો ભોગવવા તૈયાર રહેવું પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.