Abtak Media Google News

રોજિંદા સાયકલ ચલાવતા લોકોને પ્રોત્સાહીત કરાશે: ર૯મીએ સાયકલીંગના ફાયદાઓ વિષયે વેબીનાર

એક સમય હતો જયારે સાયકલ એ ગરીબ વર્ગનું વહન ગણવામાં આવતું હતું. અને આજે સાયકલ સ્વસ્થ રહેવા માટેનું સૌથી ઉત્તમ સાધન બની રહ્યું છે. લોકો વધુને વધુ સાયકલિંગ તરફ વળી રહ્યા છે, ભારત સરકારના મંત્રી મનસુખભાઇ માંડવીયા કે જે પોતે પણ છેલ્લા આઠ વર્ષથી સંસદ ભવન તેમજ પોતાની ઓફીસ સાયકલ ચલાવીને જાય છે અને લોકોને સાયકલિંગ માટે પ્રેરણા આપતા હોય છે. મનસુખભાઇ ના સુચનને અનુલક્ષીને ગુજરાતને ભારતનું પહેલું સાયકલિંગ સ્ટેટ બનાવવાના ભાગરુપે બાઇસીકલ ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા ક્રિકેટની લીગની તર્જ પર એક ઇન્ડિયન  પેડલિંગ લીગનું આયોજન કરવામાં આવેલ અને ગત ૧૫ ઓગસ્ટ ના રોજ તેનું લોન્ચીંગ કરવામાં આવેલ, આ એપીએલ માં સમગ્ર ગુજરાતના ર૩ શહેરોની ટીમે ભાગ લીધેલ અને પોતાના શહેરમાં સાયકલિંગવ ને વધુ પ્રોત્સાહન આપવા શું શું કરવું જોઇએ એ અંગે અલગ અલગ ટાસ્ક પુરા કરેલ, હાલમાં આ ઇવેન્ટના ફાઇનલ રાઉન્ડમાં શહેરની જાણીતી સાયકલિંગ કલબ રાજકોટ રેન્ડોનીયર્સની ટીમ  સાયકલો લાયન્સ ભાગ લઇ રહેલ છે. જેને અનુલક્ષીને સમગ્ર શહેરમાં તારીખ ર૪ સપ્ટેમ્બર થી ૩૦ સપ્ટેમ્બરસુધી સાયકલ સહુલિયત સે સેહત તક સાયકલિંગ જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવેલ છે.

જે અંતર્ગત બાળકો માટે ઓનલાઇન પોસ્ટર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છ.ે. તે ઉપરાંત શહેરમાં જે લોકો સાયકલ દ્વારા પોતાના રોજીંદા કાર્યો કરે છે તેમને પ્રોત્સાહીત કરવામાં આવશે અને એક ફેસબુક વેબીનારનું પણ આયોજન કરવામાં આવશે.

ટીમ સાયકોલાયન્સ ના કેમ્પેઇન હેડ વિજય દોંગાના જણાવ્યા અનુસાર પોસ્ટર સ્પર્ધા અને કવિતા લેખન સ્પર્ધામાં ૬ થી ૧ર વર્ષના બાળકો ભાગ લઇ શકશે અને તેનું રજીસ્ટ્રેશન અને પોતાની કૃતિ પણ તારીખ ૩૦ સપ્ટેમ્બર સુધીમાં ઓનલાઇન મોકલવાની રહેશે. વધુ વિગત સાયકલોલાયન્સ ના ફેસબુક પેઝ પરથી મેળવી શકાય છે. આ બંને સ્પર્ધા માટે જે.સી.આઇ. રાજકોટ યુવા ના પ્રેસિડેન્ટ ક્રિના માંડવીયા નો પણ સહકાર મળી રહ્યો છે.

ટીમ ઓનર પરાગ તન્ના એ જણાવેલ કે તા. ર૯ સપ્ટેમ્બરના રાત્રે ૯.૩૦ કલાકે સાયકોલાયન્સ ના ફેસબુક પેઝ પરથી એક એફ.બી.લાઇવ વેબીનારનું પણ આયોજન કરવામાં આવેલ છે. વિષય છે સાયકલિંગના સામાજીક, આર્થિક અને શારીરિક ફાયદાઓ જેમાં દર્શકો પોતાના પ્રશ્ર્નો પણ પૂછી શકશે.

તા.૩૦ ના રોજ રાજકોટ રેન્ડોનિયર્સના તમામ મેમ્બર પોતાની રીતે સાયકલ ચલાવી પોતાના સોશ્યિલ મીડીયા એકાઉન્ટ દ્વારા લોકોને સાયકલ ચાલવાનો સંદેશ આપશે.

આ સમગ્ર અભિયાન ને રાજકોટ મહાનગર પાલિકા તેમજ જાણીતી સંસ્થાઓ અને શહેરના અગ્રણીઓનો ખુબ જ સહકાર મળી રહ્યો છે.

આ અભિયાન ને રાજકોટના ના જન જન સુધી પહોચાડવા માટે રાજકોટના સીટી લીડર પરેશ બાબરીયા અને ટીમ ઓનર પરાગ તન્નાના માર્ગદર્શન હેઠળ કેપ્ટન સંજય લાખાણા અને કેમ્પેઇન હેડ વિજય દોંગા સહિત ની ટીમ સતત મહેનત કરી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.