Abtak Media Google News

દ્વારકાના યુકો બેન્કના ૭૬માં સ્થાપના દિનની ગ્રાહકો સાથે વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. ગઈકાલે યુકો બેન્કની સ્થાપનાને ૭૬ વર્ષ પૂર્ણ થતા હોય આ વિશેષ અવસરની દ્વારકાની યુકો બેન્કની શાખામાં વિશેષ ઉજવણી કરવામાં આવી હતી.

Advertisement

જેમાં શાખાના ગ્રાહકોની ઉપસ્થિતિમાં બેન્કના સ્ટાફ દ્વારા કેક કાપી હતી. બેન્ક મેનેજર કૈલાસ જય સંઘાણીએ આ પ્રસંગે ગ્રાહકોને બેન્કની અલગ-અલગ સ્કીમો અને પ્રોડકટસ વિશે ગ્રાહકોને માહિતગાર કર્યા હતા.

આ સાથે માનવંતા ગ્રાહકોને વિશેષ તૈયાર કરાયેલા કેલેન્ડર ગીફટ તરીકે આપવામાં આવ્યા હતા. આ સાથે બેન્ક મેનેજર તથા સ્ટાફે આ પ્રસંગે ઉપસ્થિત રહેવા બદલ ગ્રાહકોનો આભાર વ્યકત કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.