Abtak Media Google News

વિધાનગરમેઈન રોડ ખાતે આરવ હોસ્પિટલનું ઉદઘાટન કરવામાં આવ્યું હતુ આરવ પિડીયાટ્રીક સર્જીકલ હોસ્પિટલ એ બાળકો માટેની હોસ્પિટલ છે. જેના ઉદઘાટનમાં મોટી સંખ્યામાં ડોકટરો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Vlcsnap 2018 04 09 08H51M33S32અબતક સાથેની વાતચીતમાં ડો. તત્સ જોષી પીડિયાટ્રીક સર્જને જણાવ્યુંહતુ કે હોસ્પિટલની અંદર સૌથી પહેલા માનવતાની સગવડતા આપવામાં આવી છે. કોઈપણ દર્દી ગરીબ હોય કે પૈસાદાર હોય તેમને અનુરૂપ થઈને એટલે બાળકોની જરૂરીયાત સમજીને ઈમરજન્સીને ધ્યાનમાં રાખીને તકલીફ ને ઝડપી અને સૌથી આરામાં સારી રીતે સારવાર મળી રહે તે રીતની સગવડતા આપવામાં આવી છે. અંતે તે સિવાયની સગવડતાની વાત કરીએ તો બાળક રમવા માટે થઈને ગેમ્સ જોન, આરોપ્લાન સેન્ટ્રલ, મ્યુઝીક સિસ્ટમ, સોલર વોટર, સ્પેશિયલ રૂમ, ડિલકસ ટુમ, એ.સી., ફ્રિઝ, ટીવી, ઓવન આરીતનાં ભૌતિકતાનાં સાધનો છે. તેમની પણ સગવડ નજીવા ખર્ચે સારવાર આપવામાં આવે છે. એટલેકે બીજી કોર્પોરેટર હોસ્પિટલ સામે કમ્પેરિશન કરીએ તો તેમના જર્નલ રૂમનો આજે અહી ડિલક્ષ રૂમની ફેસેલીટી આપવામાં આવે છે.

Vlcsnap 2018 04 09 08H51M12S67 બાળકોની સર્જીકલ હોસ્પિટલ છે એટલે કે બાળકોને લગતી સર્જરી જેમકે બાળકને સાંળગ ગાઠ, વધરાવળની ગાઠ, પેશાબની ચામડી ચોટેલી હોવી પેટની અંદર થતા આંતરડાનાં ઓપરેશન, છાતીની અંદરનાં ઓપરેશન, મગજનાં ઓપરેશન તેમજ દૂરબિન વડે થતા તમામ પ્રકારનાં ઓપરેશન જેમકે બ્રોન્કોકોપી, શિશ્કોકોપી, લેપરોશકોપી, થેરોમોકકોપી, આ બધી જ જાતની દૂરબીન કી હોલ સર્જરી કહેવાય છે જે સ્ટીચબેસ હોય છે. તે પ્રકારની હાયએન્ડ ઓપરેશનની ફેસીલીટી અહી આપવામા આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.