Abtak Media Google News

ટ્રમ્પની કારી ન ફાવે એવા મેઈડ ઈન અમેરિકા શ્રાપની સામે ટકરાય એવા કોઈ દુર્વાસા જેવા શ્રાપના મહાજ્ઞાની શું આજના જગતમાં કયાંય નહીં હોય ? મહાદેવને માસ્કની જરૂર પડી છે એવો આ ઝેરી અને મારકણો શ્રાપ છે એ એની ઓળખાણ છે !

શેર બજારના ઈતિહાસનો સૌથી મોટો કડાકો કરાવવાની અને હજારો લોકોની લાશો ઢાળવાની બેવડી ત્રેવડ ધરાવતા રાક્ષસી આતંકીને ભોંય ભેગા કરવામાં શું આખી દુનિયા લાચાર ? પૃથ્વી પર આર્થિક સામાજિક, શારીરિક અને સાર્વત્રિક ઉથલપાથલ બેકાબુ બની જાય તો શું થાય ? માનવજાત અને ભગવાનની પરીક્ષા જેવો કદાચ પહેલીવાર ઘાટ ઘડાયો !

આપણે ત્યાં ફરી ફરીને જે કેટલીક જૂની કહેવતોનું સ્મરણ થાય છે તેમાંની એક છે, ‘ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે.’

મૂળ સંસ્કૃતમાં આ કહેવત આવી છે.‘ન જાને જાનકી નાથ, પ્રાત: કાલે કિ ભવિષ્યતિ’ (એટલે કે, ‘હે જાનકી નાથ, સવારે શું થશે એની કોઈને ખબર પડતી નથી !’

આ કહેવતની પ્રતીતિ કરાવતા એક સનસનાટીપૂર્ણ સચાર એક દિવસ પહેલા જ જાણ્યા છે: ‘શેર બજારમાં ઈતિહાસનો સૌથી મોટો કડાકો મૂડી રોકાણકારોની શેરની વેલ્યુ લગભગ આઠ લાખ કરોડ ઘટી ગઈ.

દેશ-વિદેશનાં શેરોમાં ભાવોમાં ગાબડાં.. અમેરિકાના ડાઉ જોન્સનો અત્યાર સુધીનો સૌથી મોટો કડાકો… કોરોના, ક્રુડ ઓઈલ, ભારતીય ચલણ (ઈન્ડીઅન કરન્સી)ના ત્રેખડે તબાઈ સર્જી….

જાણે કાળમુખી વીજળી ત્રાટકી.

જાણે કાતીલ વાવાઝોડું ફૂંકાવું.

જાણે ભયાનક ભૂકંપ સર્જાયો.

અભૂતપૂર્વ તારાજી સર્જાઈ.

આઈપીએલ-મુંબઈની તમામ મેચ કોરોના સામે નમી પડી.

ગુજરાતનાં મોલ-મલ્ટીપ્લેકસ ૨૫ દિવસ સુધી બંધ રાખવાની માગણી ઉઠી.

ભલે એ નકારાઈ તો પણ ભયના અને ગભરાટના કારણે એની વિપરિત અસર પડે ને પડે જ! એની પકકડ ઢીલી જલદ થયા કરે છે. એના હાહાકારમા વધઘટ થયા કરે છે. તો પર એની બૂરી અસર ન થાય એવી સમજણ હેઠળ વડાપ્રધાનના મત વિસ્તાર વારાણસીમાં મહાદેવના મૂખે માસ્ક લગાડી દેવાયો છે.

કહે છેકે અમુક વિસ્તારના લોકોએ અગમચેતીનાં એક ભાગ રૂપે દેશી દ્રવ્યો સાથે કપૂરની એક દોઢ લાખ જેટલી પોટલીઓ બનાવીને તેનો ઉપયોગ શરૂ કરી દીધો છે.

આખી માનવજાતને ભરખી જવાની ખોફનાક દાનત સાથે જ ત્રાટકયો હોય એવો કોરોના આખરે કોણે આપેલો શ્રાપ છે એ વિષે અટકળો થઈ રહી છે.

અમેરિકી પ્રમુખ ટ્રમ્પની પણ કારી ન ફાવે એવો ‘મેઈડ ઈન અમેરિકા’ શ્રાપની સામે ટકરાય અને બરાબર સફળતા સામે એવા કોઈ દુર્વાસા જેવા શ્રાપના મહાજ્ઞાની શું આજના જગતમાં કયાંય નહી હોય ?

5.Friday 1

શેર બજારમાં ઈતિહાસનો સૌથી મોટો કડાકો કરાવવાની અને હજારો લોકોની લાશો ઢાળવાની બેવડી ત્રેવડ ધરાવતા રાક્ષસી આતંકીને ભોંય ભેગો કરવામાં શું આખી દુનિયા લાચાર બને એવું એનું જોર?

પૃથ્વી પર આર્થિક, સામાજિક, શારીરિક અને સાર્વત્રિક ઉથલપાથલ સર્જાય અને તે બેકાબુ બની જાય તો શું થાય એવો ચિંતાજનક વિચાર કદાચ આખી માનવ જાતને આવે, અને ખુદ ભગવાન સંકટમાં મૂકાય, ને કદાચ પહેલીવાર તેમની પરીક્ષાની ઘડી આવે, એટલે સુધીની ભીતિઆ ‘મેઈડ ઈન અમેરિકા’ વાયરસની ઘાતકતામાં ઘર કરી ગઈ છે.

હજુ આગામી દિવસોમાં એ કેવું સ્વરૂપ લેશે એ તરફ સૌની મીટ રહેશે અને એને લગતી સાવધતા રાખવી જ પડશે !

ગાંધારીએ શ્રી કૃષ્ણને એવો શ્રાપ આપ્યો હતો કે, બે ભાઈઓ વચ્ચે ભીષણ યુધ્ધ કરાવીને એનો વિનાશ તમે કરાવ્યો છે એટલે હું તમને એવો શ્રાપ આપું છું કે તમારા યાદવકુળના ભાઈઓ પણ અંદરો અંદર લડશે, યાદવાસ્થળી સર્જાશે અને તેમનો વિનાશ થશે !

દ્વારિકા અચાનક રીતે આવનાર સામુદ્રિક સુનામીનો બૂરી રીતે ભોગ બનશે અને તે સમુદ્રનાં અગાધ જળમાં ડુબી જશે !…

કોરોનાની વિનાશક અસરો કયાં જઈને અટકશે એ કહેવું આસાન નથી. એને ‘મહામારી’ નું બીરૂદ આપીને સરકારે સત્તાધીશોએ એની ભયાનકતા તેમજ ભયંકરતાનો એકરાર કર્યો છે.

વિશ્ર્વની શેર બજાર ઉપર અને વિશ્ર્વના અર્થતંત્ર ઉપર તેમજ આર્થિક પ્રવાહો ઉપર એની ઘાતક અસર થઈ છે. હવે પછી એ પ્રકારની વિઘાતક અસરો ન ઉદ્ભવે અને વિશ્ર્વની માનવજાત તથા ભારતની માનવજાત ઉપર એની બહુબૂરી અસર ન થાય એવી પ્રાર્થના આપણે સહુ કરીએ…

આગાહી તો એવી થઈ શકે છે કે, આગામી મહિનાઓમાં ભારતે અને દુનિયાએ જબરી ઉથલપાથલો જબરી નવાજૂનીઓ અને અવનવા બદલાવ નિહાળવા પડશે એવો અભ્યાસીઓનો મત છે !

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.