Abtak Media Google News

શરીરનું મેટાબોલીઝમ શું કહે છે?!

હીટ રહેવાની લ્હાયમાં રોજબરોજની આ આદતો પાચનતંત્રે મોટી નુકશાનકર્તા

શા માટે પાતળા લોકો સ્થૂળ શરીરવાળા લોકો કરતાં વધુ ખોરાક લઇ શકે છે?

આજના 21મી સદીના યુગને આધુનિકની સાથે સાથે ફેશનિયો યુગ પણ જરૂર કહી શકાય કારણ કે આજે લોકો ફિટ રહેવા, સુંદર બેડોળ દેખાવા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર થઈ રહ્યા છે. જો ફિટ હે વો હિટ હે… તદ્દન ખોટું સાબિત થઈ રહ્યું છે. આજના  ભાગદોડવાળા જીવનમાં અનિયમિત ભોજન શૈલી, અનિયમત નિંદ્રા આપણા શરીરની જૈવિક ઘડિયાળને ખોરવી નાખે છે. જે આપણા પાચનતંત્રને સૌથી વધુ નુકશાન કર્તા છે. શરીરનું મેટાબોલિઝમ એટલે કે પાચન તંત્ર કે જેના થકી આપણે આપણી રોજબરોજની ક્રિયાઓ કરી શકીએ છીએ.

શરીરને ઉર્જાનો પુરવઠો પણ મેટાબોલિઝમને જ આભારી છે. મેટાબોલિક રેટ બ્લડ સુગર, કોલેસ્ટ્રોલ, ટ્રાઇગ્લાઇસેરાઇડ અને બ્લડ પ્રેશર સ્તરની સંભાળ રાખીને શરીરમાં સંતુલન જાળવવામાં પણ મદદ કરે છે. પણ આજે ડાયટની ખોટી દોડમાં ઓછું જમીએ છીએ, કેલેરીયુક્ત ખોરાક ટાળીએ છીએ જે ખરેખર જરૂરી છે પણ ડાયટ પ્લાન સમજી તેને લેવાનું ટાળીએ છીએ આવી ટેવ આપણા પાચન તંત્રને ખૂબ નુકસાન પહોંચાડે છે. તો ચાલો જાણીએ આવી અન્ય આદતો જેને સુધારી આપણે આપણું પાચનતંત્ર વધુ મજબૂત બનાવી શરીરને સ્વસ્થ રાખી શકીએ છીએ.

(1) ખૂબ ઓછું ખાવું: ઘણા લોકોને એવી ગેરસમજ છે કે ઓછી કેલરી લેવાથી તેમનો વજન ઘટી જશે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે વધારે માત્રામાં કેલરીનું સેવન મર્યાદિત કરવાથી મેટાબોલિઝમ એટલે કે આપણી પાચન શક્તિ ઘટી શકે છે. જો કેલેરી લેવાનું ઓછું કરશો તો શરીરને ઉર્જા ઓછી મળશે  અને શરીર કે કેલરી બર્ન કરે છે તે દર ઘટી જશે. આમ, જમવાનું ઓછું કરવાથી પાતળા નહીં થઈ શકો. આથી જ તો આપણે કેટલીવાર એવું જોયું કે અવલોકન કર્યું હશે કે જે લોકો પાતળા હોય છે તે વધુ ભોજન લે છે છતાં પાતળા રહે છે અને ઘણીવાર જે લોકો જાડા હોય છે તે સાવ ઓછો ખોરાક લે છે તેમ છતાં પણ વજન ઘટાડી શકતા નથી.

(2) બેઠાડુ જીવનશૈલી: બેઠાડુ જીવનશૈલી પણ આપણા ચયાપચયને અસર કરે છે. બેસી અથવા સુઈ રહેવાથી દરરોજ બર્ન થતી કેલરીની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થાય છે અને શરીર વધતું જાય છે. કોરોના રોગચાળાને કારણે, આપણામાંના મોટાભાગના લોકો ઘરેથી કામ કરે છે અને આખો દિવસ બેસે છે, જે ચયાપચય અને એકંદર આરોગ્ય પર નકારાત્મક અસર કરે છે.

