Abtak Media Google News

મે મહિનાની ગરમીમાં સાંજથી મોડી રાત્રી સુધી બીચ પર કુદરતી વાતાવરણની મોજ માણતા સ્થાનિકો-પર્યટકો

મે મહિનાની કાળઝાળ ગરમીમાં દિવસ પસાર કરવો મુશ્કેલ રહેતો હોય દ્વારકાના રમણીય દરિયા કિનારો ધરાવતાં ભડકેશ્વર બીચ પરના કુદરતી વાતાવરણમાં હાલના ઉનાળુ વેકેશનમાં યાત્રિકોના પ્રવાહને લીધે સાંજથી મોડી રાત્રી સુધી સ્થાનિકો તેમજ બહારથી પધારેલા ટુરીસ્ટ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે. અહીં જ સમુદ્ર વચ્ચે બિરાજતાં ભડકેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર તેમજ સનસેટ પોઈન્ટ, ગીતા મંદિર જેવા જોવાલાયક સ્થળોની સાથે સાથે સાંજના સમયે ત્યાં ઉંટ સવારી, ઘોડેસવારી તેમજ ખાણીપીણીના સ્ટોલને લીધે અનુકુળ વાતાવરણમાં વેકેશનના સમયમાં દ્વારકામાં હરવા-ફરવા માટેનું બેસ્ટ લોકેશન બની રહ્યું છે.

Advertisement

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.