Abtak Media Google News

કેટલાક એવા સરળ અને સસ્તા ઉપાયો જે ઘરમાં કરાવશે ઠંડકનો અહેસાસ.

વિન્ડોમાં જો બ્લાઇન્ડ્સ હોય તો એને સૂર્યની તરફ બંધ કરો, કારણ કે સૂર્યનો તડકો ઘરમાં આવશે તો એનાથી સૌથી વધુ પ્રમાણમાં ગરમી થશે. જો ફ્લોરિંગ પર તડકો હશે તો એની સામે ઍરકન્ડિશનરની ઠંડક પણ કામ નહીં કરે. એટલે સૌથી પહેલાં તો તડકાને જ ઘરમાં આવતો અટકાવો.

Advertisement

Fan.450X0 Isએસી ફિલ્ટરનું ક્લીનિંગ કરવું ખૂબ અઘરું પરંતુ જરૂરી કામ છે. જો નિયમિતપણે એસીનું ફિલ્ટર ક્લીન હશે તો કૂલિંગ વધુ સારું થશે. જ્યારે એસી ઑન કરો ત્યારે પાવર સેટિંગ ફુલ હાઈ પર રાખો. એસીની હવા જ્યારે રૂમની અંદર જ રહે ત્યારે ઠંડક વધુ સારી મળે છે. એટલે જો ઘરમાં કોઈ બારી હોય તો એ બંધ જ હોય એનો ખ્યાલ રાખવો. જેટલી ઝડપથી ઠંડક થશે એટલું જ એસી પાવર ઓછો કન્ઝ્યુમ કરશે. જોઈતી ઠંડક થાય ત્યાર બાદ એસીનું ટેમ્પરેચર લો કરી દો.

ઘરમાં શૉપિંગ મૉલમાં હોય એટલી ઠંડકની જરૂર હોતી નથી તેમ જ વધુપડતી ઠંડકમાં હવા પણ સૂકી બની જાય છે એટલે હાઈ ટેમ્પરેચરથી રૂમ કૂલ કરી એસી બંધ કરી દો અથવા લો કરી દો.

બને એટલો પંખાનો વપરાશ કરો. એસી ઑન કર્યા બાદ પંખા બંધ ન કરો, કારણ કે પંખો રૂમમાં હવા દરેક ખૂણામાં ફેલાવવામાં વધુ મદદ કરશે. એનાથી ઍરકન્ડિશનરનો પાવર પણ વધે છે.

Ac Repair In Indore Sab Kuch Repair

ફક્ત એ જ રૂમ કૂલ કરો જે તમે વાપરવાના હો. જો સેન્ટ્રલ એસી હોય તો ઘરના જે ભાગ વપરાશમાં ન હોય એને બંધ કરી દો. જો એસી ઘરમાં સૌથી ખુલ્લા ભાગમાં હોય તો અને એ ભાગ કિચન, ડાઇનિંગ અને લિવિંગ રૂમ કવર કરતો હોય તો ઘરના બાકીના રૂમના દરવાજા બંધ કરી દો.

નવું એસી ખરીદો. જો તમને તમારું ૧૦ વર્ષ જૂનું એસી ખૂબ પ્રિય હોય અને વિચારતા હો કે નવું ખરીદવાનું કોઈ જરૂર નથી તો તમે ખોટા છો, કારણ કે જૂનું એસી નવા મશીનની સરખામણીમાં વધુ પાવર કન્ઝ્યુમ કરશે અને ઇલેક્ટિÿસિટીના બિલમાં તમે બચત કરી શકશો.

લાઇટ બંધ કરી દો. ઉનાળામાં જો લાઇટ ચાલુ હશે તો એનાથી હીટ વધશે. એમાં પણ જો બલ્બ હશે તો સમસ્યા વધશે, કારણ કે બલ્બ વધુ ગરમ થાય છે. રાતના સમયે જો ઠંડક જોઈતી હોય તો લાઇટ્સ ઑફ રાખવી. જો લાઇટ્સ જરૂરી લાગતી હોય તો સીએફએલ લાઇટ્સ લગાવો.

ઉનાળામાં રાંધવામાં વધુ સમય લાગે એવી ચીજો બનાવવાનું અવૉઇડ કરો, કારણ કે રસોઈમાંથી નીકળતી હીટથી પણ ઘરમાં ગરમી થાય છે. એમાં પણ ગૅસ ચાલુ હોય ત્યારે એસી ઑન કરો તો તમે પોતાનું જ નુકસાન કરી રહ્યા છો.

4 22

બને એટલો નીચલો માળ પસંદ કરવો, કારણ કે જેટલી ગરમી ટૉપ ફ્લોર પર થશે એટલી ગ્રાઉન્ડ કે ફસ્ર્ટ ફ્લોર પર નહીં થાય. માટે ઘર ખરીદવાના હો તો ગરમીના એક પૉઇન્ટને પણ ધ્યાનમાં રાખીને નીચલો માળ જ પસંદ કરો. ટેરેસ ફ્લૅટ કે ઉપરના બે ફ્લોરને ગરમીનો માર વધુ સહન કરવો પડે છે. જો ટેરેસની નીચેનો ફ્લોર હશે તો પણ ટેરેસ ગરમ થવાને લીધે વધુ ગરમી થશે.

ન જોઇતાં ઇલેક્ટ્રૉનિક સાધનો બંધ રાખવાથી પણ ગરમીમાં રાહત થઈ શકે છે. તમે જોયું હશે કે લૅપટૉપ કે ટીવી થોડી વાર ચાલુ રહે તો ગરમ થઈ જાય છે અને એ રીતે ઘરમાં હીટમાં વધારો થાય છે. એટલે જ્યારે જરૂરિયાત ન હોય ત્યારે ઘરનાં ઇલેક્ટ્રૉનિક અપ્લાયન્સિસ તેમ જ પૉઇન્ટ્સ બંધ રાખો.

ઘરમાં કેટલુંક હોમ ડેકોર પણ ઠંડક આપી શકે છે. જેમ કે દીવાલો પર સફેદ કે લાઇટ રંગો ઠંડક આપશે. ઘરમાં પડદામાં પણ લાઇટ રંગો અને કૉટન કે શિફોન જેવા ફૅબ્રિકનો વપરાશ કરવો. પાણીમાં રાખેલાં ફૂલો ઘરમાં ડેકોરેશનનું તો કામ કરશે જ સાથે પાણી ઠંડક પણ આપશે. આ રીતે કેટલીક તકેદારી રાખવામાં આવે તો તમારો ઉનાળો માણવાલાયક બની શકે છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.