Abtak Media Google News

100થી વધુ વોટર કલરમાં તૈયાર થઇ રાણીની વાવની કૃતિ: કલાકારોને બેસ્ટ આર્ટીસ્ટ, સ્ટાર આર્ટીસ્ટ, અપકમીંગ આર્ટીસ્ટ અને કોન્સોલેશન આર્ટીસ્ટ એવોર્ડ સાથે રોકડ પ્રમાણપત્ર આપી બિરદાવાયા : સમાપન સમારંભના અઘ્યક્ષ સ્થાને અમદાવાદ હેરીટેજ ટ્રસ્ટના ડાયરેકટર આશિષ તંબાડિયાની વિશેષ ઉ5સ્થિતિ

ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં સરસ્વતી નદીને કાંઠે વસેલું ગુજરાતના સુવર્ણયુગની સાક્ષી પૂરતું નગર પાટણની શિલ્પસમૃદ્ધિ જગપ્રસિદ્ધ છે સિધ્ધરાજ જયસિંહે સહસ્ત્રલિંગ તળાવનું નિર્માણ કર્યું જેના  ફરતે શિલ્પસભર 1008 શિવાલય હતા આ સહસ્ત્રલિંગ તળાવની નજીકમાં જ અદભુત સલા અને શિલ્પમંડિત “રાણી ની વાવ ” એ પ્રાચીન ગુજરાતની વિશિષ્ટ ધરોહર છે આ “રાણી ની વાવ” યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ માં સ્થાન પામી છે, ભારતીય ચલણમાં સ્વીકૃત પામીને અનેરૂ સ્થાન મેળવીને ગરવા ગુજરાતની સ્થાપત્યકલાને ઉચ્ચ ગરિમા આપી છે .”રાણીની વાવ” ના અનેક સ્થંભ મૂર્તિઓ અને ભવ્ય કોતરણીથી આકાર પામેલા શિલ્પોનું ગુજરાતના કલાસાધકોએ સપ્તરંગી કલાસર્જન કરી  રંગોથી જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે,.

યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ અને ભારત સરકારના પેટ્રેજન અંતર્ગત એલિકઝર ફાઉન્ડેશન અને કલાપ્રતિષ્ઠાનના સયુકત ઉપક્રમે રાણકી વાવ પાટણ ખાતે તારીખ .7- 3- 2021ને રવિવારના રોજ સવારે 8:30 થી સાંજના 4:30 સુધી યોજાયેલ વોટર કલર લાઈવ કોન્ટેસ્ટ 2021નો સમાપન સમારોહ બી.ડી.એસ આર્ટસ ,સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ ના સભાગૃહમાં પાટણ ખાતે દબદબાભેર ઉજવાઈ ગયો… સમગ્ર ગુજરાતમાંથી100 કરતાં પણ વધારે ચિત્રકારો આ લાઈવ કોન્ટેસ્ટમા જોડાયા હતા  આ સમારંભના અધ્યક્ષ સ્થાને અમદાવાદ હેરિટેજ ટ્રસ્ટના ડાયરેક્ટર આશિષભાઈ તંબાડિયા  ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કલાકારોને બિરદાવતા જણાવ્યું હતું કે “કલાનું કામતો સમગ્ર જનસમાજને જગાડવાનું છે છેલ્લા 15 વર્ષથી કલાપ્રતિષ્ઠાન આ દિશામાં સતત પ્રવૃત્ત રહીને કાર્ય કરી રહી છે તે સમગ્ર રાષ્ટ્ર માટે ગૌરવપૂર્ણ ઘટના છે” તેમ જણાવીને બંને આયોજક સંસ્થાઓ ને અભિનંદન પાઠવ્યા હતા સમારંભના ઉદ્ઘાટક અને આ કોન્ટેસ્ટના દાતા રાજકોટના અગ્રણી ઉદ્યોગપતિ ,લિફ્ટવેલ હાઇડ્રોલિક પ્રા. લિ. રાજકોટ કંપનીના ડાયરેક્ટર  સુરેશભાઇ વેકરીયાએ દીપપ્રાગટ્ય કરતા જણાવ્યું હતું કે “આજનો દિવસ ખરેખર અમારા માટે ખૂબ જ ભાગ્યશાળી દિવસ પુરવાર થયો છે.

