Abtak Media Google News

રાજય લલિત કલા અકાદમી અને જિલ્લા યુવા વિકાસ અધિકારીના સંયુકત ઉપક્રમે આયોજન: તા.૨૧ નવે.એ રાજયકક્ષાની સ્પર્ધા

ગુજરાતના યુવાધનને યોગ તથા શારીરિક સશક્ત બનાવવાના  હેતુથી વર્તમાન મોબાઈલ ટેકનોલોજીના વપરાશ સાથેના અભિગમથી “મોબાઇલ ટૂ સ્પોર્ટ્સ” ના અભિયાનની નવતર પહેલ કરી છે.  હાલના કોરોના (કોવિડ-૧૯)ની મહામારીના વિષમ સંજોગોમાં  ફેસબૂક, વ્હોટ્સ એપ, ઇન્સ્ટાગ્રામ તથા વીડીઓ ગેઇમ્સ જેવી પ્રવૃત્તિઓમાં અત્યંત કીમતી સમય વેડફાતા યુવાધનને હકારાત્મક રીતે ક્રિયાશીલ કરવા રમતગમતની પ્રવૃત્તિઓ તરફ આકર્ષિત કરવા એ સમયની તાતી જરૂરિયાત છે. યુવાધનનો શારીરિક અને માનસિક વિકાસ ઉત્તમ રીતે થાય તે હેતુથી સરકારશ્રીએ વર્ષ-૨૦૨૦-૨૧ દરમિયાન ખઘઇઈંકઊ ઝઘ જઙઘછઝજ ની નવી યોજના મંજૂર કરેલ છે. આ યોજનાને “મોબાઇલ ટૂ સ્પોર્ટ્સ” ફેસબુક પેજ, યુ ટ્યુબ ચેનલ, રેડિયો ચીશુ, ટેલિવિઝન તેમજ સોશિયલ મીડિયા સંબંધિત માધ્યમો દ્વારા ખ્યાતનામ ખેલાડીઓની વિગતો,  ઓડિયો/ વિડિયો કલીપ રજૂ કરી યુવાનોને રમતગમતની પ્રવૃત્તિઓ માટે પ્રેરણાસહ આકર્ષિત કરવામાં આવશે.

આ હેતુને સુચારુ રૂપે પાર પાડવા રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ  હસ્તકની  ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીની કચેરી તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરીઓ દ્વારા સંયુક્ત રીતે “મોબાઈલ ટુ સ્પોર્ટ્સ” કાર્યક્રમ અંતર્ગત એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરેલ છે. જેમાં ૧૮ થી ૨૫ વર્ષના યુવાનો ભાગ લઈ શકશે. સ્પર્ધકે અ૪ સાઈઝના ડ્રોઈંગ પેપર પર “મોબાઈલ ટુ સ્પોર્ટ્સ” વિષય પર પોતાની કૃતિ તૈયાર કરી તા.૭/૧૧/૨૦૨૦ બપોરે ૧૨.૦૦ કલાક સુધીમાં પોતાના જિલ્લામાં આવેલ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરીએ મોકલવાની રહેશે.

રાજ્યકક્ષાની ચિત્ર સ્પર્ધામાથી ૧૦ વિજેતા કલાકારોની પસંદગી થશે. તેઓ પૈકી પ્રથમ વિજેતાને રૂ. ૧૦,૦૦૦/-, દ્વિતીય વિજેતાને રૂ. ૭૫૦૦/- તથા તૃતીય વિજેતાને રૂ. ૫૦૦૦/- એમ ત્રણ ઇનામો અને બાકીના અન્ય સાત વિજેતાઓને (પ્રત્યેકને) રૂ. ૨૫૦૦/- મુજબ આશ્વાસન ઈનામો આપવામાં આવશે.

આ અંગેની વધુ માહિતી મોબાઈલ ટૂ સ્પોર્ટ્સ યોજના અંતર્ગત ફેસબુક પેજ https://www.facebook.com/mobile2sports તેમજ યુ ટ્યુબ ચેનલની લીંક http://www.youtube.com/channel/UCzsjROvtHpN4rKensUaz-g પરથી મળી શકશે.

રાજકોટ મહાનગરપાલિકા(શહેર) માં વસતા અને આ ચિત્ર સ્પર્ધામાં ભાગલેવા ઈચ્છતા કલાકારો એ પોતાની ક્રુતિ ઉપર જણાવ્યા મુજબની તારીખ અને સમયમાં અચૂક જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી, ૭/૨બહુમાળી ભવન, રેસકોર્સ રોડ,રાજકોટ, અને રાજકોટ જિલ્લાના ગ્રામ્યવિસ્તારના કલાકારોએ ૫/૫બહુમાળી ભવન, રેસકોર્સ રોડ, રાજકોટના સરનામે રૂબરૂ જમા કરાવવાની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.