Abtak Media Google News

દેવભૂમિ દ્વારકા ના ભાવિ સમાન એવા દ્વારકા પંથક ના એલકેજી થી ધોરણ આઠ સુધી ના તેજશવી બાળકો તથા ફાયર અને ૧૦૮ ના કર્મચારીઓ ના સન્માન નો કાર્યક્રમ દ્વારકા ના રિદ્ધિ સીધી યુવા ગ્રુપ દ્વારા યોજવામાં આવ્યો.

Advertisement

દ્વારકા નું ભવિષ્ય એવા નાના નાના ભૂલકાઓ તથા દ્વારકા માં આવશ્યક સેવા તળે આવતા ૧૦૮ ઇમર્જન્સી સેવા તથા જિલ્લામાં સર્વોત્તમ ગણાતી એવી ફાયર વિભાગ ની ટીમ નું સન્માન કરી શિલ્ડ વિતરણ સાથે ગિફ્ટ આપી સન્માન કરવાનો કાર્યક્રમ દ્વારકા ના રિદ્ધિ સિદ્ધિ યુવા ગ્રુપ દ્વારા યોજાયો. ૬૭૫ જેટલા બાળકો ને દ્વારકા ના સાધુ સંતો તથા ધારાસભ્ય પબુભા માણેક, સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો, પત્રકારો, રાજકીય અગ્રણીઓ તથા TCSRD ગ્રુપ  અને વિક્રમ એન્ટર પ્રાઇઝ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

Studant1દેવભૂમિ જિલ્લા ના ઇતિહાસ માં આટલી મોટી સંખ્યામાં તેજશવી બાળકો ને સન્માન કરવાનો આ કાર્યક્રમ પ્રથમ વાર જ યોજાયો હતો જેમાં વિશાલ સંખ્યામાં જન મેદની અને શિક્ષણ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યાં હતા. દ્વારકા ના રીધ્ધી સિધ્ધી યુવા ગૃપ દ્વારા અનેક સેવાકીય પ્રવૃતિ વર્ષ ભર થતી રહે છે. અહીના યુવાનો દ્વારા અનેક વખતોવખત રક્ત દાન કેમ્પ કરવામાં આવે છે. સામાજીક ઉત્સવ જેવાકે નવરાત્રી, શરદ પૂનમ, ગણેશ ચોથ, કથા, જેવા અનેક ઉત્સવો ઉજવવામાં આવે છે. આ તેજશવી તારલાઓ નો સન્માન કાર્યક્રમ સતત છ કલાક ચાલ્યો હતોમ પોલિશ દ્વારા ચુસ્ત બંદોબસ્ત જાળવવવામાં આવ્યો હતોમ આ તકે સ્ટેજ પર  થી દ્વારકા નગર પાલિકા દ્વારા દ્વારકા ના ભાવિ ન સન્માન કરવ બદલ ધારસભ્ય દ્વારા રિદ્ધિ સિદ્ધિ યુવા ગ્રુપ ના યુવા ઓ ને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.