Abtak Media Google News

વળતર ચુકવ્યા વિના કુરંગા-દેવરીયા હાઈવે માટે જમીન સંપાદન કરાતા ખેડુતોએ સાંસદને કરી રજુઆત

કુવાડિયા ખાતે ખેડૂતોની માલિકીની જમીન પર નેશનલ હાઇવે લગત સત્તાવાળા દ્વારા તેમને વળતર ચૂકવ્યા વિના બળજબરી પૂર્વક કામ કરાતા સાસંદ રોષે ભરાયા હતા અને તાત્કાલિક તેઓ સ્થળ પર પહોંચી  ઉચ્ચ અધિકારીને અંગ્રેજી ભાષામાં જ્ઞાન આપી બોલતી બંધ કરતા સાસંદ પૂનમ માડમેં અધિકારીઓને આડે હાથ લઈ જાટકી નાખ્યા હતા. સાંસદ પૂનમબેન માડમ આજ કુરંગા- દેવરિયા  નેશનલ હાઇવે માટે લગત સતાવાળાઓ દ્વારા ખંભાળીયા પાસેના કુવાડવામા ખેડૂતોની જમીનો તેઓની મંજુરી વગર અને વળતર વગર  સતાવાળાઓ દ્વારા બળજબરીથી પોલીસ બંદોબસ્ત સાથે સંપાદીત કરાઇ રહી હતી આ ગંભીર બાબતની જાણ થતા સંસદસભ્ય  પૂનમબેન માડમ સ્થળ ઉપર દોડી ગયા હતા તેમજ ખેડૂતોની વ્યથા સાંભળી હતી.ખેડૂતોની વ્યથા સાંભળી નિયમો વિરુદ્ધ થતા કામો અંગે  અધિકારીઓને જરૂરી સૂચના આપી રીતસર ના તેની જ ભાષા માં ખખડાવ્યા હતા ને તાકીદે નિયમ વિરુદ્ધ થતા કામો અટકાવ્યા હતા.  સાંસદ પૂનમબેન દ્વારા અંગ્રેજી ભાષામાં સડસડાટ વાત કરતા અધિકારીઓ પણ મુંજાય ગયા હતા ભાગ્યેજ કોઈ અધિકારીને આટલું અંગ્રેજી ભાષામાં ભાષણ કોઈ નેતાનું એ પણ આપણા સૌરાષ્ટ્રમાં  સાંભળવા મળ્યું હશે આમ પણ દેશમાં ક્યાં આટલા ભણેલા નેતાઓ છે જે અધિકારીઓને સારી ભાષામાં સમજાવી શકે પણ પૂનમ માડમેં જે છટા મા અધિકારીઓને ખખડાવ્યા એ કાબિલે તારીફ છે અંગ્રેજી ભાષા પરની સારી પકડ તેઓની જોઈને લોકોને આનંદ પણ થયો સાસંદ અને ચૂંટાયેલા પ્રતિનિધિ ખરેખર આવા હોવા જોઈએ. તેનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.