Abtak Media Google News

રોકડ ૯ મોબાઈલ, વાહનો મળી ૩.૧૭ લાખનો મુદ્દામાલ કબ્જે

જામનગરમાં નાગેશ્વર વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં ઘોડીપાસાની કલબ ચાલી રહી હોવાની બાતમીના આધારે પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમે દરોડો પાડી ઘોડીપાસા વડે હારજીતનો જુગાર રમી રહેલા મકાન માલિક સહિત ૧૬ આરોપીઓની અટકાયત કરી લીધી છે અને તેઓ પાસેથી રોકડ રકમ તેમજ ઘોડીપાસાનું સાહિત્ય વગેરે મળે ૩.૧૭ લાખની માલમતા કબજે કરી લીધી છે.

Advertisement

જામનગરની પેરોલ ફર્લો ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, જામનગર નાગેશ્વર પાર્ક વિસ્તારમાં રાજાવાડી વિસ્તારમાં રહેતા ભીખુભાઈ ઉર્ફે ખોડાભાઈ રાઘવભાઇ ઢાપા નામના શખ્સના મકાનમાં ઘોડીપાસાની કલબ ચાલી રહી છે અને બહારથી મોટી સંખ્યા જુગારીયા તત્વો એકત્ર થઇને ઘોડીપાસા વડે હારજીતનો જુગાર રમી રહ્યા છે જે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન ૧૬ જેટલા શખ્સો  જુગાર રમી રહેલા મળી આવ્યા હતા.

પોલીસે મકાનમાલિક ભીખુભાઈ ઢાપા ઉપરાંત દિનેશ ભગવાનજીભાઈ પરમાર, અલ્તાફ મામદભાઇ મેમણ, હુસેન ગફારભાઈ મેમણ, સલીમ અબ્દુલ રહેમાન મકવાણા, અલ્તાફ સતારભાઈ આંબલિયા, સોહીલ સલીમભાઈ સાટી, વિપુલ વાલજીભાઈ પરમાર, રજાક ઈસ્માઈલ મોગલ, અબ્દુલ રજાક જુમાભાઈ ગજીયા, હસન હાજીભાઇ આંબલીયા, સુરેશ ખોડાભાઈ અબવાણી, કેતન ભીખુભાઈ ઢાપા, તેજસ પ્રવીણભાઈ પરમાર, ઈશ્વર મનસુખભાઈ મકવાણા, અને મુનાફ મહંમદ આંબલીયા વગેરેની અટકાયત કરી તેઓ પાસેથી રૂપિયા બે લાખ દસ હજારની રોકડ રકમ, ૯ નંગ મોબાઇલ ફોન અને વાહનો વગેરે મળી ૩,૧૭,૫૦૦ની માલમતા કબ્જે કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.