(3) પ્રોટીનનું સેવન ન કરવું: વજન વધારવા નહીં પણ ઘટાડવા માટે પૂરતા પ્રમાણમાં પ્રોટીન લેવું જોઈએ. પ્રોટીન તમને લાંબા સમય સુધી તંદુરસ્ત રાખે છે અને તમારું શરીર કેલરી બર્ન કરે છે તે દર વધારે છે. જ્યારે તમે ખોરાક પચાવો છો, ત્યારે ચયાપચયમાં વધારો થાય છે જેને ખોરાકની થર્મલ અસર (TEF) કહેવામાં આવે છે. તેથી, પ્રોટીનની થર્મલ અસર ચરબી અથવા કાર્બોહાઇડ્રેટ કરતા ઘણી વધારે હોય છે. ફક્ત પ્રોટીન ખાવાથી તમારા ચયાપચયમાં 20-30 ટકાનો વધારો થાય છે.

(4) અપૂરતી ઊંઘ: આરોગ્ય જાળવણી માટે પૂરતી ઊંઘ લેવી ખૂબ મહત્વપૂર્ણ છે. ઓછા કલાકો ઊંઘવાથી હૃદય રોગ, ડાયાબિટીસ અને ડિપ્રેશન સહિતની બીમારીઓનું જોખમ વધી શકે છે. અપૂરતી નિંદ્રા તમારા મેટાબોલિક રેટને ઘટાડી શકે છે અને વજન વધારવાની તકો વધારી દે છે.

(5) કાર્બોહાઈડ્રેટ લેવા: રિફાઇન્ડ કાર્બોહાઇડ્રેટ્સ સામાન્ય કાર્બોહાઇડ્રેટ્સથી ખૂબ જ અલગ છે. તે સરળતાથી પાચન કરે છે અને લોહીમાં શર્કરાના સ્તરમાં વધારો કરે છે અને તમારું શરીર તેમને તોડવા માટે ઓછી ઊર્જા વાપરે છે. ઘણા બધા કાર્બોહાઇડ્રેટ તમારા ચયાપચયને ધીમું પણ કરે છે. ઘઉં કે જે કાર્બોહાઇડ્રેટથી ભરપૂર છે પણ તમે તેને આખા અનાજ તરીકે લેશો તો તમારા શરીરને કેલરી બર્ન કરવામાં સખત મહેનત કરાવશે, જ્યારે એનો લોટ કે સુગર લેશો તો તેનું પાચન સરળતાથી થઈ જશે આમ, ખૂબ વધુ માત્રામાં રિફાઇન્ડ કાર્બોહાઇડ્રેટ્સ ન લેવા જોઈએ.

(6) ચુસ્ત ડાયટ પ્લાન: કડક રીતે ડાયટ પ્લાનને અનુસરીને પણ મેટાબોલિઝમને અસર થાય છે.  શરીરને રોજિંદા કામ કરવા માટે ઊર્જાની જરૂર પડે છે. અને જો ફિટ રહેવાની લ્હાયમાં પૂરતી ઉર્જા મળે તો આપણું પાચન તંત્ર જરૂર ખોરવાય છે.

(7) બ્રેક ફાસ્ટ ન કરવો: આપણે બધા જાણીએ છીએ કે આ દિવસનું સૌથી મહત્વનો આહાર એટલે સવારનો નાસ્તો. જો કે આપણે તેમ છતાં તેને મહત્વ આપતા નથી.પરંતુ તે આપણા શરીરને ખૂબ અસર કરે છે. રાત્રે ઊંઘ દરમિયાન આપણું ચયાપચય ધીમું થાય છે. અને સવારમાં ઉઠતા વેંત શરીરને ઊર્જા વધારવાની જરૂર પડે છે પણ જો તમે બ્રેકફાસ્ટ લેશો જ નહીં તો કઈ રીતે ઊર્જા મળશે.આમ બ્રેકફાસ્ટ ખૂબ જરૂરી છે.

(8) પીવાની લત: એક રાત્રે એક ગ્લાસ દારૂનો તમને કઈ નુકસાન પહોંચાડશે નહીં. પણ જો તમે દરરોજ રાત્રે પીતા હો, તો તે તમારા ચયાપચયને મારી શકે છે. એકવાર તમારી સિસ્ટમમાં આલ્કોહોલ દાખલ થઈ જાય, તે તમારા શરીરની ચરબી બર્ન કરવાની ગતિને અવરોધે છે અને આમ ઓછી ચરબી બર્ન કરે છે અને તમારા ચયાપચયને ધીમું કરે છે.

જો તમે તમારા ચયાપચયને વેગ આપવાનો પ્રયાસ કરી રહ્યા છો, તો વધુને વધુ પાણી પીવાની આદતને વળગી રહો અને જો તમારે પીવું જ હોય તો તેના બદલે હાર્ટ-હેલ્ધી રેડ વાઇન લો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.