Abtak Media Google News
અનાજ,કઠોળ, ફળ, શાકભાજી, તેલ,ખાંડ, દુધ,દહી, છાશ કે ઘી-માખણ કરતા વ્યકિત મોજ મજા અને ખોટા દેખાદેખીમાં ખોટા ખર્ચા કરે છે

છેલ્લા ઘણા મહિનાઓથી અખબારી જગતમાં  ખાદ્યચીજોના ભાવ વધારા મુદે ચર્ચાઓ અને હોબાળો ચાલે છે. દરેક વસ્તુ બહુ મોંઘી થઈ હોવાનો  દેકારો ચાલે છે. અને આમ આદમીનું જીવવું દુષ્કર બની ગયું છે.તેવી વાતો ચાલે છે. આજે અહી તેનાથી વિપરિત  વાત કરવા જઈ રહ્યો છું. એ વાત ખરી છે કે, ગરીબ વર્ગ અથવા મધ્યમ વર્ગને   અત્યારે જીવન નિર્વાહ કરવો ખરેખર અઘરો  બન્યો છે. પરંતુ તેના માટે આપણી  બદલાયેલ જીવન શૈલી વધુ  જવાબદાર છે.

આપણે રોજીંદી જરૂરીયાતની જણસો જેવી કેઅનાજ, કઠોળ, ફળો, શાકભાજી, ખાદ્યતેલ, ખાંડ, દુધ, દહીં, છાશ, ઘી, માખણ વગેરેનો  ખર્ચ એક બાજુ રાખીએ અને અન્ય ખર્ચા જેવા કે  મોઝશોખ, વ્યસન, દેખાદેખી,  પેટ્રોલ, ડીઝલ, કપડા, બ્યુટી ટ્રીયમેન્ટ, ઈલેકટ્રીકસ, શિણ, બહારનું ફરસાણ, મિઠાઈ, ચોકલેટ, કેક, પેસ્ટ્રી બહાર જમવા જવું, સીનેમા જોવા જવું વગેરે ખર્ચ ગણીએ , તો ઘરે ખાવાની ચીજો પાછળ થતા ખર્ચ કરતા અન્ય ખર્ચ હજુ આજના દિવસે ઘણો જ  એટલે કે અનેક ગણો વધારે છે.

Img 20221011 Wa0016

આપણને સારૂ ખાદ્યતેલ, ચોખ્ખુ ઘી, કઠોળ અમુક શાકભાજી કયારેક મોંઘા લાગે છે એટલે આપણે સસ્તા ખાદ્યતેલ, વનસ્પતિ ઘીની ખરીદી કરીએ છીએ. અમુક વખતે શાકભાજી ખરીદવાનું ટાળીએ છીએ. તેને કારણે આપણા આરોગ્ય પર વિપરિત અસર પડે છે ને તેનાથી ઉભા થતા આરોગ્ય પાછળ ખર્ચ કરવા મજબુર થઈએ છીએ. તેના કરતા જો આહાર સારો તેમજ જીવન શૈલી વ્યવસ્થિત રાખીએ તો મેડીકલ ખર્ચ ઘણો બચી શકે છે.

આપણે આરોગ્યના સામાન્ય નિયમો  જેવા કે વહેલા સુઈને  વહેલા જાગવું, સમયસર થોડા થોડા અંતરે હળવો આરોગ્યપ્રદ ખોરાક  લેવો, વગેરે આદતો   કેળવીએ તો પ્રમાણમાં આરોગ્ય સારૂ રહેશે ને મેડીકલ ખર્ચ નહી આવે.  આપણે આપણી  જીવનશૈલી પણ થોડી નીચે લાવવી જરૂરી છે. અઠવાડીયામાં એક વખત બહાર જમવા  જવું હોય છે, બજારમા મળતા   પેકીંગ ફરસાણ ખાવાજ હોય છે. ખાસ કરીને નાના બાળકોને   પહેલેથી જ નાસ્તામાં  આવા ફરસાણ, ચોકલેટ, પીપર, કેક, પેસ્ટ્રી વગેરે ખવડાવવા તે બાળકોને ધીમુ ઝેર આપવા બરબાર છે. વર્ષનાં  8 થી 10 વખત બ્યુટી પાર્લરમાં જવું દિવાળી વગેરે રજાઓમાં બહારગામ ફરવા જવું વ્યસનો જેવા કેપાન,બીડી,સીગરેટ, તમાકુ, દારૂ જેવા બિન જરૂરી ખર્ચમાં  કેટલા અંશે  ખિસ્સા હળવા થાય છે. તેની કોઈ ચિંતા નથી કરતું આ બધા ખર્ચ કરવા સામે મારો કોઈ વિરોધ નથી.

પરંતુ તેમાં કાપ મૂકી શકાય. દર અઠવાડિયે બહાર જમવા જતા હો તો, દર પંદર દિવસે જઈ શકાય. વર્ષમાં આઠ વાર બ્યુટી પાર્લર જતા હોય તો 6 વાર જઈ શકાય. દર મહિને સીનેમા જોવા જતા હોઉતો દર 45 દિવસે જઈ શકાય. સિનેમાનઊાં ઈન્ટરવલમાં ખવાતા વેફર, પોપકોર્ન, કોલ્ડ્રીંગ્સમાં કાપ મૂકી શકાય. બજારૂ ફરસાણ (ખાસ કરીને) પેકીંગ ફૂડમાં કાપ મૂકી શકાય. પણ તેમાં આપણે કાપ મૂકવો નથી. અને રોજીંદા  જરૂરી  ખોરાકના  ભાવોમાં આપણે બાંધછોડ કરીએ છીએ.

અનાજ, કઠોળ, ખાદ્યતેલ, દુધ, શાકભાજી વગેરે આવશ્યક ચીજ વસ્તુઓ ગણાય, એટલે કે તેના વગર આપણને (શરીરને) ચાલે જ નહી.આપણે આવશ્યક ચીજમાં ખર્ચો કરતા  કચવાઈએ છીએ અને અનઆવશ્યક  ખર્ચાઓ હસી હસીને  કરીએ છીએ. આ માનસિક્તા જો આપણે  બદલાવીએ અને આપણી જીવન શૈલી થોડી સાદગી ભરી કરીએ તો આપણે વધુ સારી અને  ખુશહાલ જીંદગી જીવી શકીશું.આવું જીવન જીવવાથી સ્વભાવમાંથી તામસીપણુ દૂર થશે. અને સહનશીલતા વિકસીત  થશે. અને  ખોટા ખેરાકને જીવનશૈલી  દૂર થતા આરોગ્ય સુધરશે અને આપણુ શરીર રોગમુકત થશે. દિવાળીના તહેવાર તથા નવું વર્ષ નજીક જ છે.તો આપણે સાદગીભર્યું પરંતુ ખુશાલી સભર, રોગમુકત  જીવન જીવવાનો સંકલ્પ  કરીએ.મારા વિચારો પ્રગટ કરવાનો  મને અવસર આપવા   બદલ હું ‘અબતક’ મીડીયાનો આભારી છું.  ‘અબતક મિડિયા’ને તેમના જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. તેમજ ‘અબતક’ના તમામ વાંચકોને દિવાળી તથા  નવા વર્ષની શુભકામનાઓ પાઠવું છું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.