Abtak Media Google News

દ્વારકા જિલ્લા સહિત 10 જિલ્લામાં મેડિકલ ઓફિસરો, એમબીબીએસ તબીબોને ચાર માસથી પગાર નથી મળ્યા

ગુજરાત રાજ્યમાં કોરોના સમયે આરોગ્ય વિભાગ દ્વારા સામુહિક રીતે નવા એમ.બી.બી.એસ. થયેલા અનેક તબીબોને સરકારી હોસ્પિટલો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં ચારેક માસ પહેલા નિમણૂંક અપાઇ હતી તથા ચાર-ચાર માસ કોરોના સમયમાં સારી કામગીરી પણ આ તબીબોએ કરી છે.

જેને લીધે વર્ષોથી ખાલી જગ્યાઓ પણ ભરાઇ છે ત્યારે આ નવા એમ.બી.બી.એસ. તબીબોને ચાર-ચાર માસથી પગાર જ ના મળતા તેઓ મુશ્કેલીમાં મુકાયા છે. ડોક્ટર તરીકેની સૌ પ્રથમ મહત્વની ગણાતી નોકરી અને તેમાં ચાર-ચાર માસની જ્યારથી નિમણૂંક થઇ ત્યારથી જ પગાર ના થતાં કેટલાંક તબીબો મુશ્કેલીમાં મુકાયા છે.

જો કે રાજ્યના દ્વારકા જિલ્લા સહિત દશેક  જિલ્લામાં જ પગાર અપાયો નથી. બાકીના જિલ્લાઓમાં રેગ્યુલર પગાર ચુકવાઇ ગયો છે ત્યારે અસંતોષની લાગણી ફેલાઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.