Img 20210309 Wa0497

એક સાથે કલાકારોને કલાની ઉપાસના કરતાં જોવાની ઉજળી ઉમદા તક કલા પ્રતિષ્ઠાનના માધ્યમથી મળી છે ત્યારે અમે ખૂબ જ ગૌરવવંતા સાબિત થયા છીએ.. તેમ જણાવીને આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા આ પ્રસંગે જિલ્લામાહિતી કચેરી -જામનગરના નાયબ માહિતી નિયામક રાજુ જાની, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આસિ. પ્રોફેસર ડો. મનોજ જોષી ,ન્યુ પ્રોગ્રેસીવ ફાઈન આર્ટ  કોલેજ મહેસાણાના પૂર્વ આચાર્ય અને નવનિયુક્ત જિલ્લા પંચાયતના સદસ્ય  હરિભાઇ પટેલ,  સિદ્ધહેમ સેવા ટ્રસ્ટ- પાટણના પ્રમુખ અનીલભાઇ પટેલ શ્રી મહાત્માગાંધી ફાઉન્ડેશન પાટણના પ્રમુખ, લાલજીભાઈ ઠક્કર અને  બી.ડી.એસ. આટ્સ,સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ પાટણ ના આચાય ડો. કમલ પંડ્યા હાજર રહીને કલાકારોને બિરદાવ્યા હતા રાણકી વાવની 100 કરતાં પણ વધારે વોટર કલરમાં તૈયાર થયેલી કલાકૃતિઓના કલાકારોમાંથી બેસ્ટ આર્ટિસ્ટ એવોર્ડ સ્ટાર આર્ટિસ્ટ એવોર્ડ અપકમીંગ આર્ટિસ્ટ એવોર્ડ અને પાંચ જેટલા કોન્સોલેશનઆર્ટિસ્ટ એવોર્ડ સાથે રોકડ રાશિ, પ્રમાણપત્ર અર્પણ કર્યા હતા.

Img 20210309 Wa0499

સમગ્ર સ્પર્ધાની નિર્ણાયકની ભૂમિકા માં રહીને કામ કરનાર ચિત્રકાર શ્રી કુલીન પટેલ અમદાવાદ. ચિત્રકાર  દિલીપ દવે અમદાવાદ ચિત્રકાર અનુરાગ મહેતા ઉદેપુરને અભિવાદન પત્ર અર્પણ કરીને બહુમાન કરવામાં આવ્યું હતું અને અગ્રણી ઉદ્યોગપતિ  સુરેશભાઇ વેકરીયાનુ  રાષ્ટ્રીય સંવર્ધક તરીકે સાલ અને અભિવાદન પત્ર અર્પણ કરીને ને અભિવાદન કર્યું હતું આ પ્રસંગે ચિત્રકાર હેમલ સોલંકી દ્વારા તૈયાર કરાયેલ રાણકી વાવ ની કલાકૃતિ દ્વારા ઉપસ્થિત મહેમાનોને પ્રતીક ભેટ અર્પણ કરવામાં આવી હતી સમગ્ર ઈવેન્ટ નું સંકલન યુનેસ્કો વર્લ્ડ હેરિટેજના પ્રોગ્રામિંગ કો-ઓર્ડીનેટર  મધીશ પરીખ અને તેમની સમગ્ર ટીમે સંભાળ્યું હતું અને સંચાલન સંસ્થાના અધ્યક્ષ રમણીક ઝાપડિયાએ કર્યું હતું કાર્યક્રમના શુભારંભે ગત વર્ષેમા આપણી વચ્ચેથી વિદાય થયેલા કલાસાધકોના આત્માની શાંતિ માટે બે મિનિટનું મૌન પાળીને પ્રાર્થના દ્વારા કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો આભારવિધિ સંસ્થાના મહામંત્રી સી.ટી પ્રજાપતિએ કરીને સમગ્ર કાર્યક્રમને સફળતા બક્ષી હતી કાર્યક્રમના અંતે દરેક કલાકારોને પોતાની કલાકૃતિ ,પ્રમાણપત્ર અર્પણ કરીને ધન્યતા અનુભવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.