Abtak Media Google News

દ્વારકા યાત્રાધામમાં હવે ડેસ્ટીનેશન્ટ ટુરીઝમનો પણ ઉમેરો થતાં દર્શનાર્થીઓ અને હરવાફરવા માટેના પ્રવાસીઓનો પણ ઉમેરો થયો છે. જેને લઈને કોરોનાની બીજી લહેર પછી દ્વારકામાં શુક્ર-શનિ અને રવિવારની ત્રણ દિવસની રજામાં ખાસ કરીને ગુજરાતના લોકોની ભીડ જોવા મળી રહી છે.

શિવરાજપુર, સુદામા સેતુ, ગોમતી નદીના સમુદ્ર કિનારે લોકો હરીફરી રહ્યાં છે

વીક  એન્ડમાં નાના-મોટા ગેસ્ટ હાઉસ, લકઝરી હોટેલ, રીસોર્ટમાં ભારે ધસારો

દ્વારકામાં છેલ્લા ત્રણ દિવસમાં જોવા મળેલ ટ્રાફિક ઉપરથી સમજી શકાય તેમ છે કે આવનારા દિવસોમાં યાત્રાધામ અને પ્રવાસન બન્નેને વેગ મળવાનો છે અને હોટેલ ઉદ્યોગને સારો એવો ફાયદો થવાનો છે. વિક એન્ડમાં યાત્રિકોના અને પ્રવાસીઓના ટ્રાફિકમાં ખાસ કરીને શિવરાજપુર, સુદામા સેતુ અને દ્વારકાના સમુદ્ર કિનારે આવેલ ભડકેશ્વર બીચ ગાયત્રી બીચ અને ગોમતી નદીના સમુદ્ર કિનારે પ્રવાસીઓ વધુ ને વધુ હરવા ફરવા જઈ રહ્યા છે.

ગુજરાત અને કેન્દ્ર સરકારએ સુવિધાઓ અને વિકાસ સાથે વિક્સાવેલ ઉપરોક્ત સ્થળો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ખાસ કરીને કોરોનાના કારણે વિદેશ જવા પર પ્રવાસીઓને મોટાભાગે નિમંત્રણ હોય અને વિમાની સેવાઓ મર્યાદિત છે તેમજ હજુ લોકો કોરોનાની ત્રીજી લહેરની દહેશતથી ગભરાયેલા છે.

જેથી ગુજરાતના લોકો સૌરાષ્ટ્રના યાત્રાધામો અને પ્રવાસન ઉપર વધુને વધુ પસંદ કરી રહ્યા છે.છેલ્લા સપ્તાહમાં પૂનમથી લઈને શનિ, રવિની રજાઓ સુધીમાં દ્વારકામાં પચાસ હજાર જેટલા પ્રવાસીઓ મુલાકાત લીધી હોવાનો અંદાજ છે. શહેરના નાના-મોટા ગેસ્ટહાઉસ, લક્ઝરી હોટેલ અને આસપાસની રીસોર્ટમાં ભારે ધસારો જોવા મળ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.